RCB vs GT: હેડ-ટુ-હેડ, પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડીક્શન, જાણો બેંગ્લોર-ગુજરાત મેચની તમામ વિગતો
IPL 2023: આ સિઝનની છેલ્લી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે RCB માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.
Trending Photos
Indian Premier League 2023, RCB vs GT: આ સિઝનની છેલ્લી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ બેંગ્લોરની ટીમના હોમ ગ્રાઉન્ડ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાતે પહેલા જ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તે જ સમયે, પ્લેઓફમાં પહોંચવા માટે આરસીબી માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.
છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે એકતરફી હરાવ્યું હતું. RCB માટે આ મેચમાં વિરાટ કોહલીએ સદી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે અડધી સદી ફટકારી હતી. બીજી તરફ ગુજરાત ટાઇટન્સે પણ પોતાની છેલ્લી મેચ હૈદરાબાદ સામે રમી હતી. આ મેચમાં શુભમન ગીલના બેટથી બેહતરીન સદીની ઇનિંગ જોવા મળી હતી. ગુજરાતે હૈદરાબાદને 34 રને હરાવ્યું હતું.
હેડ ટુ હેડ રેકોર્ડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL ના ઈતિહાસમાં અત્યાર સુધી 2 મુકાબલા થયા છે. જેમાંથી ગુજરાતે 1 જ્યારે આરસીબીએ 1 મેચ જીતી છે.
આ પણ વાંચો:
Bade Achhe Lagte Hain 3 આ દિવસથી થશે શરૂ, સિરિયલનો નવો પ્રોમો થયો રિલીઝ
Ertiga-Innova ભૂલી જશો! માર્કેટમાં ધમાલ મચાવા આવી રહી છે નવી ત્રણ 7 સીટર કાર
WTC Final પહેલા ટીમ ઈન્ડિયાને ICCનો મોટો ફટકો! ફાઈનલ મેચ પહેલા એક મોટો ફેરફાર
પિચ રિપોર્ટ
બંને ટીમો વચ્ચેની આ મેચ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે, જે બેંગ્લોર ટીમનું હોમ ગ્રાઉન્ડ છે. અહીં ટાર્ગેટનો પીછો કરતી ટીમનો હાથ સ્પષ્ટપણે ઉપર રહે છે. અહીં અત્યાર સુધીની 87 મેચોમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમે 37 વખત જીત મેળવી છે જ્યારે ટાર્ગેટનો પીછો કરતી ટીમ 46 વખત જીતી છે.
સંભવિત પ્લેઈંગ 11
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સુયશ પ્રભુદેસાઈ, વાનિન્દુ હસરંગા, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ.
ગુજરાત ટાઇટન્સ - શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપટન), ડેવિડ મિલર, દસુન શનાકા, રાહુલ તેવટિયા, મોહિત શર્મા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, નૂર અહેમદ.
તમે આ મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો?
બેંગ્લોર અને ગુજરાત વચ્ચે રમાનારી મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકે શરૂ થશે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર આ મેચનું ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. ચાહકો Jio સિનેમા એપ અને વેબસાઈટ પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ફ્રીમાં જોઈ શકે છે.
મેચની આગાહી
જો આ મેચના પરિણામની વાત કરીએ તો બંને ટીમોનું સંતુલન લગભગ બરાબર છે. જ્યાં આરસીબીએ તેમની છેલ્લી કેટલીક મેચોમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે સાથે જ ગુજરાતનુ આખી સિઝનમાં ખૂબ જ સારું પ્રદર્શન જોવા મળ્યું છે. મેચમાં, ટોસ જીતનારી ટીમનો હાથ થોડો ઉપર હોઈ શકે છે, કારણ કે આ મેદાન પર લક્ષ્યનો પીછો કરવો થોડો સરળ બની જાય છે. જોકે મેચ રોમાંચક રહેવાની આશા છે.
આ પણ વાંચો
બોક્સ ઓફિસ પર The Kerala Story ની જોરદાર કમાણી, 15 દિવસમાં 200 કરોડ ક્લબ નજીક પહોંચી
'રાજધાની' કરતા ડબલ સ્પીડ, સ્લીપર કોચ;Vande Bharat ની નવી સુવિધા તમારું દિલ જીતી લેશે
Water Bottle: પાણીની બોટલ પર કેમ લખવામાં આવે છે એક્સપાયરી ડેટ? જાણો તેનું કારણ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે