WhatsApp માં છે કમાલના આ 5 ફિચર્સ, હવે ચેટિંગની મજા થઈ જશે ડબલ

WhatsApp આજકાલ આપણી લાઈફનું મહત્વપૂર્ણ અંગ બની ચુક્યું છે. ઘરથી લઈને ઓફિસના દરેક ચેટિંગ હવે WhatsApp પર જ થાય છે. WhatsAppમાં નોર્મલ ચેટિંગ સિવાય પણ કેટલાય શાનદાર ફિચર્સ છે. જાણકારીનો અભાવ હોવાના કારણે મોટા ભાગના યૂઝર્સ આ ફિચર્સનો ઉપયોગ કરી શકતા નથી.

Updated By: Apr 16, 2021, 08:40 AM IST
WhatsApp માં છે કમાલના આ 5 ફિચર્સ, હવે ચેટિંગની મજા થઈ જશે ડબલ

ઝી બ્યૂરો, અમદાવાદઃ WhatsApp આજકાલ આપણી લાઈફનું મહત્વપૂર્ણ અંગ બની ચુક્યું છે. ઘરથી લઈને ઓફિસના દરેક ચેટિંગ હવે WhatsApp પર જ થાય છે. WhatsAppમાં નોર્મલ ચેટિંગ સિવાય પણ કેટલાય શાનદાર ફિચર્સ છે. જાણકારીનો અભાવ હોવાના કારણે મોટા ભાગના યૂઝર્સ આ ફિચર્સનો ઉપયોગ કરી શકતા નથી.

Google કરી રહ્યું છે તમારી જાસૂસી, થઈ જજો સાવધાન નહીં તો થશે મોટું નુકસાન

સામાન્ય રીતે WhatsAppનો ઉપયોગ તો દરેક લોકો કરતા હોય છે પરંતુ આજે અમે તમને એવા ફિચર્સના વિશે જણાવા જઈ રહ્યા છે જેને જાણીને તમારું WhatsApp જોરદાર થઈ જશે. તમે પોતે વધુ ચેટિંગ કરવાનું પસંદ કરશો. આજે અમે તમને બતાવીશું 5 એવા WhatsApp Features જે તમારી ચેટિંગને વધારે રસપ્રદ બનાવશે.

મેસેજ મોકલવા નંબર સેવ કરવાની જરૂર નથી
WhatsApp મેસેજ મોકલવા નંબર સેવ કરવાની જરૂર નથી. આ માટે તમારે બ્રાઉઝર પર https://api.whatsapp.com/send?phone=XXXXXXXXXXX લિંકને પેસ્ટ કરવી પડશે. આ XXXની જગ્યાએ કોડ અને ફોન નંબર નાખવો ત્યાર પછી તમને Message +91XXXXXXXXXXX on WhatsApp નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરી મેસેજ મોકલી શકાય છે.

Last Seen છુપાવવું પણ છે સરળ
WhatsAppનું એક શાનદાર ફિચર એ પણ છે કે, તમે જ્યારે પણ કોઈની સાથે વાત કરો છો તો લાસ્ટ કયા ટાઈમે ઓનલાઈન રહ્યા છે તે જાણી શકાય છે. સામાન્ય વાત છે કે બીજા યૂઝર્સ પણ તમારુ Last Seen જોતા હશે. જો તમે એવું ઈચ્છતા હોવ કે તમારું Last Seen કોઈ જોઈ ન શકે તો એ શક્ય છે. WhatsAppમાં રાઈટ સાઈડમાં ઉપર આપવામાં આવેલા ત્રણ ડોટ આઈકોન પર ટેપ કરો ત્યાર પછી સેટિંગમાં જવું. એકાઉન્ટમાં જઈને પ્રાઈવસી પર ક્લિક કરવું. લાસ્ટ સીન પર જઈને Everyone, My contacts, Nobody પર ટેપ કરવું.

Gratuity શું છે? તેની ગણતરી કઈ રીતે થાય છે? જાણો કયા કર્મચારીઓ ઉઠાવી શકે છે તેનો લાભ?

કોઈને પણ Block કરી શકો છો
એવું નથી કે તમારા WhatsApp કોન્ટેક્ટમાં હોય તેટલા લોકો સાથે ચેટ કરવી જરૂરી છે. જો તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરવા નથી માગતા તો Blockનો ઓપ્શન છે. તમે તેના માટે તમે ચેટ વિન્ડોમાં સૌથી ઉપર ત્રણ ડોટ્સને દબાવવું. હવે અહીંયા તમને Moreનું ઓપ્શન મળશે જેના પર ક્લિક કરો. અહીં Block પર ક્લિક કરો.

Font બદલી શકો છો
તમે કેટલીક વાર WhatsApp પર બોલ્ડ અને ઈટાલિક ફોન્ટ જોયા હશે. પહેલી નજરમાં એવું લાગે છે કે કોઈ થર્ડ પાર્ટી એપની મદદથી WhatsApp પર આવા ફોન્ટ વપરાયા છે. આ બધા ફોન્ટ WhatsAppમાં જ છે. જો તમે કોઈને બોલ્ડમાં TEXT લખવા ઈચ્છો છો તો તમારે TEXTની આગળ-પાછળ * લગાવું પડશે. ઈટાલિક TEXT માટે આગળ-પાછળ_ લગાવવાનું રહેશે.

Hackers ઉઠાવી રહ્યાં છે કમજોરીનો લાભ, આ રીતે તમારું WhatsApp Account કોઈપણ કરાવી શકે છે બંધ

WhatsApp Live Location
WhatsApp માં કોઈની સાથે લોકેશન શેર કરવાનું મોટા ભાગના લોકો જાણે છે પરંતુ હજુ પણ મોટા ભાગના લોકો WhatsAppમાં Live Locationનો ઉપયોગ નથી કરતા. તમે કોઈને પણ લોકેશન બતાવવાની જગ્યાએ જાતે પણ ડાયરેક્શન બતાવી શકો છો આ માટે બીજા યૂઝર્સને પોતાનું Live Location શેર કરવાનું કહો પછી તેને Real Time લોકેશન બતાવી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube