Car Discount Offers: મારૂતિ લાવી છે લૂંટ લો ઓફર, આ કારો પર 65 હજારનું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
Maruti Cars: જાન્યુઆરીના આ મહિનામાં, મારુતિ તેની નેક્સા રેન્જના કેટલાક મોડલ - ઇગ્નિસ, બલેનો અને સિયાઝ પર ડિસ્કાઉન્ટ ઑફર આપી રહી છે. તેમના 2022 (MY22) મોડલ અને MY23 મોડલ બંને પર ઑફર્સ ચાલી રહી છે.
Maruti Car Discount Offers: જાન્યુઆરીના આ મહિનામાં, મારુતિ તેની નેક્સા રેન્જના કેટલાક મોડલ - ઇગ્નિસ, બલેનો અને સિયાઝ પર ડિસ્કાઉન્ટ ઑફર આપી રહી છે. તેમના 2022 (MY22) મોડલ અને MY23 મોડલ બંને પર ઑફર્સ ચાલી રહી છે. જોકે, ગયા વર્ષના મોડલમાં વધુ ડિસ્કાઉન્ટ છે જ્યારે MY23 મોડલમાં ઓછું ડિસ્કાઉન્ટ છે. MY22 ડલ્સ પર રોકડ ડિસ્કાઉન્ટ ફક્ત 16 જાન્યુઆરી, 2023 સુધી જ માન્ય છે, જ્યારે MY23 મોડલ્સ પર આખા મહિના દરમિયાન ઑફર્સ મળશે.
Maruti Ignis પર ઑફર્સ
મારુતિ ઇગ્નિસ પર રૂ. 30,000 (MY22) અને રૂ. 15,000 (MY23) સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ છે. તે જ સમયે, બંને પર એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અનુક્રમે રૂ. 15,000 અને રૂ. 5,000 સુધી છે. આમ, MY22 મોડલ પર કુલ રૂ. 50,000નો લાભ અને MY23 મોડલ પર રૂ. 35,000નો કુલ લાભ આપવામાં આવી રહ્યો છે. Maruti Ignisની કિંમત 5.35 લાખથી 7.72 લાખ રૂપિયાની વચ્ચે છે.
આ પણ વાંચો: એક એવું ગીત જેને સાંભળીને 200 લોકોએ કરી હતી આત્મહત્યા, 63 વર્ષ માટે કર્યું બેન
આ પણ વાંચો: જાણો મહિલા નાગા સાધુઓના આ 6 રહસ્ય, જાણીને રહી જશો દંગ
આ પણ વાંચો: બજારમાં કેમ જવું જો ઘરે જ બની શકે છે પ્રોટીન પાવડર? જાણો સેવનનો Right Time
Maruti Baleno પર ઑફર્સ
Maruti Baleno ની MY22 પર જ આ ઓફર માન્ય છે. જેના પર માત્ર 15,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઑફર માત્ર ટોચના Alpha MT વેરિઅન્ટ પર જ છે. તેના MY23 મોડલ પર કોઈ ઓફર નથી. મારુતિ બલેનોની કિંમત 6.49 લાખ રૂપિયાથી લઈને 9.71 લાખ રૂપિયા સુધીની છે.
Maruti Ciaz પર ઑફર્સ
Maruti Ciaz (MY22) પર 35,000 રૂપિયા સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ છે. MY23 મોડલ પર કોઈ રોકડ ડિસ્કાઉન્ટ નથી. આ જ સમયે બંને પર એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અનુક્રમે રૂ. 25,000 અને રૂ. 5,000 સુધી છે. આમ, MY22 મોડલ પર કુલ રૂ. 65,000 અને MY23 મોડલ પર રૂ. 30,000નો કુલ લાભ મેળવી શકાય છે. કારની કિંમત 8.99 લાખ રૂપિયાથી 11.98 લાખ રૂપિયા સુધીની છે.
આ પણ વાંચો: Video: બ્રાલેસ બની જીન્સનું ટોપ બનાવી પહેર્યું : બોલી મારો નગ્ન નાચ ચાલુ રહેશે
આ પણ વાંચો: જો આ 10 ભૂલો કરી તો ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે તમારો ફોન, બચવા માટે કરો આ કામ
આ પણ વાંચો: 2 વર્ષ સુધી પત્ની સાથે શરીર સુખ ના માણી શક્યો, સરકાર પર માંડ્યો Rs 10,000 cr નો દાવો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube