જબરદસ્ત હાઈ-ટેક ફીચર્સ સાથે નવી Hero Super Splendor લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

દિગ્ગજ ટુ-વ્હીલર નિર્માતા કંપની હીરોએ નવા અંદાજમાં સુપર સ્પ્લેન્ડર લોન્ચ કરી છે. તે Honda Shine, TVS Raider અને Bajaj CT 125X જેવી બાઈક સાથે સ્પર્ધા કરશે.

જબરદસ્ત હાઈ-ટેક ફીચર્સ સાથે નવી Hero Super Splendor લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

નવી દિલ્હીઃ દેશની સૌથી પસંદીદા 100CC બાઈક એવી હીરો સ્પ્લેન્ડર વધુ એક નવા અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે. હીરો કંપનીએ 2023નું સુપર સ્પ્લેન્ડર XTEC BS6 ફેઝ-2 લોન્ચ કર્યું છે. નવી સુપર સ્પ્લેન્ડર XTEC BS6 ફેઝ IIની કિંમત હાલના મોડલ કરતા વધારે હોવાની અપેક્ષા છે. તે Honda Shine, TVS Raider અને Bajaj CT 125X જેવી બાઈક સાથે સ્પર્ધા કરશે.

નવું શું છે બાઈકમાં નવું-
નવી સુપર સ્પ્લેન્ડરમાં LED હેડલાઈટ અને LED DRL આપવામાં આવી છે. જે ઈન્ટીગ્રેટેડ લો બીમ અને હાઈ બીમ સાથે 2 લેવલની LED હેડલાઈટથી સજ્જ હશે. હેડ લાઈટના બે ભાગોને મધ્યમાં LED DRL લગાવવામાં આવી આવે છે. LED DRL હંમેશા ચાલુ રહે છે. ટર્ન ઈન્ડિકેટર અને ટેલ લેમ્પને હેલોજન બલ્બ મળે છે. આગળના ભાગમાં અપડેટેડ લાઈટિંગની સાથે, હેડલાઇટ કાઉલ અને વાઈઝરને પણ અપડેટ કરવામાં આવ્યા છે. તેને ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ કોન્સોલનું અપડેટ પણ મળ્યું છે.

શું છે અન્ય ફીચર્સ- 
ડિજિટલ સ્પીડોમીટરમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી છે અને તેનો ઉપયોગ વપરાશકર્તાઓના સ્માર્ટફોન સાથે જોડાણ કરવામાં આવે ત્યારે કૉલ્સ અને SMS એલર્ટ માટે થઈ શકે છે. વપરાશકર્તાઓ રીઅલ ટાઇમ માઈલેજ અને અન્ય માહિતી જેમ કે સાઈડ સ્ટેન્ડ, હાઈ બીમ અને i3S જોઈ શકે છે. લાઈટિંગ સેટઅપ અને નવા ફુલ્લી ડિજિટલ સ્પીડોમીટરમાં ફેરફાર સાથે, નવા સુપર સ્પ્લેન્ડર XTEC BS6 ફેઝ II મોડલની વાયરિંગ હાર્નેસ પણ બદલાઈ ગઈ છે. ડિજિટલ સ્પીડોમીટરની આસપાસના વિસ્તારોને અપડેટ કરવામાં આવ્યા છે અને USB ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવ્યું છે. ફ્યુલ ટેંક પર સુપર સ્પ્લેન્ડર લોગો 3D ડિઝાઈન સાથે આવે છે. એક્ઝોસ્ટ પાઈપ અપડેટ કરવામાં આવ્યું છે અને તે હવે આઉટગોઈંગ મોડલ કરતાં પતલું છે. 

સુપર સ્પ્લેન્ડર XTEC BS6 ફેઝ II પર્ફોર્મન્સ એન્જિન એ જ રહે છે, પરંતુ BS6 ફેઝ II એમિશન નોર્મ્સને પહોંચી વળવા અપડેટ કરવામાં આવ્યું છે. આ બાઇક 124.7cc એર-કૂલ્ડ મોટર દ્વારા સંચાલિત છે જે મહત્તમ 10.7 bhp પાવર અને 10.6 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. નવી Splendor Xtec E20 ઈથેનોલ-બ્લેન્ડ ઈંધણને સપોર્ટ કરે છે. એન્જિનને E20 ઈંધણ સાથે સુસંગત બનાવવા માટે તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. Hero Super Splendor XTEC BS6 ફેઝ II આશરે 60 kmpl કરતા વધુની માઇલેજ આપી શકે છે. જ્યારે ભારે ટ્રાફિકમાં, માઇલેજ લગભગ 50 kmpl કરતાં વધુ હોઈ શકે છે. તેની કિંમતો આગામી દિવસોમાં જાહેર કરવામાં આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news