નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોની પાસે દરેક પ્રકારના યુઝર્સ માટે રિચાર્જ પ્લાન છે. ઓછો ડેટા ઉપયોગ કરનાર યુઝર માટે જિયોની પાસે અલગ પ્લાન છે. તો વધુ ડેટા ઉપયોગ કરનાર યુઝર્સ માટે પણ કંપની પાસે એવા પ્લાન છે, જેનો ફાયદો ગ્રાહકો ઉઠાવી શકાય છે. આ સિવાય જિયો પાસે સસ્તા અને મોંઘા પ્લાન ઉપલબ્ધ છે. જો તમે પણ જિયો યુઝર છો તો તમને જિયોના આ પ્લાન વિશે જરૂર ખબર હોવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં જિયોએ પોતાના પોર્ટફોલિયોમાં એક નવો પ્લાન સામેલ કર્યો છે. આ રિચાર્જ પ્લાન એવા જિયો યુઝર્સ માટે બેસ્ટ છે, જે વધુ ડેટાનો ઉપયોગ કરે છે. આ નવા પ્લાનમાં તમને ડેટા, લાંબી વેલિડિટીની સાથે ઓટીટી સબ્સક્રિપ્શનની પણ સુવિધા મળશે. આવો જાણીએ જિયોના આ પ્લાન વિશે.


આ પણ વાંચોઃ એક કલાકમાં 176218 Booking, આ દેશી SUVએ તોડ્યા તમામ રેકોર્ડ, દશેરાથી શરૂ થશે ડિલિવરી


Jio નો 749 રૂપિયાવાળો પ્લાન
જિયોનો નવો પ્લાન તમે 749 રૂપિયામાં ખરીદી શકો છો. જિયોનો 749 રૂપિયાવાળો પ્લાન 72 દિવસની વેલિડિટી સાથે આવે છે. પ્લાનમાં તમને 72 દિવસ માટે દરરોજ 100 SMS, 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ પ્લાનમાં તમને કુલ 144 જીબી ડેટા આપવામાં આવે છે.


આ છે જિયોના પ્લાનની ખાસ વાત
જિયોના 749 રૂપિયાવાળા પ્લાનની ખાસ વાત છે કે તેમાં તમને એક્સ્ટ્રા  20GB ડેટા આપવામાં આવે છે, એટલે કે 144GB સિવાય તમને 72 દિવસ માટે  20GB ડેટા એક્સ્ટ્રા મળશે. આ પ્લાનમાં તમને જિયો સિનેમા, જિયો ટીવી અને જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ પણ મળશે.