તમતમતું મરચું : ગુજરાતના આ મરચાં બારમાસી સિઝનમાં ભરવા માટે ફેમસ, જાણી લો કેવો છે ભાવ
Red Chilli Production in Gujarat: નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડના 2021-22ના ડેટા અનુસાર, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા મરચાંના સૌથી મોટા ઉત્પાદકો છે, બંને ભારતમાં મરચાંના ઉત્પાદનમાં લગભગ 60% હિસ્સો ધરાવે છે. કર્ણાટક ઉત્પાદનમાં લગભગ 10% હિસ્સા સાથે મરચાંનું ચોથું સૌથી મોટું ઉત્પાદક છે, જ્યારે ગુજરાત દેશના કુલ ઉત્પાદનમાં 1% કરતાં વધુ હિસ્સા સાથે સાતમા સ્થાને છે.
Trending Photos
Gujarat Famous Red Chilli: ગુજરાતમાં મોટાપાયે મરચાંની ખેતી થાય છે. મરચાં હવે તમામ સિઝનમાં થતાં હોવા છતાં હવે બારમાસી મરચું ભરવાની સિઝન ચાલું થશે. ગુજરાતમાં મરચાં અલગ અલગ વિસ્તારમાં ફેમસ છે. સૌરાષ્ટ્રમાં પાકતા રેશમ પટ્ટો અને અન્ય મરચાઓની દેશભરમાં ખૂબ જ માગ રહે છે અને હાલ તેની સીઝન શરુ થઇ ગઈ છે, જેમાં આ મરચાની ગોંડલ અને જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક શરૂ થઇ ચૂકી છે. જેમાં રેશમ પટ્ટો ( resham patti chilli) અને ચનિયા મરચાંની ધૂમ આવક શરૂ થઇ ચૂકી છે. યાર્ડ લાલ ચટાક રંગના મરચા અને તીખી તીખી સુગંધથી ભરાઈ ગયા છે.
ગુજરાતમાં જોટાણા તાલુકો દેશી મરચાંનું પીઠું મનાય છે. અહીંયા કાળી રાતી જમીન હોય લાલ-લીલા મરચાંનું મબલખ ઉત્પાદન થાય છે. સીઝન દરમિયાન, મરચાંની દૈનિક આવક વધી છે. ખેડૂતોને પહેલેથી મરચાંના 800થી 1300 ઉપરના ભાવ મળી રહ્યા છે. જેતપુરમાં અને ગોંડલમાં સૂકા મરચાંનો ભાવ 700થી લઈને 5500 સુધી ચાલી રહ્યો છે. કર્ણાટકમાં, બ્યાદગી લાલ મરચાંના ભાવ ગયા વર્ષની સરખામણીમાં ઘણા ઓછા હોવાને કારણે ઉત્પાદકો દ્વારા હોબાળો થયો હોવા છતાં, પુરવઠાના દબાણને કારણે ભાવમાં વધારો થવાના કોઈ સંકેતો નથી.
હોળી બાદ દુર્લભ સૂર્યગ્રહણ, 1973 માં બની હતી આવી ઘટના, ધોળા દિવસે કશું નહી દેખાય
દેશના વેપારીઓ/ઉદ્યોગકારો કહે છે કે આ વખતે લાલ મરચાની ગુણવત્તા બહુ સારી નથી અને નવા માલમાં ભેજનું પ્રમાણ વધુ છે. આગામી સમયમાં સુકા માલની આવક વધશે ત્યારે ભાવમાં થોડો વધારો થઈ શકે છે. નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડના 2021-22ના ડેટા અનુસાર, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા મરચાંના સૌથી મોટા ઉત્પાદકો છે, બંને ભારતમાં મરચાંના ઉત્પાદનમાં લગભગ 60% હિસ્સો ધરાવે છે. કર્ણાટક ઉત્પાદનમાં લગભગ 10% હિસ્સા સાથે મરચાંનું ચોથું સૌથી મોટું ઉત્પાદક છે, જ્યારે ગુજરાત દેશના કુલ ઉત્પાદનમાં 1% કરતાં વધુ હિસ્સા સાથે સાતમા સ્થાને છે. હાલમાં ગત વર્ષના ભાવની સમકક્ષ ભાવ ચાલી રહ્યાં છે.
આ વર્ષે મરચાના પ્રતિમણ 800 રૂપિયાથી લઈને 4800 સુધીના ભાવ
ગોંડલીયું મરચું આમ તો પોતાની તીખાસ માટે દેશભરમાં જાણીતું છે. ગયા વર્ષે પ્રતિમણ મરચાનો ભાવ 1800 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધી હતો જે ભાવ આ વર્ષે મરચું પ્રતિમણ 800 રૂપિયાથી લઈને 4800 સુધી વેચાઈ રહ્યું છે. આ વખતે મરચા સસ્તાં થાય તેવી શક્યતા છે. હાલ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડએ મરચાંની આવકથી છલોછલ ભરાયું છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જેતપુર, ધોરાજી, જામકંડોરણા, લોધીકા, કોટડા, સાંગાણી, પડધરી તેમજ રાજકોટ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો મરચા વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવતા હોય છે. લોકોમાં અસલી અને દેશી મરચાંની ડીમાન્ડ ભારે છે. મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં ખેડૂતો હિંમત નહિ હારી રોકડીયા પાક મરચાની ખેતી તરફ વર્ષોથી વળી ગયા છે. ખેતરમાં ઉત્પાદન થતા લીલા મરચાનો શાક માર્કેટમાં યોગ્ય ભાવ નહિ મળતા મરચાને છોડ પર જ સુકાવા દઈ મરચાંના ડોડવા તૈયાર કરે છે અને ત્યાર બાદ સૂકા આખા મરચાં જોટાણા માર્કેટ યાર્ડમાં વેચે છે. જેના કારણે ખૂબ સારી આવક થઈ રહી છે.
મરચાંનો ભાવ 120 રૂપિયાથી લઇને 260 રૂપિયા
દક્ષિણ ભારતના અન્ય ઉત્પાદક વિસ્તારોમાં પણ નવા લાલ મરચાંની સપ્લાય થવા લાગી છે. ત્યાં તેનો જૂનો સ્ટોક ઓછો હોવાનું કહેવાય છે જ્યારે સ્થાનિક ડીલરો અને સ્ટોકિસ્ટો સાથે ડિસાવરી ટ્રેડર્સ અને નિકાસકારો તેની ખરીદીમાં સારો રસ દાખવી શકે છે. ગુજરાતના બજારમાં ગોંડલ પંથકના રેશમ પટ્ટો, ડબલ પટ્ટો, દોઢીયો પટ્ટો, ઘોલર, કાશ્મીરી, તેજરૂ, ટેમટો અને લવિંગિયા મરચાનું વેચાણ થઇ રહ્યું છે. મરચાંનો ભાવ 120 રૂપિયાથી લઇને 260 રૂપિયા સુધીનો છે. ડબલપટ્ટી મરચાંનો ભાવ 260 રૂપિયા છે.
ઈન્દોર લાઈનમાં પણ ઓછી માત્રામાં માલ મળી રહ્યો છે અને તેનો ધંધો પણ સામાન્ય રીતે થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશની બરેલી લાઇનમાં મરચાંના ઉત્પાદનને આંશિક અસર થવાની સંભાવના છે કારણ કે, પ્રથમ, વરસાદ ઓછો હતો અને બીજું, જ્યારે વરસાદ પડ્યો ત્યારે તેની જરૂર નહોતી. અહીં ઉત્તરના રાજ્યોમાં શિયાળા દરમિયાન લાલ મરચાના વપરાશની મહત્વની સિઝન લગભગ પૂરી થઈ ગઈ છે અને હવામાન ગરમ થવા લાગ્યું છે, પરંતુ લગન સારા અને માંગલિક તહેવારોની સિઝનને કારણે લાલ મરચાની માંગ વધી શકે છે. . એકંદરે બજાર કંઈક અંશે મજબૂત રહેવાની ધારણા છે.
ખેડૂતો વેપારી બન્યા
જોટાણા તાલુકામાં મોટા ભાગના ખેડૂતો મરચાની રોકડીયા પાકની ખેતી કરી રહ્યા છે. અનુકૂળ વાતાવરણના કારણે ઉત્પાદન પણ સારું થતું હોય છે પણ આ વર્ષે કમોસમી વરસાદ અને વાતાવરણમાં પલટો આવવાના કારણે ઉત્પાદન ઘટ્યું છે તો તેની સામે ખેડૂતોને ગત વર્ષ કરતા ભાવ ખૂબ સારા મળી રહ્યા છે. ઊંઝા જેમ મસાલા માર્કેટની ઓળખ ધરાવે છે તેમ જોટાણામાં મરચાનું મોટું માર્કેટ જોવા મળી રહ્યું છે. અહીં અનેક ખેડૂતો વેપારી બની મરચાંને દળીને બિઝનેસ કરવા પોતાની દુકાનો બનાવી વ્યવસાય પણ કરી રહ્યા છે. જોટાણાનું મરચું મહેસાણા જિલ્લા સહિત આજુબાજુમાં 200 કિલોમીટર સુધી વેચાણ પણ થઈ રહ્યું છે.
અસલી અને દેશી મરચું લોકોની માંગ
મરચાં માટે ખેડૂતોને હાલમાં 800થી 1400 રૂપિયાથી વધુ ભાવ મળી રહ્યા છે. શુદ્ધ અને દેશી મરચું લેવા દૂર દૂરથી લોકો સીધા જોટાણામાં આવે છે. ગ્રાહકોની નજર સામે મરચું તૈયાર થતું હોઈ વિશ્વાસ સાથે થાય છે. જોટાણા વિસ્તારમાં મરચાંનું ઉત્પાદન વધારે થાય છે. અસલી અને દેશી મરચું ખરીદવા લોકો લાંબા અંતરની આવે છે. મરચું ગ્રાહકોની નજર સામે જ બનાવવામાં આવે છે. જોટાણા હાલમાં સીઝન ચાલુ થતા તમામ ખડીઓ માં અંદાજે 25 થી 30 હજાર મણ ડોડવા લાલ મરચાની આવક થઈ છે.
ગામના 25 કિલોમીટરના ઘેરાવમાં આવેલા ખેડૂતો પોતાના મરચા વેચવા ટ્રેક્ટરો ભરી ભરીને આવી રહ્યા છે અને જોટાણામાં આવેલા પંદરથી વધારે વેપારીઓ ખેડૂતો પાસેથી મરચાની ખરીદી કરે છે. રૂપાલ, સીતાપૂર, ઉઘરોજ, નદાસાએ બાજુ મરચનું વાવેતર થાય છે. ખેડૂતોને અહીંયા જોટાણા માર્કેટયાર્ડના કારણે અહીંયા જ વેચાણ માટે વર્ષો થી આવે છે. હાલમાં જેવો માલ એવો ભાવ મળે છે. ખેડૂતોને હાલ 800 થી 1200 રૂપિયા સુધીના ભાવ મળે છે.
ગુજરાતમાં જોટાણા દેશી મરચાં માટે છે ખ્યાતનામ
મહેસાણામાં આવેલ જોટાણા તાલુકોના રવી સીઝનમાં ઉત્પાદન થતા લાલ-લીલા મરચાં જોટાણા પંથક માટે ગૌરવ અપાવે છે. આ વિસ્તારમાં કાળી અને રાતી ફળદ્રુપ જમીન મરચાંના છોડ માટે અનુકૂળ હોઈ અહીં લાંબા અને લાલ ચટ્ટાક દેશી મરચાનું ઉત્પાદન થાય છે. જોટાણા પંથકનું મરચુ દેખાવે અને સ્વાદે અન્ય મરચાની સરખામણી કરતા ચડિયાતું હોય છે. જોટાણાના મરચાંની સુવાસ અને સ્વાદ દેશ વિદેશમાં પથરાયેલ હોઈ અહીં દૂર દૂરથી ગ્રાહકો અહી મરચુ ખરીદવા આવે છે. અહીંના દેશી મરચાની ખાસિયત એ છે કે સ્વાદે મીઠું અને ઠંડક વાળુ હોય છે. 12 મહિના સુધી અહીંના મરચાંનો કલર એવો જ રહે છે.
સમગ્ર ભારતભરમાં ગોંડલનું મરચું પ્રખ્યાત
સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી જેવા કે રાજકોટ જિલ્લો, જામનગર, જૂનાગઢ જિલ્લામાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. સમગ્ર ભારતભરમાં ગોંડલના તીખા મરચાંને લઈને જાણીતું છે. અહીંનું મરચું તીખાશને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે.રેશમ પટ્ટો, ઘોલર મરચું, સાનિયા મરચું, રેવા, 702, સિજેન્ટા, ઓજસ અને દેશી મરચાં સહિતની વિવિધ વેરાયટીના મરચાંનું ઉત્પાદન ગોંડલના ખેડૂતો મેળવતા હોય છે.
ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે જેને લઈને અન્ય રાજ્યો માંથી જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી, કેરલ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યો માંથી વેપારીઓ પણ અહીંયા મરચાં ની ખરીદી કરવા માટે આવતા હોય છે. ભોજનમાં અનિવાર્ય ગણાતા મરચાના ઉત્પાદનમાં ભાવનગર જિલ્લો પણ મહત્વનું સ્થાન ધરાવે છે અને ગોહિલવાડનું મરચું તેના અલગ સ્વાદ અને સોડમને લીધે દેશભરમાં વિખ્યાત છે. આંધ્રપ્રદેશની રેશમપટ્ટી, કણાટર્કની ટીંકલ,સિમલા મીરચી જેવા મરચાની માંગ વધુ રહે છે. આમ તો મરચાના રંગ, આકાર અને સ્વાદ ઉપરથી પ્રકાર પાડવામાં આવે છે. આપણા દેશમાં વિવિધ પ્રાંત અને રાજ્યોમાં ૩૫થી વધુ પ્રકારના મરચાંનું ઉત્પાદન થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે