Myths About iPhone: તમે માનો કે ન માનો પરંતુ મોટાભાગના યૂઝર્સ આઈફોન એટલા માટે યૂઝ કરે છે. કેમકે  તેને સ્ટેટ સિમ્બોલ તરીકે જોવામાં આવે છે. એટલું જ નહીં આઈફોન અંગે કેટલીક એવી વાતો છે જેને જાણ્યા પછી યૂઝર્સ તેને ખરીદવાનો નિર્ણય લે છે. પરંતુ આ વાતમાં કેટલી સત્યતા છે તેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. જો તમને આઈફોન વિશે માર્કેટમાં ચાલી રહેલી બધી વાતો સાચી ચાલી લાગી રહી છે તો આજે અમે તમને એવી કેટલીક સત્ય વાતો જણાવીશું, જેને જાણીને તમને પણ ઝટકો લાગી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


RailYatri યૂઝર્સ કૃપયા ધ્યાન દે, Online Bookingમાં હેકર્સ આ રીતે કરે છે છેતરપિંડી


Freeમાં જોઈ શકો છો Netflix પર વેબ સીરીઝ અને ફિલ્મ, બસ કરવું પડશે આ કામ


આ સેટિંગ કરવાથી રોકેટગતિએ વધશે વાઇફાઇની સ્પીડ... HD Video પણ ફટાફટ થશે ડાઉનલોડ
 


આઈફોન હેંગ થતો નથી:
જો તમને એવું લાગતું હશે કે આઈફોન યૂઝર્સને હેંગ થયા વિનાનો અનુભવ મળશે તો તમે ખોટા છો. કેમ કે આઈફોન ઓછો હેંગ થાય છે. પરંતુ તે હેંગ થતો જ નથી તે વાત ખોટી છે. અત્યાર સુધી એવો એકપણ ફોન બન્યો નથી જે હેંગ ન થતો હોય. એવામાં આ વાત સંપૂર્ણ રીતે ખોટી છે.


સૌથી શાનદાર કેમેરા હોય છે:
આઈફોનમાં સૌથી સારો કેમેરા ઓફર કરવામાં આવે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જોકે જ્યારે વાત આવે છે તેનાથી સારા કેમેરાની જે કોઈનામાં પણ ન હોય. અનેક સસ્તા ફોન્સમાં આઈફોનની ટક્કરમાં કે તેનાથી સારો કેમેરા ઓફર કરવામાં આવે છે.


સંપૂર્ણ રીતે સેફ છે:
લોકોની વચ્ચે એવી માન્યતા છે કે આઈફોનની સુરક્ષાનો કોઈ તોડ નથી. તો અહીંયા તમે ખોટા છો. એવા અનેક કેસ સામે આવ્યા છે.જ્યાં આઈફોનમાં હેક થવાની ઘટનાઓ સામે આવી છે. આઈફોન સુરક્ષામાં આગળ જરૂર છે પરંતુ હેક થઈ શકે છે.


બેટરી સૌથી વધારે ચાલે છે:
આઈફોનની બેટરી વિશે કોઈ એમ કહે કે તે સૌથી વધારે ચાલે છે તો તે ખોટી વાત છે. આઈફોનની બેટરી અનેક સસ્તા સ્માર્ટફોન્સની ટક્કરની હોય છે. અને અમુક કેસમાં તો તેનાથી પણ ઓછી હોય છે. તે ચાર્જ થવામાં સમય ઓછો લે છે. સાથે જ ઉપયોગની સાથે પૂરી પણ થઈ જાય છે. આ જ કારણે બેટરીમાં કોઈ ફરક નથી. કેમકે તેમાં સાધારણ બેટરીનો જ ઉપયોગ કરવામાં આવે છે.