Maruti Alto K10 CNG: મારૂતિ સુઝુકીએ ઓલ-ન્યૂ અલ્ટો  K10 S-CNG લોન્ચ કરી દીધી છે. તેને ફક્ત એક વેરિએન્ટ-VXI S-CNG માં લોન્ચ કરવામાં આવી છે. તેની એક્સ શો રૂમ કિંમત 5,94,500 રૂપિયા રાખવામાં આવી છે. ઓલ-ન્યૂ-અલ્ટો કે10 એસ-સીએનજીમાં નેકસ્ટ-ઝેન કે સીરીઝ 1.0 લીટર ડુઅલ જેટ, ડુઅલ વીવીટી એન્જીન મળે છે. સીએનજી મોડમં આ એન્જીન  41.7kW@5300RPM ની પીક પાવર અને દાવો છે કે અલ્ટોના  K10 S-CNG 33.85 કિમી/કિ.ગ્રાની માઇલેજ આપે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારૂતિ અલ્ટોના K10 સીએનજી લોન્ચના સંબંધમાં મારૂતિ સુઝુકી ઇન્ડીયા લિમિટેડના વરિષ્ઠ કાર્યકારી શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે કંપનીએ અત્યાર સુધી 10 લાખથી વધુ એસ-સીએનજી વાહનોનું છુટક વેચાણ કર્યું છે. નવી અલ્ટો K10-CNG થી કંપનીની પર્યાવરણ અનુકૂળ ટેક્નોલોજીને પ્રોત્સાહન મળશે અને વ્યાપક રૂપથી તેને અપનાવવામાં મદદ મળશે. 


સ્ટાડર્ડ VXi પેટ્રોલ વેરિએન્ટની માફક સીએનજી વેરિએન્ટમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે 2-DIN સ્માર્ટપ્લે ઓડિયો સિસ્ટમ, 2 સ્પીકર, ઇમ્પેક્ટ સેંસિંગ ડોર અનલોક, સેંટ્રલ લોકિંગ, સ્પીડ સેંસિંગ ઓટો ડોર લોક, મેન્યુઅલ એડજેસ્ટેબલ વિંગ મિરર AUX અને USB પોર્ટ, ફ્રંટ પાવર વિંડો, રૂફ એન્ટીના અને બોડી કલર્ડ ડોર હેન્ડલ જેવા ફીચર્સ મળશે. 


7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો:
 સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube