Jio Rs 153 વાળો પ્લાન બંધ થવાથી નિરાશ છો તમે? આ છે બેસ્ટ વિકલ્પ
153 રૂપિયાનો આ રિચાર્જ પ્લાનને જુલાઈ 2017માં રજૂ કરવામાં આવ્યો અને ફેબ્રુઆરી 2018માં 49 રૂપિયાના પ્રીપેડ પ્લાનની સાથે-સાથે અપડેટ કરવામાં આવ્યો હતો. તેમાં Jio Phone યૂઝર્સને દરરોજ અનલિમિટેડ વોયસ કોલિંગ અને 100 એસએમએસ મેસેજ પણ આપવામાં આવતા હતા.
નવી દિલ્હીઃ જીયોએ પોતાના પ્લાનમાં ફેરફાર કરતા હવે 153 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન બંધ કરી દીધો છે. જો તમે અત્યાર સુધી આ રિચાર્જ પ્લાન કરાવતા હતા તો હવે તમારે તેના સ્થાને બીજા પ્લાનની પસંદગી કરવી પડશે. Jio Phoneના 153 રૂપિયાના આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં દરરોજ 1.5 જીબી હાઈ-સ્પીડ ડેટા પ્રોવાઇડ કરવામાં આવતો હતો. આ પ્લાનની વેલિડિટી 29 દિવસની હતી.
153 રૂપિયાનો આ રિચાર્જ પ્લાનને જુલાઈ 2017માં રજૂ કરવામાં આવ્યો અને ફેબ્રુઆરી 2018માં 49 રૂપિયાના પ્રીપેડ પ્લાનની સાથે-સાથે અપડેટ કરવામાં આવ્યો હતો. તેમાં Jio Phone યૂઝર્સને દરરોજ અનલિમિટેડ વોયસ કોલિંગ અને 100 એસએમએસ મેસેજ પણ આપવામાં આવતા હતા. જીયો દ્વારા પાછલા વર્ષે ઇન્ટરકનેક્ટ યૂસેઝ ચાર્જ (IUC) બાદ લગાવવામાં આવેલ ઓફ-નેટ ડોમેસ્ટિક વોયસ કોલ પર લાગનારા ચાર્જ બાદ નવો ફેરફાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ માત્ર 2.08 રૂપિયામાં દરરોજ 1 GB ડેટા, વોડાફોન-આઇડિયા Viનો દમદાર પ્રીપેડ પ્લાન
શું છે બીજો બેસ્ટ વિકલ્પ?
જો તમે અત્યાર સુધી જીયોનું 153 રૂપિયાનું પ્રીપેડ રિચાર્જ કરાવતા હતા તો તમારા માટે વિકલ્પ તરીકે સૌથી સારો વિકલ્પ જીયોનો 155 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન છે. પરંતુ આ પ્લાનમાં દરરોજ 1જીબી હાઈ-સ્પીડ ડેટા મળે છે, જ્યારે તેનાથી વિપરીત પહેલા વાળા પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા મળતો હતો. આ સિવાય પ્લાનમાં અનલિમિડેટ કોલિંગ મળે છે. જો વેલિડિટીની વાત કરો તો 155 રૂપિયા વાળા આ પ્લાની વેલિડિટી 28 દિવસની છે.
Jiophoneના અન્ય ઉપલબ્ધ પ્લાનઃ આ સિવાય ફોન માટે જીયોના ત્રણ અન્ય પ્રીપેડ રિચાર્જ પ્લાન પણ ઉપલબ્ધ છે. જો આ પ્લાનની જાણકારીની વાત કરવામાં આવે તો તે કિંમત અનુસાર આ પ્રકારે છે. જીયો ફોન માટે 75 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં 0.1GB ડેટા મળે છે. આ સાથે વોયસ કોલિંગની વાત કરી તો અનિલમિટેડ મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
આ પણ વાંચોઃ Reliance Jioનો નવો શાનદાર પ્લાન, માત્ર આટલા રૂપિયામાં 336 દિવસ સુધી અનલિમિટેડ કોલ અને ડેટા
આ સિવાય 125 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પ્લાનની વાત કરવામાં આવે તો દરરોજ 0.5જીબી ડેટા મળે છે. આ સિવાય પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
જીયો ફોન માટે સૌથી વધુ કિંમત વાળો 185 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન પણ છે. આ પ્લાનમાં 2જીબી ડેટા પ્રતિદિન મળે છે. આ પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી આપવામાં આવે છે અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. જો તમે જીયો ફોનમાં રિચાર્જ કરાવવાનો પ્લાન બનાવવાનું વિચારી રહ્યાં છો તો પોતાની જરૂરીયાત અનુસાર આ પ્લાનમાંથી કોઈ એકની પસંદગી કરી શકો છો.
ટેક્નોલોજીના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube