નવી દિલ્હીઃ હાલમાં જ લંડનની ઓપન સિગ્નલ કંપનીએ એક સર્વે જારી કરીને કહ્યું હતું કે ભારતમાં 4 જી નેટવર્કની ક્રાંતિમાં રિલાયન્સ જીયોનું મહત્વનું યોગદાન રહ્યું છે. આ રીતે રિલાયન્સ જીયો સતત પોતાના ગ્રાહકોને નવી-નવી ઓફરોની ભેટ આપી રહ્યું છે. હવે જીયોએ પ્રીપેઇડ ગ્રાહકો માટે ઓફરોનો પેટારો ખોલ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

248માં 2500ની ગિફ્ટ
નવી ઓફર પ્રમાણે ગ્રાહકોને 999 રૂપિયામાં એક ફ્રી JioFi ડિવાઇસ અને 1500 રૂપિયાની કિંમતનો 100 જીબી વધારાનો 4જી ડેટા મળશે. આ માટે ગ્રાહકોએ ઓછામાં ઓછું 149 રૂપિયાનું પ્રથમ રિચાર્જ કરાવવું પડશે. આ સાથે 99 રૂપિયાની જીયોની પ્રાઇમ મેમ્બરશિપ લેવાની રહેશે. 


પ્રીપેઇડ ગ્રાહકોને ફાયદો
આ ઓફર ગૂગલ હોમ કે ક્રોમકાસ્ટ ડિવાઇસ (માત્ર ભારતીય એડિશન)ની ખરીદી ઉપલબ્ધ છે. ઓફરનો લાભ મેળવવા માટે ગ્રાહક રિલાયન્સ ડિજિટલ, રિલાયન્સ ડીએક્સ મિની, જીયો સ્ટોરના ડિવાઇસથી ખરીદી શકે છે. જીયો પ્રીપેઇડ ગ્રાહકો આ ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે. 


ઓફર 10 એપ્રિલથી શરૂ
MyJio એપમાં 10 જીબીના 10 વાઉચર એટલે કે 100 બીજી ગ્રાહકોને મળશે. જેને MyJio એપના માધ્યમથી એક વર્ષની અંદર તેનો લાભ લઈ શકાય છે. સાથે જીયો સિમ એક્ટિવેશનની તારીખ 1 એપ્રિલ 2018ની પહેલા ન હોવી જોઈએ. ઓફર 10 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે.