નવી દિલ્હી: જો તમે પણ ઓછા રૂપિયાના રિચાર્જમાં મહિનાભર માટે અનલિમિટેડ ઈન્ટરનેટ(UNLIMITED INTERNET)નો લાભ લેવા માગતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. દેશની દિગ્ગજ ટેલિકોમ કંપની જિયોએ (JIO) હાલમાં પોતાનો સસ્તો પ્રિપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આવો જાણીએ શું છે જિયોના આ પ્લાની ખાસિયત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોનો પ્લાન
જિયોના પ્લાનની કિંમત માત્ર 329 રૂપિયા છે. રિચાર્જ કરતા ગ્રાહકને 6GB હાઈ સ્પીડ ઈન્ટરનેડ ડેટા, અનલિમિટેડ કોલિંગ, 100 SMSનો લાભ મળશે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસ છે. હાઈ સ્પીડ ડેટાની લિમિટ પૂર્ણ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ 64kbps રહેશે. એટલે કે 6GB ડેટા પૂર્ણ થયા બાદ પણ ઈન્ટરનેટ ચાલું રહેશે. માત્ર સ્પીડ તેની ઘટી જશે.


આ પણ વાંચો:- WhatsApp માં આ રીતે પોતાને સેન્ડ કરો મેસેજ, નોટ્સ બનાવવામાં ઘણું ઉપયોગી છે આ ફિચર


વોડાફોન-આઈડિયાનો પ્લાન
જો તમે VIના ગ્રાહક છો તો તમારે 379 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. આ પ્લાન અંતર્ગત તમને 84 દિવસની વેલિડિટી સાથે 6GB ડેટા આપવામાં આવશે. આ સાથે જ અનલિમિટેડ કોલિંગ, 1000 SMS અને VI મુવિઝ અને ટીવીને પણ તમે એક્સેસ કરી શક્શો.


આ પણ વાંચો:- WhatsApp માં છે કમાલના આ 5 ફિચર્સ, હવે ચેટિંગની મજા થઈ જશે ડબલ


એરટેલનો પ્લાન
એરટેલના ગ્રાહકોને પણ 379નું રિચાર્જ કરાવવું પડશે. જેમાં ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી સાથે 6GB ડેટા આપવામાં આવશે. આ સાથે જ એરટેલ ગ્રાહકોને એમઝોન પ્રાઈમ વીડિયો મોબાઈલ એડિશન માટે પણ એક્સેસ આપે છે. અન્ય ફાયદાની વાત કરીયે તો આ પ્લાનમાં AIRTEL XSTREAM, WYNK MUSIC, FREE HELLO TUNES, SHAW ACADEMY ONLINE COURSE અને ફાસ્ટેગ(FASTAG)માં કેશબેક પણ આપવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube