IPL 2024 New Rules: વધુ રોમાંચક બનશે IPL, સ્માર્ટ રિવ્યૂથી એમ્પાયરને રાહત, બોલરને 2 બાઉન્સરની છૂટ

IPL 2024 નો ઓપનિંગ મુકાબલો 22 માર્ચના રોજ ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેંજર્સ બેંગલુરૂ (RCB) વચ્ચે રમાશે. આ વખતે IPL માં બે એવા નવા નિયમ આવશે, જેનાથી એમ્પાયર અને બોલરોને ખૂબ રાહત મળશે. આવો વિસ્તારપૂર્વક જાણી આ નિયમો વિશે... 
 

IPL 2024 New Rules: વધુ રોમાંચક બનશે IPL, સ્માર્ટ રિવ્યૂથી એમ્પાયરને રાહત, બોલરને 2 બાઉન્સરની છૂટ

IPL 2024 New Rules: ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL) 2024 નો આગાઝ 22 માર્ચના રોજ થશે. આ વખતે આઇપીએલમાં બે નવા નિયમ આવશે. જેમાં એમ્પાયર અને બોલરોને મોટી રાહત મળશે. સાથે જ ફેન્સ માટે રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે. 

આ વખતે આઇપીએલમાં ઓપનિંગ મુકાબલો મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નઇ સુપર કિંગ્સ  (CSK) અને રોયલ ચેલેંજર્સ બેંગલુરૂ (RCB) વચ્ચે રમાશે. આરસીબી હવે આઇપીએલમાં નવા નામ અને નવી જર્સી સાથે ઉતરશે. આરસીબેના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ છે. 

IPL 2024 માં બોલરો માટે બાઉન્સર અને એમ્પાયરો માટે સ્માર્ટ રીવ્યૂ સિસ્ટમનો નિયમ લાગૂ કરવામાં આવશે. એટલે કે આ વખતે બોલરો અને એમ્પાયરો બંનેને ખૂબ મદદ મળવાની છે. આવો વિસ્તાર પૂર્વક જાણીએ આ બંને નિયમો વિશે... 

1. બોલર હવે એક ઓવરમાં 2 બાઉન્સર ફેંકી શકશે
IPLમાં હવે  બોલરોને એક ઓવરમાં બે બાઉન્સર નાખવાની છૂટ મળશે. જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં એક જ બાઉન્સર નાખવાનો નિયમ છે. પરંતુ આ વખતે IPLમાં ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ આ નિયમનો ઉપયોગ ભારતીય ડોમેસ્ટિક T20 ટૂર્નામેન્ટ, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કરવામાં આવ્યો છે. આ નિયમથી મેચનો ઉત્સાહ પણ વધશે.

— IndianPremierLeague (@IPL) March 19, 2024

2. હવે આઈપીએલમાં આવશે સ્માર્ટ રિવ્યુ સિસ્ટમ 
આ વખતે IPLમાં સૌથી ચર્ચિત નિયમ સ્માર્ટ રિવ્યુ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ પણ સમાચારોમાં ખૂબ ચર્ચામાં છે. આ નિયમથી અમ્પાયરોને ઘણી સુવિધા મળશે. ESPN Cricinfo અનુસાર, હવેથી ટીવી અમ્પાયર અને હોક-આઈ ઓપરેટર્સ એક જ રૂમમાં બેસશે. આનાથી ટીવી અમ્પાયરોને નિર્ણયો આપવામાં ઘણી મદદ મળશે.

જોકે અત્યાર સુધી એવું થતું રહ્યું છે કે ટીવી એમ્પાયર અને હોક-આઇ વચ્ચે ટીવી બ્રોડકાસ્ટ ડોયરેક્ટર ખૂબ મહત્વ હોય છે. ટીવી એમ્પાયરને કોઇ નિર્ણય લેવામાં ઘણા બધા બ્રોડકાસ્ટ ડોયરેક્ટર જ હોક-આઇથી લઇને ઉપલબ્ધ કરાવતા હતા. પરંતુ હવે ટીવી બ્રોડકાસ્ટ ડોયરેક્ટરનો રોલ ખતમ થઇ જશે. 

એકસાથે બેસશે ટીવી અમ્પાયર અને હોક-આઈ ઓપરેટરો 
હવેથી ટીવી અમ્પાયર અને હોક-આઈ ઓપરેટરો એક જ રૂમમાં બેસશે. આ રીતે, સ્માર્ટ રિપ્લે સિસ્ટમ અંતગર્ત ટીવી અમ્પાયર હવે સીધા હોક-આઈ ઓપરેટરો પાસેથી માહિતી મેળવશે. અમ્પાયરને હોક-આઇના આઠ હાઇ સ્પીડ કેમેરામાંથી લીધેલા ફોટા મળશે, જેનાથી નિર્ણય લેવામાં સરળતા રહેશે. તેમજ નવા નિયમથી ટીવી અમ્પાયરને વધુ વિઝ્યુઅલ જોવાની સુવિધા મળશે, પરંતુ અગાઉ આ શક્ય નહોતું.

— IndianPremierLeague (@IPL) March 18, 2024

આ નિયમને આ પ્રકારશે સમજી શકીએ કે જેમ કે જો કોઇ ફીલ્ડરે બાઉંડ્રી પર કેચ પકડ્યો છે, તો તે સ્થિતિમાં પહેલાં ટીવી બ્રોડકાસ્ટર ફીલ્ડરના હાથ અને પગ બંને એકસાથે સ્પિલ્ટ સ્ક્રીન પર બતાવી શકતા ન હતા. જો હવે નવી સિસ્ટમ અંતગર્ત એમ્પાયર પાસે એક જ સ્પિલ્ટ સ્ક્રીન પર બોલ પકડવા, છોડવાની સાથે પગના ફૂટેજ પણ હાજર રહેશે. તેનાથી યોગ્ય અને જલદી નિર્ણય આપવામાં સરળતા રહેશે. 

આ નિયમને બીજા ઉદારણથી સમજીએ તો જેમ કે કોઇ ઓવરથ્રો થાય છે અને તે ચોગ્ગો જાય છે, ત્યારે તે સ્થિતિમાં એમ્પાયર એક જ સ્પિલ્ટ સ્ક્રીમાં જોઇ  શકે છે કે જ્યારે ફિલ્ડરે બોલને રિલીઝ કર્યો હતો, ત્યારે બંને બેટ્સમેને છેડા બદલ્યા હતા કે નહી. 2019 વનડે વલ્ડ કપ ફાઇનલ દરમિયાન આવો જ એક મામલો જોવા મળ્યો હતો, જે ખૂબ વિવાદીત રહ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news