માત્ર 2.08 રૂપિયામાં દરરોજ 1 GB ડેટા, વોડાફોન-આઇડિયા Viનો દમદાર પ્રીપેડ પ્લાન

જો તમે વીઆઈનું 699 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તમને 84 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 4 GB ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને Vi Movies & TV appનું સબ્સક્રિપ્શન મળે છે.   

Updated By: Jan 15, 2021, 08:08 PM IST
માત્ર 2.08 રૂપિયામાં દરરોજ 1 GB ડેટા, વોડાફોન-આઇડિયા Viનો દમદાર પ્રીપેડ પ્લાન

નવી દિલ્હીઃ Vodafone-Idea (Vi), Reliance Jio અને Airtel માંથી કોનો પ્રીપેડ રિચાર્જ પ્લાન સૌથી સારો (Best Recharge Plan) છે, આ વાતને લઈને હંમેશા ચર્ચા થતી રહે છે અને અલગ-અલગ માપદંડ પર આ ત્રણેય ટેલિકોમ નેટવર્ક સારા છે અને તેના કરોડો યૂઝર્સ છે. પરંતુ વોડાફોન-આઈડિયાનો એક દમદાર પ્રીપેડ પ્લાન છે, જેમાં યૂઝર માત્ર 2 રૂપિયા 8 પૈસા એટલે કે 2.08 રૂપિયામાં દરરોજ એક જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 મેસેજ,  OTT સબ્સક્રિપ્શન સહિત અન્ય ફાયદા મેળવી શકે છે. આવો જાણીએ વોડાફોન-આઇડિયાના આ ખાસ પ્રીપેડ રિચાર્જ પ્લાન વિશે.

Vodafone Idea Rs 699 Prepaid Plan
વોડાફોન-આઇડિયા (Vi)નો એક પોપ્યુલર પ્લાન છે, જે 699નો છે. આ પ્લાનમાં યૂઝર્સને લાભ જ લાભ છે. જો તમે વીઆઈનું 699 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તમને 84 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 4 GB ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને Vi Movies & TV appનું સબ્સક્રિપ્શન મળે છે. 

આ પણ વાંચોઃ Reliance Jioનો નવો શાનદાર પ્લાન, માત્ર આટલા રૂપિયામાં 336 દિવસ સુધી અનલિમિટેડ કોલ અને ડેટા

હકીકતમાં વોડાફોન-આઇડિયાના આ પ્લાનમાં યૂઝર્સને ડબલ ડેટા બેનિફિટ્સ મળે છે. કારણ કે આ પ્રીપેડ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે તો અમે તેના 84ને 4 ગણા કરીએ તો થાય છે 336 જીબી. એટલે કે યૂઝર્સને 699 રૂપિયાના રિચાર્જ પર 336 જીબી ડેટા મળે છે, એટલે કે દરરોજના હિસાબે માત્ર 2 રૂપિયા 8 પૈસામાં એક જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ સહિત અન્ય સુવિધાઓ. 

આ પણ વાંચોઃ જીયોએ ગ્રાહકોને આપ્ટો ઝટકો

Jio અને Airtelથી આ મામલામાં શાનદાર
વોડાફોન-આઇડિયાનો આ પ્લાન ખુબ યોગ્ય છે, જેમાં યૂઝર્સને લાભ જ લાભ છે અને આશરે 3 મહિના માટે બંપર ડેટા અને વારંવાર રિચાર્જથી છૂટકારો. તો Viના આ રિચાર્જ પ્લાનની આસપાસ એરટેલ અને જીયોના પ્રીપેડ રિચાર્જ પ્લાન જોઈએ તો એરટેલના 698 રૂપિયાના પ્લાનમાં વેલિડિટી ભલે 84 દિવસની હોય, પરંતુ યૂઝર્સને દરરોજ 2 જીબી ડેટા મળે છે. તેવામાં પ્રતિ જીબી ડેટા કોસ્ટ પડે છે 4.15 રૂપિયા. તો જીયો 599 રૂપિયામાં 84 દિવસની વેલિડિટી સાથે પ્રીપેડ પ્લાન ઓફર કરી રહ્યું છે, જેમાં યૂઝર્સને દરરોજ 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં યૂઝર્સે એક જીબી માટે 3.56 રૂપિયા ચુકવવા પડે છે. 
 

ટેક્નોલોજીના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube