Best Selling Luxury Car Brand: ભારતમાં સસ્તી કારની સાથે પ્રીમિયમ અને લક્ઝરી કારની માંગ પણ વધી રહી છે. આના કારણે હવે કંપનીઓ પણ તેમના પોર્ટફોલિયોને મજબૂત કરવા માટે વિચારી રહી છે. મર્સિડીઝથી લઈને BMW સુધી કંપનીઓ સતત પોતાની નવી કાર લોન્ચ કરી રહી છે. આંકડા અનુસાર, ગત નાણાકીય વર્ષમાં 39 લાખ કાર વેચાઈ છે, જે અત્યાર સુધીની સૌથી વધુ છે. જ્યારે લક્ઝરી કારનું વેચાણ પણ નાણાકીય વર્ષ 2022-23માં વધીને 36,508 યુનિટ થયું છે. લક્ઝરી કારના વેચાણમાં 29 ટકાનો ઉછાળો આવ્યો છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો એ જાણવા માંગે છે કે ભારતમાં લક્ઝરી કારનું સૌથી વધુ વેચાણ કઇ કંપની કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mercedes
મર્સિડીઝ-બેન્ઝ ભારતમાં લક્ઝરી કારના વેચાણના સંદર્ભમાં માર્કેટ લીડર છે. કંપનીએ ગયા નાણાકીય વર્ષમાં કુલ 15,790 યુનિટ્સનું વેચાણ કર્યું છે. જ્યારે આના એક વર્ષ પહેલા એટલે કે નાણાકીય વર્ષ 2021-22માં કંપનીએ 12,056 યુનિટ્સ વેચ્યા હતા. આ રીતે કંપનીએ 31 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે.


આ પણ વાંચો:
પ્રચંડ ગરમી અને હીટ સ્ટ્રોકથી મળશે રાહત! હવામાન વિભાગે જારી કરી મોટી ચેતવણી
પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડીક્શન, જાણો બેંગ્લોર-ગુજરાત મેચની તમામ વિગતો
વર્ષનું બીજું સૂર્યગ્રહણ ક્યારે છે? 5 રાશિઓ પર પડશે નકારાત્મક અસર


BMW
બીએમડબલ્યુ આ યાદીમાં બીજા સ્થાને છે. કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં 11,175 યુનિટ્સનું વેચાણ કર્યું છે. જ્યારે આના એક વર્ષ પહેલા એટલે કે નાણાકીય વર્ષ 2021-22માં કંપનીએ 8,690 યુનિટ્સ વેચ્યા હતા. આ રીતે કંપનીએ 29 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે.


Audi
ઓડીના વેચાણમાં 5,120 યુનિટ સાથે 46 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2021-22માં કંપનીએ 3,511 કાર વેચી હતી. કંપનીની સૌથી વધુ વેચાતી કાર A6 સેડાન છે, જેના 1,577 યુનિટ વેચાયા છે.


આ પણ વાંચો
બોક્સ ઓફિસ પર The Kerala Story ની જોરદાર કમાણી, 15 દિવસમાં 200 કરોડ ક્લબ નજીક પહોંચી
'રાજધાની' કરતા ડબલ સ્પીડ, સ્લીપર કોચ;Vande Bharat ની નવી સુવિધા તમારું દિલ જીતી લેશે
Water Bottle: પાણીની બોટલ પર કેમ લખવામાં આવે છે એક્સપાયરી ડેટ? જાણો તેનું કારણ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube