નવી દિલ્હી: કોણ કહે છે ફક્ત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ બે સ્માર્ટફોન રાખે છે ટ્વિટરને પોતાના ટાઇપરાઇટરની માફક ઉપયોગ કરે છે? નરેન્દ્ર મોદી સરકારના ઘણા મોટા મંત્રીઓ પણ ટેક સેવી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સક્રિય રહેવા માટે એપલ અને એંડ્રોઇડના હાલના સર્વશ્રેષ્ઠ સ્માર્ટફોન્સનો ઉપયોગ કરે છે. તેમના લીડર ગેજેટ પ્રેમી મોદી છે, જે એપલ્લના ડિવાઇસનો ઉપયોગ કરે છે. ત્યારબાદ કેંદ્વીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં બ્રાંડ ન્યૂ એક્સએસનો ઉપયોગ કરે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ભારતમાં Honda Activa 6G થશે લોન્ચ, સ્માર્ટફોન કનેક્ટિવિટી ફીચર્સથી હશે ખાસ


અમિત શાહના ટ્વિટર પર 1.4 કરોડ ફોલોવર
સૂત્રોએ જણાવ્યું કે જ્યારે કામની વાત આવે છે તો ગાંધીનગરના સાંસદ અમિત શાહ પોતાની ટીમ સાથે જોડાવવા માટે ફેસબુક અને વોટ્સઅપ બંનેનો ઉપયોગ કરે છે. અમિત શાહના હાલમાં ટ્વિટર પર 1.4 કરોડ ફોલોવર્સ છે. સેન્ટ્રલ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી ધર્મેન્દ્વ પ્રધાન બે સ્માર્ટફોન- આઇફોન અને એંડ્રોઇડ બેસ્ડનો ઉપયોગ કરે છે. અપડેટ રહેવા માટે કાર્યાલય સંબંધિત બધા કામો પર નજર રાખવા માટે વોટ્સઅપ, ફેસબુક અને ટ્વિટરનો ખૂબ ઉપયોગ કરે છે. ધર્મેન્દ્વ પ્રધાનના હાલમાં ટ્વિટર પર 11 લાખ ફોલોવર્સ છે. 

દક્ષિણ કોરિયાની Kia Motors એ ભારતમાં લોન્ચ કરી નવી એસયૂવી Seltos, જાણો ખાસિયતો


ફેસબુક અને ટ્વિટર બંને યૂજ કરે છે ગડકરી
કેંદ્વીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી ફેસબુક અને ટ્વિટર બંને પર સક્રિય છે. સૂત્રોએ જણાવ્યું કે મહારાષ્ટ્રની નાગપુર લોકસભા સીટ પરથી સાંસદ નિતિન ગડકરી ઓફિસના તમામ દૈનિક કાર્યો પર નજર રાખવા માટે ટ્વિટર અને ફેસબુકને મહત્વ આપે છે. પોતાની ટીમ પર નજર રાખવા માટે ટ્વિટર અને ફેસબુકનો સતત ઉપયોગ  કરે છે. નિતિન ગડકરી હાલમાં ટ્વિટર પર 51.4 લાખ ફોલોવર્સ છે. 

1 જૂલાઇથી મોંઘી થઇ જશે સ્કોર્પિયો સહીત ઘણી કાર્સ, 36 હજાર સુધી વધશે કિંમત


કેંદ્વીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાના મંત્રાલય અને વડાપ્રધાન મંત્રી નરેંદ્ર મોદીની ઉપલબ્ધિઓ વિશે જણાવવા માટે સરકારી અધિકારીઓ અને જનતા સાથે જોડાવવા માટે ફક્ત ટ્વિટરનો ઉપયોગ કરે છે. ટ્વિટર પર તેમના 22.3 લાખ ફોલોવર છે. સ્ટીલ રાજ્યમંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે પણ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે અને વોટ્સઅપ, ફેસબુક અને ટ્વિટર પર સક્રિય રહે છે.

રેનોએ લોન્ચ કરી નવી કાર TRIBER, મારૂતિની આ કારને આપશે ટક્કર


મોદીને 2018માં ચીન અને દુબઇના ઓફિશિયલ પ્રવાસ આઇફોન6 (iPhone 6 Series) સીરીઝનો ફોન યૂઝ કરતાં જોવા મળ્યા હતા. ગેજેટ્સ માટે પોતાનો પ્રેમ સ્વિકાર કરતાં મોદી સુરક્ષાના કારણોથી એપલના સૌથી મોટા ડિવાસનો ઉપયોગ કરે છે. મોદીની ડિજિટલ ઇન્ડીયા ચળવળ બાદ ભારતમાં સ્માર્ટફોનના ઉપયોગમાં ભારે ઉછાળો આવ્યો છે. મોદીન ટ્વિટર પર 4.82 કરોડ ફોલોવર્સ છે. બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર 11 કરોડ ફોલોવર્સ સાથે તે 9.6 કરોડ ફોલોવર્સ ટ્રંપથી આગળ છે.