13 જૂન...નોંધી લેજો આ તારીખ, આ 5 રાશિવાળાનું રાતોરાત ભાગ્ય પલટાશે! ધન-સંપત્તિ, જાહોજલાલીમાં બંપર વધારો થશે

Grah Gochar 2024: ગુરુ ગ્રહને ભાગ્ય, જ્ઞાન, ઐશ્વર્ય અને સંતાનના કારક ગ્રહ માનવામાં આવે છે. આથી આ ગ્રહ જ્યારે પણ નક્ષત્ર પરિવર્તન કરે છે ત્યારે તેના કારણે વધુ લોકોને ફાયદો થાય છે. જાણો તે 5 લકી રાશિઓ વિશે જેમના માટે વરદાન સાબિત થઈ શકે છે આ સમય...

1/7
image

Guru Nakshatra Parivartan 2024: ધાર્મિક માન્યતાઓ મુજબ જ્યારે પણ ગ્રહોનું રાશિ કે નક્ષત્ર પરિવર્તન થાય છે ત્યારે તેની શુભ અને અશુભ અસર તમામ રાશિઓ પર પડતી હોય છે. વૈદિક પંચાંગ મુજબ આજથી 6 દિવસ બાદ ભાગ્યના કારક ગ્રહ ગુરુ નક્ષત્ર પરિવર્તન કરશે. બૃહસ્પતિવારના દિવસે સવારે 6.27 વાગે જ્ઞાનના દેવતા ગુરુ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહને ભાગ્ય, જ્ઞાન, ઐશ્વર્ય અને સંતાનના કારક ગ્રહ માનવામાં આવે છે. આથી આ ગ્રહ જ્યારે પણ નક્ષત્ર પરિવર્તન કરે છે ત્યારે તેના કારણે વધુ લોકોને ફાયદો થાય છે. જાણો તે 5 લકી રાશિઓ વિશે જેમના માટે વરદાન સાબિત થઈ શકે છે આ સમય...  

ધનુ રાશિ

2/7
image

વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ ગુરુનું નક્ષત્ર પરિવર્તન ધનુ રાશિના લોકો માટે અત્યંત લાભકારી સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. જેના કારણે ઘર પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી શકે. 

કર્ક રાશિ

3/7
image

કર્ક રાશિના લોકોને કોઈ જૂના રોગથી છૂટકારો મળી શકે છે. નોકરીયાત લોકોની આવકમાં વધારો થઈ શકે છે. વેપારીઓને શત્રુઓથી છૂટકારો મળી શકે છે. તેનાથી તમે મન લગાવીને તમારું કામ કરી શકશો. જેનાથી ધીરે ધીરે આવકમાં સુધારો થઈ શકે છે. પરિવારમાં ખુશીનો માહોલ બની શકે છે. 

તુલા રાશિ

4/7
image

લાંબા સમયથી જો તમારા પૈસા ક્યાંક અટકેલા હોય તો જલદી પાછા મળી શકે છે. કરિયરમાં સફળથા મળી શકે છે. જે લોકો ખેલના ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગતા હોય, મહિનાના અંત સુધીમાં તેમને મોટી ઓફર મળી શકે છે. નોકરીયાતોને મહેનત પ્રમાણે પરિણામ મળી શકે છે. જલદી તમારું પ્રમોશન પણ થઈ શકે છે. નાણાકીય મામલાઓમાં સફળતા મળી શકે છે. 

મીન રાશિ

5/7
image

મીન રાશિના લોકોને વેપારમાં ફાયદો થઈ શકે છે. મોટો ઓર્ડર મળવાના કારણે આર્થિક સ્થિતિ સુધરી શકે છે. જે લોકો કળાના ક્ષેત્રમાં પોતાની કરિયર બનાવવા માંગતા હોય તેમને જલદી મોટી તક મળી શકે છે. માતાને કોઈ જૂના રોગથી છૂટકારો મળી શકે છે.   

મકર રાશિ

6/7
image

આજથી 6 દિવસ બાદ ગુરુના નક્ષત્ર પરિવર્તનથી મકર રાશિના લોકોને ધનલાભ થઈ શકે છે. કરજથી મુક્તિ મળી શકે છે. કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. સમાજમાં માન સન્માન મળી શકે છે. ભૌતિક સુખોમાં વધારો થઈ શકે છે. 

7/7
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.