Privacy ને લઇને WhatsApp એ જણાવ્યા Tools, ફટાફટ જાણો Tricks
WhatsApp ના યૂઝર્સ ઘટી રહ્યા છે. પ્રાઈવેસી પોલિસી (Privacy Policy) પર WhatsApp ની દાદાગીરીની સામે લોકોમાં અત્યારે પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે. પરંતુ દેશમાં લાખો યૂઝર્સ છે જે હાલમાં પણ WhatsApp નો ઉપયોગ કરી રહ્યા છે
Trending Photos
નવી દિલ્હી: WhatsApp ના યૂઝર્સ ઘટી રહ્યા છે. પ્રાઈવેસી પોલિસી (Privacy Policy) પર WhatsApp ની દાદાગીરીની સામે લોકોમાં અત્યારે પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે. પરંતુ દેશમાં લાખો યૂઝર્સ છે જે હાલમાં પણ WhatsApp નો ઉપયોગ કરી રહ્યા છે. આ વચ્ચે Safe Internet Day ના દિવસ પર WhatsApp એ પ્રાઈવેસી અને સુરક્ષાને મજબૂત કરવા કેટલાક ટૂલ્સ જણાવ્યા છે.
#SafeInternetDay પર WhatsApp એ આપી જાણકારી
9 ફેબ્રુઆરીના સેફ ઇન્ટરનેટ ડેના (Safe Internet Day) દિવસ પર મેસેજિંગ એપ WhatsApp એ યૂઝર્સ માટે સુરક્ષાના હાલના ટૂલ્સની જાણકારી શરે કરી છે.
Two step verification
WhatsApp એ યૂઝર્સને જણાવ્યું કે, તમારા એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે યૂઝર્સ Two step verification નો ઉપયોગ કરી શકે છે. તેના માટે યૂઝર્સ PIN નો ઉપયોગ કરી શકે છે જેથી કોઈપણ તમારી મંજૂરી વગર એપ ખોલી શકે નહીં.
તમારી મંજૂરી વગર કોઈ ગ્રુપમાં ADD નહીં કરી શકે
WhatsApp એ જણાવ્યું કે, એપમાં પ્રાઈવેસીને લઇને એક નવું ટૂલ્સ આપવામાં આવ્યું છે. જે તમને બીન જરૂરી ગ્રુપ્સમાં જોડાવવાથી દૂર રાખે છે. કોઈપણ ગ્રુપમાં યૂઝર્સની મંજૂરી વગર ADD કરવામાં આવે છે. WhatsApp એ કહ્યું કે, નવા ટૂલ્સમાં એક એવું ફિચર્સ આપવામાં આવ્યું છે કે, જે કોઈપણ ગ્રુપ દ્વારા ADD કરવા પર તમારી મંજૂરી માંગે છે.
અજાણ્યા મેસેજથી રાહત
હાલમાં તમારા મોબાઈલ પર અજાણ્યા માર્કેટિંગના મેસેજ પણ આવતા હોય છે. ઘણી વખત અજાણ્યા લોકો તમારી સાથે જોડાવવાનો પ્રયત્ન કરે છે. WhatsApp એ જણાવ્યું છે કે, જો કોઈ અજાણી વ્યક્તિ તમને મેસેજ કરે છે તો તમે તેનો તાત્કાલીક રિપોર્ટ કરી શકે છે.
આ પણ વાંચો:- આ જાણીતી એપમાં આવ્યો વાયરસ, 1 કરોડથી વધુ યૂઝર્સ પ્રભાવિત, તમારા ફોનમાં હોય તો કરો ડિલીટ
પોતાના સ્ટેટ્સ પર કંટ્રોલ રાખી શકો છો
મેસેજિંગ એપે જણાવ્યું કે, હવે તમે તમારા સ્ટેટ્સ અને તમારા Last Seen ને પોતાને કંટ્રોલ કરી શકે છે. તમે તમારી મજરીથી તમારી પ્રાઈવેસી અને સ્ટેટસને સિલેક્ટ કરી શકો છે.
WhatsApp પણ નહીં વાંચી શકે તમારા મેસેજ
કંપનીએ પ્રાઈવેસી પોલિસી મામલે ફરી એકવાર સ્પષ્ટતા કરતા કહ્યું કે, તમારા મેસેજ અન્ય કોઈ વાંચી શકતા નથી. WhatsApp પણ તમારા મેસેજ વાંચી શકતું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે