WhatsApp માં આ રીતે પોતાને સેન્ડ કરો મેસેજ, નોટ્સ બનાવવામાં ઘણું ઉપયોગી છે આ ફિચર
વોટ્સએપ (WHATSAPP) બહુ પ્રખ્યાત ઈન્સ્ટેન્ટ મેસેજિંગ એપ છે. વોટ્સએપમાં અનેક ફિચર્સ આપવામાં આવ્યા છે. તેમાં વધુ એક ફિચર પોતાના માટે નોટ બનાવવાનું છે. કંપની તરફથી આ ફિચરની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી
Trending Photos
નવી દિલ્હી: વોટ્સએપ (WHATSAPP) બહુ પ્રખ્યાત ઈન્સ્ટેન્ટ મેસેજિંગ એપ છે. વોટ્સએપમાં અનેક ફિચર્સ આપવામાં આવ્યા છે. તેમાં વધુ એક ફિચર પોતાના માટે નોટ બનાવવાનું છે. કંપની તરફથી આ ફિચરની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. આ ફિચર અન્ય મેસેજિંગ એપમાં પણ ઉપલબ્ધ છે. આ ફિચરથી તમે જાતે નોટ બનાવી શકો છો.
WHATSAPPમાં અનેક પ્રકારના મેસેજ મોકલવાના ફિચર છે. તમે મેસેજ સાથે ઓડિયો, વીડિયો, નોટ્સ, ફોટો કોઈ પણ યુઝરને મોકલી શકો છો. નોટમાં તમે કોઈ પણ જરૂરી વાત લખી શકો છો. આ ફિચર વોટ્સએપ તરફથી ઓફિશિયલી જાહેર કરવામાં આવ્યું નથી. WHATSAPP પર તમે પોતાના માટે પણ નોટ બનાવી શકો છો. આ માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે. અહીં અમે તમને એ સ્ટેપ્સ બતાવીશું જેને ફોલો કર્યા બાદ તમે સરળતાથી વોટ્સએપમાં નોટ બનાવી શક્શો.
વોટ્સએપમાં નોટ સેન્ડ કરવા માટે તમારે તમારા ફોન અથવા PCમાં કોઈ બ્રાઉઝર ઓપન કરવું પડશે. બ્રાઉઝરના એડ્રેસ બારમાં wa.me// અને તમારો મોબાઈલ નંબર નાખવો પડશે. મોબાઈલ નંબર ઈન્ટરનેશનલ ફોર્મેટમાં હોવો જરૂરી છે. એટલે કે જો તમે ઈન્ડિયામાં છો તો મોબાઈલ નંબર પહેલા 91 લગાવવું પડશે.
ઉદાહરણ તરીકે તમારે એડ્રેસ બારમાં wa.me//91xxxxxxxxxx લખવું પડશે. ત્યારબાદ એક પ્રોમ્પ્ટ આવશે. આ પ્રોમ્પ્ટમાં WHATSAPP ઓપન કરવા માટે કહેવામાં આવશે. આમાં તમારા ચેટ પણ ઓપન થશે. તમારું પ્રોફાઈલ પિક્ચર પણ ચેટમાં દેખાશે. ત્યારબાદ હવે તમે કોઈ પણ યુઝરને મેસેજ મોકલી શકો છો. આ ફિચરમાં તમે કોઈ પણ નોટ પણ મોકલી શકો છો. આ સિવાય તમે કોઈ પણ ફોટો કે વીડિયોને સેવ કરવા માટે સેન્ડ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે