New SIM Card Rules: છેલ્લા ઘણા સમયથી ભારતમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સુવિધાનો ખોટી રીતે ફાયદો ઉઠાવીને સીમ સ્વેપ ફ્રોડની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આવા ફ્રોડને અટકાવવા માટે ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ એટલે કે ટ્રાય એ તાજેતરમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટીના નિયમોમાં ફેરફારની ઘોષણા કરી છે. આ નિયમ અંતર્ગત જો સિમ કાર્ડ ચોરી થઈ જાય કે ખરાબ થઈ જાય તો તેની જગ્યાએ નવું સીમ લેવાની પ્રક્રિયામાં ફેરફાર થઈ જશે. કોઈપણ વ્યક્તિ સાત દિવસ સુધી અન્ય કંપનીમાંથી નંબર ટ્રાન્સફર નહીં કરાવી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત સોનાક્ષીએ ઝહીર સાથે કર્યા લગ્ન, આવા હોય છે લગ્નના નિયમો


1 જુલાઈથી લાગુ થશે નવો નિયમ 


આ નિયમ ટેલિકોમ વિભાગની સલાહ અને અલગ અલગ કંપનીઓ સાથે વાતચીત કર્યા પછી લાગુ કરવામાં આવનાર છે. ટ્રાયનું કહેવું છે કે આ નિયમને 1 જુલાઈ 2024 થી લાગુ કરી દેવામાં આવશે. આ નિયમમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તે ખોટા સીમ સ્વેપ અને ફ્રોડની ઘટનાને રોકવા માટે કરવામાં આવ્યા છે. ટ્રાય એ એવું પણ કહ્યું છે કે સુરક્ષા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. 


આ પણ વાંચો: કેટલા વર્ષો સુધી વાપરવું જોઈએ AC? જેમ જુનું થાય એસી તેમ વધે બીલ અને જોખમ


શું છે નવો નિયમ ? 


ટ્રાય દ્વારા જણાવવામાં આવ્યું છે કે 1 જુલાઈથી લાગુ થનાર નિયમ અંતર્ગત ટેલિકોમ કંપનીઓ સિમ બદલવા કે નવું સિમ લેવા માટે સાત દિવસ પૂરા ન થાય ત્યાં સુધી યુનિક પોર્ટિંગ કોડ આપી નહીં શકે. જણાવી દઈએ કે યુપીસી મોબાઈલ નંબર પોર્ટ કરવાનું સૌથી પહેલું સ્ટેપ છે. જેમાં લોકો પોતાની ટેલિકોમ કંપનીને એક મેસેજ મોકલે છે અને તેમને આઠ અંકનો કોડ મળે છે. હવે આ કોડ 7 દિવસ પૂર્ણ થયા પછી જ મળશે.  


આ પણ વાંચો: AC Temperature: એસીનું આદર્શ ટેમ્પરેચર કયું? જો આ રીતે ચલાવશો એસી તો બીલ પણ આવશે ઓછુ


ટ્રાયનું કહેવું છે કે ઘણા બધા રિપોર્ટમાં એ સાબિત થયું છે કે મોટાભાગના સિમ સ્વેપ ફ્રોડ મોબાઈલ નંબરને બીજી કંપનીમાં લઈ જવામાં કે નવું સિમ લેતી વખતે થાય છે. ટ્રાયને લાગે છે કે ફ્રોડ કરનાર લોકો મોબાઇલ નંબર પોર્ટેબલિટીનો ખોટી રીતે ફાયદો ઉઠાવે છે જેના કારણે આ નિયમોમાં ફેરફાર કરી દેવામાં આવ્યા છે.



(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)