ધૂમ ફિલ્મથી ધૂમ મચાવનારી સુપરબાઈકનું નવું મોડલ માર્કેટમાં ફરી ધૂમ મચાવવા તૈયાર, PHOTOS જોઈને જ થઈ જશો ફ્લેટ

સુઝુકી કંપનીએ થર્ડ જનરેશનની સુપરબાઈક હાયાબુઝા લોન્ચ કરી છે. જેમાં અનેક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આવો જાણીએ આ સુપરબાઈક વિશે તમામ માહિતી.

ધૂમ ફિલ્મથી ધૂમ મચાવનારી સુપરબાઈકનું નવું મોડલ માર્કેટમાં ફરી ધૂમ મચાવવા તૈયાર, PHOTOS જોઈને જ થઈ જશો ફ્લેટ

ઝી બ્યૂરો, અમદાવાદઃ તમે લોકોએ 2004માં આવેલી ફિલ્મ ધૂમ તો જોઈ હશે. જેમાં જ્હોન એબ્રાહેમ સુઝુકીની શાનદાર અને મસ્ક્યુલર સુપરબાઈક હાયાબુઝા ચલાવે છે. આ ફિલ્મ જોયા બાદ આ બાઈકનો ક્રેઝ ખુબ વધ્યો છે. આ બાઈક પોતાની સ્પીડ અને ડેશિંગ લુક્સને કારણે ફેમસ છે. લોકો તેને મોડિફાઈ કરી, જરૂરિયાત મુજબ ડિઝાઈન અને કલર આપી વધુ ડેશિંગ બનાવે છે. આ દરમિયાન સુઝુકી કંપનીએ થર્ડ જનરેશનની સુપરબાઈક હાયાબુઝા લોન્ચ કરી છે. જેમાં અનેક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આવો જાણીએ આ સુપરબાઈક વિશે તમામ માહિતી.

દિગ્ગજ ઓટો કંપની SUZUKI MOTOR CORPORATIONએ થર્ડ જનરેશનની સુપરબાઈક હાયાબુઝા લોન્ચ કરી છે. સુઝુકી પોતાની નવી સુપરબાઈકનું વેચાણ દુનિયાભરમાં કરશે. નવી 2021ની કંપનીએ હાયાબુઝામાં અનેક ફેરફાર કર્યા છે. કંપનીનો જણાવ્યું છે કે નવી હાયાબુઝા પહેલા કરતા વધુ સ્ટાઈલિશ અને વધુ સ્મુથ હશે. તો આવો જાણીએ તમામ સુપરબાઈકના તમામ સ્પેસિફિકેશન્સ.

લુક અને ડિઝાઈન
ત્રીજી જનરેશનના મોડલમાં ડ્યુઅલ ડોન બોડી કલર સાથે શાર્પ લુકનું એક્સટીરિયર ડિઝાઈન મળે છે. ફ્રંટમાં બિલ્ટ-ઈન પોઝિશન લાઈટ્સ સાથે ટર્ન સિગ્નલ અને એક ઓલ-LED હેડલાઈટ આપવામાં આવી છે. આ લાઈટ્સને ફ્રંટ એર ઈનટેકના બહારી કિનારા પર રાખવામાં આવી છે, જે ગત મોડલમાં જોવા મળી હતી.

નવું ઈન્સ્ટ્રુમેન્ટ કોન્સોલ
કંપનીએ બાઈકના ઈન્સ્ટ્રુમેન્ટ કોન્સોલમાં ટ્વીન એનલોગ ક્લોકમાં ફેરફાર કર્યો છે. હવે એનલોગ ડાયલ વચ્ચે એક નાની TFT પેનલ આપવામાં આવી છે. ફેરફાર કર્યું હોવા છતાં ઈન્સ્ટ્રુમેન્ટ કોન્સોલ હજું પણ ઓલ્ડ સ્કૂલના બાઈક જેવું દેખાય છે. નવી હાયાબુઝામાં કરેલા ફેરફારમાં મલ્ટી એન્જીન પાવર મોડ, એક ક્વિકશિફ્ટર અને એક નવું ઈલેક્ટ્રોનિક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. સાથે જ કંપ્રેહેંસિંવ ઈલેક્ટ્રોનિક્સ સુઈટ સામેલ છે, જેમાં એક ઈનર્શિયલ મેઝરમેન્ટ યુનિટ સામેલ છે. જે કોર્નરિંગ ABS અને ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમને પાવર આપશે.

નવું દમદાર એન્જીન
નવી 2021ની સુઝુકી હાયાબુઝા બાઈકમાં પાવરફુલ એન્જીન આપવામાં આવ્યું છે. આ સુપરબાઈકમાં 1340ccનું ઈનલાઈન 4 સિલિન્ડર, લિક્વીડ કુલ્ડ એન્જીન છે. જે યુરો 5 ઉત્સર્જન માનકોનું પાલન કરે છે. આ એન્જીનમાં રાઈડ બાય વાયર ઈલેક્ટ્રોનિક થ્રોટલ સિસ્ટમથી સજ્જ છે. આ સાથે જ અપડેટેડ ઈન્ટેક અને એક્ઝોસ્ટ સિસ્ટમ મળે છે. કંપની મુજબ, આ નવા સેટઅપથી લો અને મિડ રેન્જમાં પાવર અને ટોર્ક આઉટપુટને વધારવામાં ફાયદો થશે.

પાવર અને માઈલેજ
સુઝુકી હાયાબુઝાનું એન્જીન 9700 rpm પર 187.7 bhp પાવર અને 7000 rpm પર 150 nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ બાઈકમાં પહેલાની જેમ 6 સ્પીડ ગીયરબોક્સ આપવામાં આવ્યું છે. આ બાઈકનું કુલ વજન 264 કિલોગ્રામ છે. કંપનીનો દાવો છે કે હાયાબુઝાનું નવું 2021નું મોડલ 14.9 કિલોમીટર પ્રતિ લિટરની માઈલેજ આપશે.

નવા ફિચર્સ
આ બાઈકમાં SDMS-ALPHA સાથે કંપનીના નવા સુઝુકી ઈન્ટેલિજન્ટ રાઈડ સિસ્ટમથી સજ્જ છે. આ બાઈકમાં 5 રાઈડિંગ મોડ, પાવર મોડ સિલેક્ટર, એન્જીન બ્રેક કંટ્રોલ, ટ્રેક્શન કંટ્રોલ, બાય-ડાયરેક્શનલ ક્વિક શિફ્ટ સિસ્ટમ અને એંટી-લિફ્ટ કંટ્રોલ સિસ્ટમ જેવા ફિચર્સ મળે છે. આ મોડ્સથી એક્ટિવ સ્પીડ લિમિટર જેવા ફિચર પણ મળે છે. જેનો ફાયદો એ છે કે બાઈક રાઈડર બાઈકની સ્પીડને નિર્ધારિત કરે શકે છે.

ભારતમાં લોન્ચિંગ
સુઝુકી કંપની પોતાની નવી બાઈકનું વેચાણ સૌથી પહેલા યુરોપની બજારોમાં કરશે. જેની શરૂઆત આ મહિનાના અંત સુધીમાં થશે. યુરોપની બજારો બાદ આ બાઈકને જાપાન અને ઉત્તર અમેરિકામાં લોન્ચ કરવામાં આવશે. 2021ના બીજા છમાસિક ગાળામાં ભારતીય બજારમાં લોન્ચ થઈ શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news