નવી દિલ્હીઃ Jio Cinema Multi Year Deal: જિયો સિનેમાએ એક મોટો દાંવ રમ્યો છે, જેનાથી હોટસ્ટારનો ધંધો બંધ થઈ શકે છે. હકીકતમાં જિયો સિનેમાએ Warner Bros અને  HBO ની સાથે મલ્યી યર ડીલ કરી છે. આ ડીલમાં Warner Bros અને  HBO ના કન્ટેન્ટને ભારતમાં જિયો સિનેમા પર દેખાડવામાં આવશે. તેવામાં જિયો યૂઝર્સ જિયો સિનેમા પર ગેમ્સ ઓફ થ્રોન્સ અને હેરી પોટર સિરીઝ, ડિસ્કવરી જેવી શાનદાર મૂવી અને શોની મજા માણી શકશે. આ દરેક મૂવી અને શો પહેલાં હોટસ્ટાર પર હાજર હતા. તેવામાં જાણકાર માને છે કે હોટસ્ટાર પાસેથી આટલી મોટી ડીલ છીનવાઈ ગયા બાદ ભારતમાં hotstar નું કોઈ મહત્વ રહી જશે નહીં. સાથે જિયો સિનેમા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયો સિનેમાએ આપ્યો ઝટકો
નોંધનીય છે કે આ પહેલાં હોટ સ્ટાર પર આઈપીએલનું પ્રસારણ થતું હતું, જેને જિયો સિનેમાએ છીનવી લીધુ હતું, તેનાથી હોટ સ્ટારને મોટું નુકસાન થયું છે. પરંતુ HBO, Warner Bros ની ડીલ છીનવાયા બાદ હોટસ્ટારે તેનું મહત્વ ગુમાવી દીધુ છે. આ કારણ છે કે ટ્વિટર પર યૂઝર્સ હોટસ્ટાર એપને અનઇન્સ્ટોલ કરવાની વાત કહી રહ્યાં છે. આ ડીલ બાદ હોટસ્ટાર ટ્વિટરના ટોપ ટ્રેન્ડિંગ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે. 


આ પણ વાંચોઃ Car Tips: પંચર થયા વગર જ ટાયરમાંથી નિકળે છે હવા? જાણો શું છે તેનું કારણ


જિયો સિનેમા પેડ સબ્સક્રિપ્શન
જિયો સિનેમા હાલ સંપૂર્ણ રીતે ફ્રી છે. કોઈપણ યૂઝર્સ પોતાના મોબાઇલમાંમાં જિયોસિનેમાને ફ્રીમાં ઈન્સ્ટોલ કરી મજા માણી શકે છે. પરંતુ આઈપીએલ બાદ કંપની જિયો સિનેમાને પેડ સબ્સક્રિપ્શનને લોન્ચ કરી શકે છે.  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube