surya grahan 2023: વર્ષનું બીજું સૂર્યગ્રહણ ક્યારે છે? 5 રાશિઓ પર પડશે નકારાત્મક અસર

Negative Impact Of Solar Eclipse 2023: વર્ષનું બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર, 2023 ના રોજ થવા જઈ રહ્યું છે. ભારતના સમય અનુસાર, આ ગ્રહણ રાત્રે 8:34 વાગ્યે શરૂ થશે, જે મોડી રાત્રે 2:25 વાગ્યે સમાપ્ત થશે. જેની નકારાત્મક અસર 5 રાશિઓ પર જોવા મળી શકે છે. 

surya grahan 2023: વર્ષનું બીજું સૂર્યગ્રહણ ક્યારે છે? 5 રાશિઓ પર પડશે નકારાત્મક અસર

Negative Impact Of Solar Eclipse 2023: વૈજ્ઞાનિક રીતે, સૂર્યગ્રહણ એ ખગોળશાસ્ત્રીય ઘટના છે, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને ચંદ્રગ્રહણનું વિશેષ મહત્વ છે. આ ગ્રહણની 12 રાશિઓ પર શુભ અને અશુભ બંને પ્રભાવ પડે છે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલ 2023 ના રોજ થયું હતું. હવે વર્ષનું બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર 2023ના રોજ થવાનું છે. જો કે છાયા ગ્રહણને કારણે તેની અસર ભારતમાં નહીં રહે. આ ગ્રહણ અમેરિકા, આફ્રિકા અને અન્ય ઘણા દેશોમાં દેખાશે, જેનો સમય ભારતીય ધોરણ મુજબ રાત્રે 8:34 થી 2:25 મધ્યરાત્રિ સુધીનો રહેશે. 

મેષ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ મેષ છે તેમના માટે વર્ષનું બીજું સૂર્યગ્રહણ અશુભ માનવામાં આવે છે. મેષ રાશિના લોકો સાથે વિશ્વાસઘાત થવાની સંભાવના છે. તેમના પોતાના તેમને દગો કરી શકે છે..

વૃષભ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ વૃષભ છે તેમના માટે વર્ષનું બીજું સૂર્યગ્રહણ અશુભ માનવામાં આવે છે. આ સમયગાળામાં વૃષભ રાશિના લોકો માટે ધનહાનિ, માનહાનિ અને માલસામાનની ખોટ થવાની સંભાવનાઓ છે. વૃષભ રાશિના લોકોએ આ સમયમાં સાવધાન રહેવાની ખૂબ જ જરૂર છે.

સિંહ 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ સિંહ રાશિ છે. વર્ષનું બીજું સૂર્યગ્રહણ તેમના માટે સારું માનવામાં આવતું નથી. સિંહ રાશિના લોકો માટે બિનજરૂરી ખર્ચ વધી શકે છે. જે ક્ષેત્રમાં પૈસાનું રોકાણ થશે ત્યાં નુકસાન થવાની સંભાવના છે. પૈસાની લેવડ-દેવડના મામલામાં સાવધાની રાખવી.

કન્યા 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનું બીજું સૂર્યગ્રહણ કન્યા રાશિ માટે શુભ નથી. કન્યા રાશિના લોકો માટે વર્ષનું બીજું સૂર્યગ્રહણ મિત્રો તરફથી મુશ્કેલી લઈને આવી શકે છે. આ સમય દરમિયાન દલીલ કરવાનું ટાળો.

તુલા 
જે લોકોની રાશિ તુલા છે તેમના માટે વર્ષનું બીજું સૂર્યગ્રહણ અશુભ માનવામાં આવે છે. તુલા રાશિના લોકો આ સમયગાળા દરમિયાન બિનજરૂરી તણાવ રહેશે. માનસિક તણાવ દૂર કરવા માટે, તમારા મનને ભગવાનની ભક્તિમાં લગાવો. 

આ પણ વાંચો
બોક્સ ઓફિસ પર The Kerala Story ની જોરદાર કમાણી, 15 દિવસમાં 200 કરોડ ક્લબ નજીક પહોંચી
'રાજધાની' કરતા ડબલ સ્પીડ, સ્લીપર કોચ;Vande Bharat ની નવી સુવિધા તમારું દિલ જીતી લેશે
Water Bottle: પાણીની બોટલ પર કેમ લખવામાં આવે છે એક્સપાયરી ડેટ? જાણો તેનું કારણ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news