ખાસ વાતો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ભારતમાં Koo Appને દેશી ટ્વીટર માનવામાં આવી રહી છે


2. ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ફ્રીમાં કરી શકો છો ડાઉનલોડ


3. અનેક ભારતીય ભાષાઓનો સપોર્ટ અને 400 શબ્દોમાં લખવાની છૂટ


નવી દિલ્લી: દેશમાં આત્મનિર્ભર ભારત પહેલ પર પ્રયાસો ઘણા ઝડપી બની ગયા છે અને દેશી ટેક કંપનીઓ અનેક પ્રકારની મોબાઈલ એપ્લિકેશન પર કામ પણ કરી રહી છે. જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સાથે સાથે અન્ય જરૂરી વસ્તુઓ પણ જોડે છે આ પ્રયાસમાં આજકાલ Koo Appની ઘણી ચર્ચા થઈ રહી છે અને તે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરનો દેશી વિકલ્પ માનવામાં આવી રહી છે. બેંગલુરુ બેસ્ડ Aprameya Radhakrishnaએ ગયા વર્ષે આ દેશી એપને ડેવલપ કરી હતી. અને સૌથી ખાસ વાત એ છે કે તે ડિજિટલ ઈન્ડિયા આત્મનિર્ભર ઈનોવેટ ચેલેન્ઝના વિનર રહ્યા છે.


પીયૂષ ગોયલના ટ્વીટથી ચર્ચા શરૂ:
Koo Appની ચર્ચા હાલમાં એટલા માટે થઈ રહી છે. કેમ કે જ્યારે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કરી જણાવ્યું કે તેમણે Homegrown microblogging platform Koo જોઈન કરી લીધી છે. જોકે  કેટલાંક સમયથી ટ્વીટર અને ભારત સરકાર વચ્ચે વિવાદની સ્થિતિ છે. તે સ્થિતિમાં આ પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે જેટલી પણ પોપ્યુલર એપ્સ છે તેના દેશી વિકલ્પ પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં આવે. હવે Koo એપ પર પીયૂષ ગોયલની હાજરીથી લોકોનું ધ્યાન નિશ્વિત રીતે આ એપ પર ગયું છે.


આ પણ વાંચોઃ Reliance Jio નો 185 રૂપિયાનો ધાંસૂ પ્લાન, દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કોલ અને ફ્રી ઓફર્સ


શું ટ્વીટર જેવી છે Koo App:
Koo એક માઈક્રોબ્લોગિંગ સાઈટ છે. જેમાં ટ્વીટરની જેમ બધી વિશેષતા છે. સરળ શબ્દોમાં કહીએ તો Koo એક મેડ ઈન ઈન્ડિયા ટ્વીટર છે. તેમાં હિંદી, અંગ્રેજી સહિત આઠ ભારતીય ભાષા છે. Kooને એપ અને વેબસાઈચ બંને રીતે ઉપયોગમાં લઈ શકાય છે. તેમાં શબ્દોમી મર્યાદા 400 કેરેક્ટરની છે. અને તેનું


ઈન્ટરફેસ બિલકુલ ટ્વીટર જેવું છે.


કોણે-કોણે Koo એપ જોઈન કરી:


કેન્દ્રીય મંત્રી પીષૂય ગોયલ


ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદ


કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદીયુરપ્પા


મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણા


ક્રિકેટર અનિલ કુંબલે


ક્રિકેટર જવાગલ શ્રીનાથ


ઈશા ફાઉન્ડેશનના જગ્ગી વાસુદેવ


આ પણ વાંચોઃ HAYABUSA નું આ નવું મોડલ જોશો તો બધી જ સુપરબાઈકને ભૂલી જશો


કેવી રીતે કરશો ડાઉનલોડ:
Koo એપ બિલકુલ ફ્રી છે. અને તેને તમે ગૂગલ પ્લે સ્ટોરની સાથે એપલ એપ સ્ટોર પર પણ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. Koo એપને ડાઉનલોડ કરવા માટે તમે ગૂગલ પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર Koo સર્ચ કરો. સર્ચ કરતાં જ તમને સૌથી પહેલાં 'Koo- Connect with Indians in Indian Languages' જોવા મળશે. અહીંયા આ વાતનું ધ્યાન જરૂર રાખો કે તેને Bombinate Technologies Private Limited દ્વારા ડેવલપ કરવામાં આવી છે અને ડાઉનલોડ કરતાં પહેલાં આ વાંચી લો.


Koo એપમાં કયા-કયા ફીચર્સ છે:
Koo એપ મહદ અંશે ટ્વીટરની જેમ છે. જેમાં  તમે કોઈને ફોલો કરી શકો છો અને તમને બીજા ફોલો કરી શકે છે. તેમાં તમે મેસેજ લખીને શેર કરી શકો છો. તમારી પાસે ફોટો-વીડિયો શેર કરવાનો ઓપ્શન પણ હશે. સૌથી ખાસ વાત એ છે કે Koo એપ અંગ્રેજીની સાથે કન્નડ, તમિલ, તેલુગુ ભાષાને પણ સપોર્ટ કરે છે. તેની સાથે જ યૂઝર પોતાની ભાષામાં પણ લખી શકે છે. બીજી ખાસ વાત એ છે કે આ એપમાં તમે 400 કેરેક્ટર્સમાં લખી શકો છો.


Koo એપના માલિક કોણ છે:
વધતી લોકપ્રિયતાની વચ્ચે સવાલ ઉઠી રહ્યા છે કે Koo એપના માલિક કોણ છે. તેનું ચાઈનીઝ કનેક્શન શું છે. કૂ-એપના કો-ફાઉન્ડર અને સીઈઓ અપ્રમેય રાધાકૃષ્ણા છે. તેમણે જણાવ્યું કે Kooની પેરેન્ટ કંપનીના ચાઈનીઝ ઈન્વેસ્ટર શુનવેઈ કેપિટલ સંપૂર્ણ રીતે બહાર થઈ જશે. અને આ એપ સંપૂર્ણ રીતે આત્મનિર્ભર હશે.


આ પણ વાંચોઃ પ્રાઈવેસીને લઇને એ જણાવ્યા ટૂલ્સ, સુરક્ષાનો કોઈપણ નહીં કરી શકે ભંગ


ચાઈનીઝ ઈન્વેસ્ટરની સિંગર ડિજિટમાં ભાગીદારી:
ચાઈનીઝ ઈન્વેસ્ટર શુનવેઈ કેપિટલે Koo અને Vokalની પેરેન્ટ કંપની બોમ્બિનેટ ટેકનોલોજીસમાં 2018માં રોકાણ કર્યુ હતું. રાધાકૃષ્ણાએ જણાવ્યું કે શુનવેઈએ શરૂઆતની બ્રાન્ડ Vokalમાં રોકાણ કર્યુ હતું. અમે પોતાના બિઝનેસમાં Koo પર ફોકસ વધાર્યુ અને હવે શુનવેઈ બહાર નીકળવાના છે. અમારી એપ સંપૂર્ણ રીતે આત્મનિર્ભર એપ છે. 31 માર્ચ 2019માં કંપનીમાં શુનવેઈની કેપિટલ ભાગીદારી 11.1 ટકા હતી.


રિચર્ચરનો દાવો- યૂઝર્સની પર્સનલ ઈન્ફર્મેશન લીક કરી રહી છે એપ:
એક ફ્રેન્ચ સિક્યોરિટી રિસર્ચરે દાવો કર્યો છે કે Koo એપ ઉપયોગ માટે બહુ સિક્યોર નથી. રિસર્ચરે કહ્યું છે કે આ એપ યૂઝર્સની ઈ-મેલ આઈડી, ફોન નંબર અને ડેટ ઓફ બર્થ જેવી સેન્સિટિવ ઈન્ફર્મેશન લીક કરી રહ્યું છે. ફ્રેન્ચ સિક્યોરિટી રિસર્ચરનું નામ રોબર્ટ બેપટિસ્ટ છે. અને તે પોતાના ટ્વીટર એકાઉન્ટના કારણે એલિયટ એન્ડરસન નામથી જાણીતો છે.


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube