AC Temperature: એસીનું આદર્શ ટેમ્પરેચર કયું? જો આ રીતે ચલાવશો એસી તો બીલ પણ આવશે ઓછું
AC Temperature: દર મહિને વધતું વીજળીનું બિલ તમને ચિંતા કરાવતું હોય તો આજે તમને એસીના ટેમ્પરેચરનું ખાસ સિક્રેટ જણાવી દઈએ. એસીને તમે આ ટેમ્પરેચર પર ચલાવશો તો વીજળીનું બિલ પણ ઓછું આવશે અને કૂલિંગ પણ સારું થશે.
Trending Photos
AC Temperature: એસીના ટેમ્પરેચરને લઈને અલગ અલગ વાતો પ્રચલિત છે. લોકોનું કહેવું છે કે એસીને મેક્સિમમ ડાઉન ટેમ્પરેચર પર રાખવું નહીં. તેનાથી લાઈટ બિલ વધારે આવે છે. તો પછી એસીને કયા ટેમ્પરેચર પર રાખવાથી લાઈટ બિલ ઓછું આવે અને કુલિંગ પણ મળે ? જો આ પ્રશ્ન તમને પણ થતો હોય અને દર મહિને વધતું વીજળીનું બિલ તમને ચિંતા કરાવતું હોય તો આજે તમને એસીના ટેમ્પરેચરનું ખાસ સિક્રેટ જણાવી દઈએ. એસીને તમે આ ટેમ્પરેચર પર ચલાવશો તો વીજળીનું બિલ પણ ઓછું આવશે અને કૂલિંગ પણ સારું થશે.
એસીનું આદર્શ તાપમાન
ઓછા તાપમાન પર જો તમે એસી ચલાવો છો તો વીજળીનું બિલ વધારે આવે છે. પરંતુ એસીને 24 થી 26 પર ચલાવવાથી તે સારી રીતે કામ કરે છે અને ઇલેક્ટ્રિસિટીનો પણ ઓછો ઉપયોગ થાય છે. આમ પણ વધારે પડતું ઠંડુ તાપમાન શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમે એસીને 24 થી 26 વચ્ચે ચલાવો છો તો તે શરીર માટે પણ આરામદાયક રહે છે આ ટેમ્પરેચર પર એટલું કુલિંગ થાય છે કે તમે સારી ઊંઘ લઈ શકો છો. આ ટેમ્પરેચરમાં રૂમ બહુ ઠંડો પણ નહીં થાય અને તમે આરામદાયક મહેસૂસ થશે. આ ટેમ્પરેચરમાં ગરમી થવાની પણ ફરિયાદ પરિવારમાંથી કોઈ નહીં રહે...
જો એસીના વધારે ટેમ્પરેચર પર રાખવામાં આવે તો ઠંડી હવા ત્વચા અને વાળને ડ્રાય બનાવી શકે છે. પરંતુ આદર્શ તાપમાન એટલે કે 24 થી 26 વચ્ચે તાપમાન રાખવાથી વાળ અને ત્વચા પણ સ્વસ્થ રહે છે.
એસીનું કુલિંગ વધારવાની
એસી સાથે પંખો ચાલુ રાખવાથી હવાનો પ્રવાહ સારી રીતે પ્રસરે છે. એસી સાથે પંખો ચાલુ રાખવાથી ઓછા તાપમાનમાં પણ આખો રૂમ ઝડપથી ઠંડો થઈ જાય છે. એસી ચાલુ કરો ત્યારે રૂમના દરવાજા અને બારી જ નહીં પરંતુ પડદા પણ બંધ કરી દેવા.
જો તમારું એસી દસ વર્ષથી વધારે જૂનું છે તો તેને બદલીને નવું એસી ફીટ કરાવવા પર વિચાર કરો કારણકે એસી જેમ જૂનું થશે તેમ તે વધારે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરે છે. આ સિવાય એસીના ફિલ્ટરને નિયમિત રીતે સાફ કરતા રહો જેથી એસી બરાબર કામ કરતું રહે. સમયાંતરે એસીની સર્વિસ પણ કરાવી લેવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે