નવી દિલ્હી : દેશની ટોચની ટેકનીકલ કંપની ટેક મહિન્દ્રાએ અમેરિકન કંપની માઇક્રોસોફ્ટ સાથે મળીને અણગમતા કોલ્સથી મુક્તિ અપાવવાનો નિર્ણય લીધો છે. ટેક મહિન્દ્રાએ આ દિશામાં કામ કરવા માટે સોમવારે માઇક્રોસોફ્ટ સાથે એક કોન્ટ્રાક્ટ કર્યો છે. કંપનીની જાહેરાત પ્રમાણે ટ્રાઇએ દૂરસંચારની સ્વસ્થ વ્યવસ્થા બનાવવા માટે ડિસ્ટ્રીબ્યુટેડ લેજર ટેકનોલોજી (ડીએલટી) આધારિત સમાધાન તૈયાર કરવા માટે ટેક મહિન્દ્રાએ માઇક્રોસોફ્ટ સાથે હાથ મેળવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત અને માઇક્રોસોફ્ટ અઝુરે પર નિર્મિત આ સમાધાનનું લક્ષ્ય આખા દેશમાં અનવોન્ટેડ કોલ અને એસએમએસની સમસ્યાને દૂર કરવાનું છે. ટ્રાઇએ સ્પષ્ટતા કરી છે કે આ સ્પામ કોલ આખા દેશમાં દૂરસંચાર ઉપભોક્તાઓ માટે મોટી સમસ્યા છે અને એના પર અંકુશ મેળવવા માટે ભાગીદારો સાથે મળીને કામ ચાલી રહ્યું છે. 


ટેક મહિન્દ્રાના ગ્લોબલ પ્રેકટિસ લીડર (બ્લોકચેન) રાજેશ ધુડ્ડુએ કહ્યું છે કે ડિસ્ટ્રીબ્યુટેડ લેજર ટેકનોલોજી (ડીએલટી) આધારિત આ સમાધાન લોકોને વણજોઇતા કોલથી મુક્તિ અપાવશે. કંપનીએ કહ્યું છે કે ડીએલટી આધારિત આ સમાધાન સિસ્ટમમાં સંકળાયેલા તમામ સંબંધિત પક્ષોને બ્લોકચેમાં લાવે છે જેના કારણે દૂરસંચાર સેવા આપતી કંપનીઓ તેમજ ટેલિમાર્કેટિંગ કંપનીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાય છે. 


ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...