Jio 49 Plan Details: 49 રૂપિયાવાળા રિલાયન્સ જિયોના આ રિચાર્જ પ્લાન સાથે કંપની તરફથી તમને લોકોને 25GB હાઇ સ્પીડ ડેટાનો ફાયદો આપવામાં આવશે. ડેટા લિમિટ પુરી થઇ ગયા બાદ સ્પીડ ઘટીને 64 Kbps કરે દેવામાં આવશે. Jio 49 Plan Validity ની વાત કરીએ તો આ Data Plan સાથે તમને લોકોને એક દિવસની વેલિડિટી મળશે. Airtel 49 Plan ની વાત કરીએ તો આ પ્લાનમાં અનલિમિટેડ ડેટાનો ફાયદો મળે છે, એરટેલની વેબસાઇટ પર અનલિમિટેડ ડેટાની સાથે એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 20GB ની એફયૂપી લિમિટ સાથે આવે છે. આ પ્લાનની સાથે 1 દિવસને વેલિડિટી મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4 દિવસમાં 4 દિવસ વધશે તાપમાન! ક્યાંક હિટવેવ તો ક્યાંક વરસાદ, કંફ્યૂઝ કરશે હવામાન


બંને વચ્ચેના તફાવતની વાત કરીએ તો 49 રૂપિયાવાળા પ્લાનમાં તમને એરટેલ 49 રૂપિયાવાળા પ્લાનની તુલનામાં 5 જીબી વધુ ડેટાનો ફાયદો મળશે. 


જીયોની ધનાધન ઓફર
જિયોએ ક્રિકેટ લવર્સને ધ્યાનમાં રાખતા IPL 2024 શરૂ થતાં પહેલા Jio Dhan Dhana Dhan Offer લોન્ચ કરી છે. જિયોની આ ઓફર ગ્રાહકોને 60 દિવસ સુધી હાઈ સ્પીડ ઈન્ટરનેટ સર્વિસ ઉપલબ્ધ કરાવશે.


₹5 ના શેરે આપ્યું 4253% રિટર્ન, એક્સપર્ટે કહ્યું- હવે ₹335 પર જશે ભાવ, ખરીદી લો


હકીકતમાં જિયો તરફથી આવનાર Jio Dhan Dhana Dhan Offer માત્ર Jio AirFiber Plus યૂઝર્સ માટે છે. આ પ્લાનમાં કંપની પોતાના ગ્રાહકોને 60 દિવસ સુધી એર ફાઇબર સર્વિસને અત્યારની તુલનામાં ત્રણ ગણી વધુ સ્પીડથી ઈન્ટરનેટ ડેટા ઉપલબ્ધ કરાવશે. 


મેચ જોવાની આવશે અસલી મજા
તમને જણાવી દઈએ કે જિયોએ પોતાની આ નવી ઓફરને Tata IPL 2024 શરૂ થતાં પહેલા લોન્ચ કરી છે. તેવામાં તેનો સીધો ફાયદો ક્રિકેટપ્રેમીને મળવાનો છે. જિયોની આ નવી ઓફર્સની મદદથી તમે કોઈ ચિંતા વગર ટી20 મેચનું સીધુ પ્રસારણ જોઈ શકો છો. 


IPL 2024 New Rules: નવા નિયમ સાથે રોમાંચક બનશે IPL, એમ્પાયર અને બોલરને મળશે રાહત


તમને જણાવી દઈએ કે TATA IPL 2024 ને જિયો સિનેમામાં લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. તેવામાં જિયોની નવી ઓફરને લઈને યૂઝર્સમાં ગજબની આતૂરતા છે. આ ઓફરમાં કંપનીએ પોતાના બેઝ પ્લાનથી લઈને ટોપ  પ્લાન સુધીમાં મળનાર ઈન્ટરનેટ સ્પીડને વધારી દીધી છે.


કંપનીએ વધારી ઈન્ટરનેટ સ્પીડ
બેઝ પ્લાનમાં અત્યાર સુધી 30 Mbps ની જગ્યાએ  100 Mbps ની સ્પીડ.
100 Mbps વાળા પ્લાનમાં હવે 300 Mbps ની સ્પીડ મળશે.
300 Mbps વાળા પ્લાનમાં હવે 500 Mbps ની સ્પીડ મળશે.
500 Mbps વાળા પ્લાનમાં હવે 1 Gbps ની સ્પીડ મળશે.


Lok Sabha Elections 2024: ક્યાં છે મતદાન કેન્દ્ર અને કોણ-કોણ છે ઉમેદવાર? APPS વડે મળશે A To Z જાણકારી


જો તમે પણ જિયોની આ ઈન્ટરનેટ સ્પીડનો લાભ લેવા ઈચ્છો છો તો તે માટે તમારી પાસે જિયો એર ફાઇબર પ્લસનો 6 મહિના કે 12 મહિનાવાળો પ્લાન હોવો જોઈએ. યૂઝર્સના રિચાર્જ પર નવી ડેટા સ્પીડ ઓટોમેટિક અપગ્રેડ થઈ જશે. ડેટા સ્પીડ અપગ્રેડ થયા બાદ યૂઝર્સને મેલ અને એસએમએસ પણ પ્રાપ્ત થશે.


તમતમતું મરચું : ગુજરાતના આ મરચાં બારમાસી સિઝનમાં ભરવા માટે ફેમસ, જાણી લો કેવો છે ભાવ