મતદારો થઇ જાવ સાવધાન! 87000 WhatsApp ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે તમારું બ્રેન વોશ
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન 11 એપ્રિલના રોજ થશે. પહેલા તબક્કામાં દેશના 20 રાજ્યોમાં 91 સીટો પર મતદાન કરવામાં આવશે. પ્રચાર હજુ ચરમ પર છે. રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો વોટરોને આકર્ષવાનો દરેક સંભવ પ્રયત્નમાં લાગેલ છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન 11 એપ્રિલના રોજ થશે. પહેલા તબક્કામાં દેશના 20 રાજ્યોમાં 91 સીટો પર મતદાન કરવામાં આવશે. પ્રચાર હજુ ચરમ પર છે. રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો મતદારોને આકર્ષવાનો દરેક સંભવ પ્રયત્નમાં લાગેલ છે.
ભારતમાં 43 કરોડ સ્માર્ટફોન યૂઝર્સ છે
દેશમાં અત્યારે લગભગ 87000 WhatsApp ગ્રુપ છે જે મતદારોને આકર્ષવાનું કામ કરે છે. આ ગ્રુપ દ્વારા લાખો મતદારો સુધી વિશેષ અને સુનિયોજિત રીતે ખાસ હેતુને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા સંવાદને મોકલવામાં આવી રહ્યો છે. રાજકારણીઓ અને રાજકીય પક્ષોને લઇને લોકોની સામાન્ય ધારણા બદલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ફેબ્રુઆરીના રિપોર્ટ અનુસાર ભારતમાં લગભગ 20 કરોડ વોટ્સઅપના એક્ટિવ યૂજર્સ છે. બે વેષથી તેમની સંખ્યાને લઇને યાદી જાહેર કરવામાં આવી નથી. હાલમાં લગભગ 43 કરોડ સ્માર્ટફોન યૂજર્સ છે. જેમની પાસે સ્માર્ટફોન છે, આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે વોટ્સઅપનો ઉપયોગ કરતા હશે. એવામાં જો તેમનો કેટલોક ભાગ પ્રભાવિત થઇ જાય છે તો રાજકીય પક્ષોની બલ્લે-બલ્લે છે.
મોબાઇલ ફોન માર્કેટમાં Samsung મચાવશે તહેલકો, 5 એપ્રિલના રોજ લોન્ચ કરશે દુનિયાનો પ્રથમ 5G ફોન
ડેટા ક્રાંતિથી કામ થયું સરળ
વોટ્સઅપ એક એવું પ્લેટફોર્મ છે જેની મદદથી ફેક ન્યૂઝ ફેલાવવા ખૂબ સરળ છે. તમારા ગ્રુપમાં મેસેજ આવે છે જેની તપાસ કરનાર કોઇ નથી. જો તમે કોઇ રાજકીય પક્ષથી પ્રભાવિત છો તો તેના પક્ષમાં જે મેસેજ આવે છે તેને તમે બીજાને ફોરવર્ડ કરી દો છો અને ખોટા તથ્યને પણ યોગ્ય માનો છો. ખોટા તથ્યોના આધાર પર પોતાની રાય બનાવો છો અને બીજાની રાયને પ્રભાવિત કરો છો. આ કામ ફેસબુક અને ટ્વિટર દ્વારા કરવામાં આવે છે. રિલાયન્સ જિયોની માફક ભારતમાં ડિજિટલ ક્રાંતિ આવી ગઇ છે. ડેટા આટલો સસ્તો થઇ ગયો છે કે દરેક કોઇ તેનો ઉપયોગ કરી રહ્યા છે. વીડિયો, ફેસબુક લાઇવ અને ન્યૂઝ ચેનલ પર થનાર ડિબેટ શો દ્વારા લોકોની મજબૂત થઇ જાય છે.
આ સાત શહેરોમાં ઘર અને ફ્લેટના વેચાણમાં થયો ભારે ઘટાડો, આ મામલે આવી સામાન્ય તેજી
એક ગ્રુપમાં 256 યૂજર્સ હોઇ શકે છે
એક વોટ્સઅપ ગ્રુપમાં વધુમાં વધુ 256 યૂજર્સ હોય શકે છે. એવામાં 8700 ગ્રુપ દ્વારા 2.2 કરોડ લોકોની સીધી પહોંચ થઇ જાય છે. તમે એક ગ્રુપ વડે કોઇ મેસેજને વધુમાં વધુ પાંચ લોકોને ફોરવર્ડ કરી શકો છો. આ પ્રકારે 11 કરોડ લોકો સુધી મેસેજને સરળતાથી પહોંચાડી શકાય છે. કુલ મળીને સ્વસ્થ્ય લોકતંત્ર માટે સારા સંકેત નથી. એવામાં સમજદાર અને જવાબદાર નાગરિક હોવાના લીધે વોટ્સઅપ પર તમે મેસેજની સત્યતાની તપાસ જરૂર કરો. ફેક ન્યૂઝથી બચો અને અન્ય લોકોને પણ બચાવવાનું કામ કરો. મતાધિકારનો ઉપયોગ કરો અને સારા ભારતના નિર્માણમાં તમારું યોગદાન આપો.