JioCinema એ કરી નવી ડીલ, Netflix અને Hotstar નું વધી ગયું ટેન્શન
જિયોસિનેમા તરફથી એક નવી ડીલ સાઇન કરવામાં આવી છે, જેણે નેટફ્લિક્સ અને હોટસ્ટારનું ટેન્શન વધારી દીધું છે. આવો આ વિશે જાણીએ.
નવી દિલ્હીઃ જિયો સિનેમા તરફથી એક નવી ડીલ સાઇન કરવામાં આવી છે. જિયો સિનેમા તરફથી છેલ્લા 2 મહિનામાં બીજી ડીલ છે, જેણે Netflix અને Hotstar ની ચિંતા વધારી દીધી છે. જિયો સિનેમા તરફથી હાલમાં પ્રીમિયમ સબ્સક્રિપ્શન લોન્ચ કરવામાં આવ્યું હતું. જિયો સિનેમાએ એનબીસી યુનિવર્સલ મીડિયા સાથે ભાગીદારી કરી છે. જેનાથી જિયો સિનેમા પ્લેટફોર્મ પર પ્રીમિયમ હોલીવુડ કન્ટેન્ટ જોઈ શકાશે.
જિયોસિનેમાએ કરી મલ્ટી યર ડીલ
આ મામલામાં બંને કંપનીઓ તરફથી સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. કંપનીએ એક મલ્ટી યર ડીલ સાઇન કરી છે, જે અંતર્ગત જિયો સિનેમા પ્રીમિયમ સબ્સક્રાઇબર્સ પર પોપ્યુલર શો Downton Abbey, Suits અને The Office જોઈ શકાશે. આ પહેલા જિયો સિનેમા તરફથી Warner Bros Discovery ની સાથે ભાગીદારી કરી હતી, જે હેઠળ પોપ્યુલર શો જેમ કે Succession અને Game of Thrones દેખાડવામાં આવશે.
આ પણ વાંચોઃ AC નો ગેસ ભરવાના નામ પર થઈ રહી છે લૂંટ! આ રીતે ચેક કરો પૂરો થયો છે કે નહીં
જિયોસિનેમા પ્રીમિયમ પ્લાન
આ સિવાય જિયોસિનેમા પર પ્રીમિયમ સ્પોર્ટ ઈવેન્ટ ટાટા આઈપીએલ અને ફુટબોલ વર્લ્ડ કપ દેખાડવામાં આવ્યો હતો. જિયોસિનેમાનું પ્રીમિયમ સબ્સક્રિપ્શન 999 રૂપિયામાં આવે છે. આ એક વાર્ષિક પ્લાન છે.
જિયોસિનેમા પ્રીમિયમ પ્લાનના બેનિફિટ્સ
જિયોસિનેમા પ્રીમિયમ પ્લાનમાં યૂઝર્સ હોલીવુડ મૂવી અને વેબ સિરીઝ, હાઈ ક્વોલિટી વીડિયો અને ઓડિયાનું સ્ટ્રીમિંગ કરી શકશે. જિયોસિનેમાના સિંગલ એનુઅલ પ્લામાં એક સમયમાં ચાર ડિવાઇસમાં એક સાથે કન્ટેન્ટ જોઈ શકાશે.
આ પણ વાંચોઃ અકસ્માતના સમયે એવું શું થાય કે કારમાં ઓટોમેટિક ખુલી જાય છે Airbag? જાણો કારણ
જિયોસિનેમાની પોપ્યુલારિટીનું કારણ
જિયોસિનેમાનો પ્રયાસ છે કે તેના પ્લેટફોર્મ પર સ્પેશલ વેબ શો પ્રસારિત કરવામાં આવે. સાથે જિયો એક્સક્લૂઝિવ કન્ટેન્ટનથી યૂઝર્સને પોતાની સાથે જોડવામાં આવે. હકીકતમાં જિયોસિનેમાનો વાર્ષિક પ્લાન નેટફ્લિક્સ અને હોટસ્ટારના મુકાબલે ખુબ સસ્તો છે. સાથે કેટલાક કન્ટેન્ટ ફ્રીમાં જોઈ શકાય છે. તેવામાં નેટફ્લિક્સ અને હોટસ્ટારનો પડકાર વધવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube