Jio 5 ડેટા ટોપઅપ પ્લાન, કિંમત 100 રૂપિયાથી પણ ઓછી, મળે છે 6GB સુધી ડેટા
રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે અનેક કેટેગરીના પ્લાન ઉપલબ્ધ કરાવે છે. જિયો પાસે માત્ર ડેટાની જરૂરીયાત હોય તેવા યૂઝર્સ માટે ડેટા ટોપઅપ પ્લાન પણ ઉપલબ્ધ છે.
Jio Plan: રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની છે. આજે અમે તમને જિયોના સૌથી સસ્તા ટોપઅપ પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ. જિયોના ડેટા ટોપઅપ પ્લાનની શરૂઆત 19 રૂપિયાથી થાય છે. જિયોનો ટોપઅપ રિચાર્જ પ્લાન 61 રૂપિયાનો પણ છે, જેમાં 6જીબી ડેટા મળી રહ્યો છે. ગ્રાહકે એક્સ્ટ્રા ડેટા માટે રિચાર્જ કરાવવું છે તો તે આ પ્લાનમાંથી પસંદગી કરી શકે છે. જિયોનો ડેટા પ્લાન 15 રૂપિયા, 19 રૂપિયા, 25 રૂપિયા, 29 રૂપિયા અને 61 રૂપિયાનો પ્લાન છે.
15 રૂપિયાનું રિચાર્જ
જિયોના 15 રૂપિયાના ડેટા વાઉચર પ્લાનમાં તમને 1જીબી એક્સ્ટ્રા ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી તમારા વર્તમાન પ્લાન બરાબર છે. જો તમારી ડેલી ડેટા લિમીટ ખતમ થઈ જાય તો તમે આ રિચાર્જ કરાવી શકો છો.
19 રૂપિયાનું રિચાર્જ
જિયો તરફથી બીજો ડેટા બૂસ્ટ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે, જેની કિંમત માત્ર 19 રૂપિયા છે. તેમાં તમને 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં તમને કોલ અને એસએમએસનો ફાયદો મળતો નથી.
આ પણ વાંચોઃ દરરોજ 2GB ડેટાની સાથે 12 OTT સબ્સક્રિપ્શન, જિયોનો સૌથી બેસ્ટ પ્લાન
25 રૂપિયાનું રિચાર્જ
રિલાયન્સ જિયો ગ્રાહકોને 25 રૂપિયાનો પ્લાન પણ આપી રહ્યું છે. તેમાં ડેલી ડેટા લિમીટ ખતમ થયા બાદ 2જીબી સુધી એક્સ્ટ્રા ડેટા મળે છે. આ રિચાર્જનો ફાયદો તમે તમારા વર્તમાન પ્લાનની વેલિડિટી સુધી ઉઠાવી શકો છો.
29 રૂપિયાનું રિચાર્જ
આ સિવાય જો તમારી ડેલી ડેટા લિમીટ ખતમ થઈ ગઈ છે તો જિયો તરફથી 29 રૂપિયાનો પ્લાન ઓફર કરવામાં આવી રહ્યો છે. તેમાં જિયો તમને 2.5જીબી એક્સ્ટ્રા ડેટા આપી રહ્યો છે. આ સિવાય તમને કોઈ ફાયદો મળતો નથી.
61 રૂપિયાનું રિચાર્જ
જો તમારે કોઈ જરૂરી કામ માટે વધુ ઈન્ટરનેટ સ્પીડની જરૂર હોય તો તમે 61 રૂપિયાનો ડેટા બૂસ્ટર પ્લાન લઈ શકો છો. તેમાં તમને ઘણા ફાયદા મળે છે. આ પ્લાનમાં કંપની 6જીબી ડેટા આપી રહી છે.