જિયો યૂઝર્સે જમા કરાવવી પડશે ₹1800 સુધી સિક્યોરિટી ડિપોઝિટ, ત્યાર મળશે આ ફાયદા
TRAI ની વેબસાઇટ પર જોવા મળ્યું છે કે નવી રેગ્યુલેટરી ફાઇલિંગમાં કહેવામાં આવ્યું છે કે જિયો પોસ્ટપેડ પ્લસની મેમ્બરશિપ લેનાર યૂઝર્સને એક નક્કી રકમ તરીકે સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવી પડશે.
નવી દિલ્હી: રિલાયન્સ જિયો તરફથી તાજેતરમાં જ Postpaid Plus ની સર્વિસ અનાઉન્સ કરવામાં આવી છે અને તેના પ્લાન્સ 399 રૂપિયાથી માંડીને 14,99 રૂપિયા સુધી જાય છે. આ પ્લાન્સ સબ્સક્રાઇબર્સને અનલિમિટેડ ટોકટાઇમ બેનિફિટ્સ ઉપરાંત ડેટા રોલઓવરની સુવિધા અને ફેમિલી એડ-ઓન SIM ફેસિલિટી પણ આપે છે. જોકે TRAI ની વેબસાઇટ પરથી સમે આવ્યું છે કે આ પોસ્ટપેડ પ્લાન્સનું સબ્સક્રિપ્શન આપનાર જિયો યૂઝર્સને સિક્યોરિટી ડિપોઝિટ પણ જમા કરાવવી પડશે. યૂઝર્સને 500 રૂપિયાથી માંડીને 1800 રૂપિયા સુધી સિક્યોરિટી ડિપોઝિટની માફક જમા કરાવવી પડશે.
રિલાયન્સ જિયો ગત મહિને પાંચ પોસ્ટપેડ પ્લસ પ્લાન્સ લાવ્યા છે, જેમાં ઇન-ફ્લાઇટ કનેક્ટિવિટી પેક્સ અને ઇન્ટરનેશનલ રોમિંગ ઓપ્શન્સ પણ આપવામાં આવ્યા છે. TRAI ની વેબસાઇટ પર જોવા મળ્યું છે કે નવી રેગ્યુલેટરી ફાઇલિંગમાં કહેવામાં આવ્યું છે કે જિયો પોસ્ટપેડ પ્લસની મેમ્બરશિપ લેનાર યૂઝર્સને એક નક્કી રકમ તરીકે સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવી પડશે. જોકે રિલાયન્સ જિયોની વેબસાઇટ પર આવી સિક્યોરિટી ડિપોઝિટનો ઉલ્લેખન નથી અને TRAI ની સાઇટ પર પણ નાના અક્ષરોમાં લખવામાં આવ્યું છે.
કયા પ્લાન પર કેટલી સિક્યોરિટી?
સામે આવેલી ડીટેલ્સ અનુસાર 3,99 રૂપિયાવાળા પોસ્ટપેડ પ્લાનના સબ્સક્રાઇબર્સને 500 રૂપિયા સિક્યોરિટી, 599 રૂપિયાવાળા પ્લાન લેનાર યૂઝર્સને 750 રૂપિયા સિક્યોરિટી, 799 રૂપિયાવાળો પ્લાન લેનારને 100 રૂપિયા સિક્યોરિટી અને 999 રૂપિયાથી રિચાર્જ કરાવનાર કસ્ટમર્સને 1200 રૂપિયા સિક્યોરિટી જમા કરાવવી પડશે. સૌથી પ્રીમિયમ 14,99 રૂપિયાવાળા જે યૂઝર્સ લેશે, તેમને સૌથી વધુ 1800 રૂપિયા સિક્યોરિટી પેઠે ડિપોઝિટ ચૂકવવી પડશે. સ્પષ્ટ છે કે આ પ્લાન્સ સાથે જમા થનાર સિક્યોરિટીનો યૂઝર્સને મળે રહેલા બેનિફિટ્સ સાથે કોઇ લેવાદેવા નથી.
ધણા પ્લેટફોર્મ્સનું ફ્રી સબ્સક્રિપ્શન
વોઇસ કોલ્સ અને ડેટા બેનિફિટ્સ ઉપરાંત જિયો પોસ્ટપેડ પ્લસ યૂઝર્સને ઘણા ઓટીટી પ્લેટફોર્મ્સ જેમ કે Netflix, Amazon Prime Video અને Disney+ Hotstar VIP નું સબ્સક્રિપ્શન પણ મળશે. આ ઉપરાંત જિયોની તમામ એપ્સનું ફ્રી એક્સેસ પણ યૂઝર્સને ઓફર કરવામાં આવી રહ્યું છે. સાથે જ ઘણા સિલેક્ટેડ પ્લાનના બેનિફિટ જિયો પોસ્ટપેડ પ્લસ સબ્સક્રાઇબર પોતાના ફેમિલી મેંબર્સને 250 રૂપિયા એક્સ્ટ્રા આપી શકો છો. કંપનીના સૌથી પ્રીમિયમ પ્લાન 1499 રૂપિયામાં 300GB ડેટા, 500GB ડેટા રોલ ઓવર, અનલિમિટેડ વોઇસ અને બાકી બેનિફિટ્સ આપે છે.
બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube