Jio 999 પ્લાન! વારેવારે રિચાર્જની ચિંતા નહીં, આખા પરિવાર માટે ડેટા-કોલિંગ, Netflix, Amazon Prime બધુ ફ્રી
જો તમે આખા વર્ષ માટે રિચાર્જિંગમાંથી બ્રેક લેવા માગો છો, તો Jioના રિચાર્જ પ્લાન શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો તરફથી એક ફેમેલી પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. આ એક પોસ્ટપેડ પ્લાન છે. જે 999 રૂપિયામાં આવે છે. આ પ્લાનમાં સિંગલ રિચાર્જમાં આખા પરિવાર માટે ડેટા, કોલિંગ અને OTT એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળી જાય છે. સાથે ઘણી અન્ય પ્રકારની સુવિધાઓ ઓફર કરવામાં આવે છે. જિયોના ફેમેલી પ્લાનમાં એક રિચાર્જમાં પરિવારના વધુ બે લોકોને જોડી શકશો. આવો આ પ્લાન વિશે વિગતવાર માહિતી મેળવીએ.
જિયોના ફેમેલી પ્લાન માટે તમારે ઓછામાં ઓછા 599 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. જ્યારે આ પ્લાનમાં પરિવારના એક અન્ય પ્લાનને એડ કરી શકાશે.
જિયો 599 પ્લાન
આ પ્લાનમાં યૂઝર્સને દરેક બિલિંગ સાઇકલિંગમાં 100GB ડેટા ઓફર કરવામાં આવે છે. ડેટા લિમિટ પૂરી થવા પર 10 રૂપિયા પ્રતિ જીબી પ્રમાણે ચાર્જ લેવામાં આવશે. સાથે આ પ્લાનમાં 200GB ડેટા રોલઓવરની સુવિધા પણ મળશે. સાથે અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100SMS ની સુવિધા મળે છે. આ પ્લાનમાં Netflix ની સાથે એક વર્ષ માટે Amazon Prime નું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
આ પણ વાંચોઃ એક લિંક ખોલી અને ખાતું થઈ ગયું ખાલી, 3 દિવસમાં 40 બેંક ખાતેદારોને લાગ્યો ચૂનો
જિયો 799નો પ્લાન
આ પ્લાનમાં યૂઝર્સને 150GB ડેટાની સાથે એક વર્ષની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં બે યૂઝર્સને એડ કરી શકાય છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગની સાથે ડેલી ફ્રી 100 SMS ની સાથે આવે છે.
જિયોનો 999 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં ઓટીટી એપ્સનું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. તેમાં ઘરના ચાર લોકોને એડ કરી શકાય છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ અને ડેલી ડેટાની સાથે આવે છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 100 SMS ની સુવિધા આપવામાં આવે છે. સાથે ઓટીટી નું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
આ પણ વાંચોઃ જબરદસ્ત હાઈ-ટેક ફીચર્સ સાથે નવી Hero Super Splendor લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube