Maruti લાવી રહી છે તેની સૌથી મોંઘી 7-સીટર કાર, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો!
Maruti Suzuki Engage: ગ્રાન્ડ વિટારા, ફ્રેન્ક્સ અને જિમ્ની તરીકે એક વર્ષમાં ત્રણ નવી એસયુવી રજૂ કર્યા પછી, મારુતિ સુઝુકી હવે ટોયોટા ઈનોવા હાઈક્રોસ પર આધારિત નવી પ્રીમિયમ MPV લોન્ચ કરશે.
Maruti Engage:ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી હવે પ્રીમિયમ કાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગ્રાન્ડ વિટારા, ફ્રેન્ક્સ અને જિમ્નીના રૂપમાં એક વર્ષમાં ત્રણ નવી એસયુવી રજૂ કર્યા બાદ હવે કંપની ટોયોટા ઈનોવા હાઈક્રોસ પર આધારિત નવી પ્રીમિયમ MPV લોન્ચ કરવા જઈ રહી છે. તેનું નામ Engage રાખવામાં આવશે. મારુતિ સુઝુકી એંગેજ 5મી જુલાઈના રોજ રજૂ કરવામાં આવશે. આ ભારતમાં મારુતિ સુઝુકીની સૌથી મોંઘી કાર હશે.
આ પણ વાંચો:
ભારત નજીક પહોંચ્યું બિપોરજોય વાવાઝોડું, સૌથી વધુ જોખમ તોળાઈ રહ્યું છે ગુજરાત પર
27 વર્ષ પછી ભારતમાં થશે 'મિસ વર્લ્ડ' સ્પર્ધાનું આયોજન, 130 દેશની યુવતીઓ લેશે ભાગ
Panchak: આજથી પંચક શરુ, 5 દિવસ દરમિયાન ન કરવા આ કામ, કરવાથી મળે છે અશુભ પરિણામ
મારુતિ સુઝુકી એંગેજ સંપૂર્ણપણે ઈનોવા હાઈક્રોસ પર આધારિત હશે પરંતુ તેને અલગ અપીલ આપવા માટે તેની ડિઝાઇન બદલવામાં આવશે. તેમાં 6/7-સીટર લેઆઉટ હશે. મારુતિની આ પહેલી કાર હશે, જેમાં એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS)મળશે. તેમાં એડેપ્ટીવ ક્રૂઝ કંટ્રોલ, બ્લાઈન્ડ સ્પોટ મોનિટરિંગ, લેન કીપ આસિસ્ટ, લેન ડિપાર્ચર એલર્ટ, રિયર ક્રોસ ટ્રાફિક એલર્ટ અને હાઈ બીમ આસિસ્ટ જેવી સુવિધાઓ પણ હશે.
તેમાં ઇનોવા હાઇક્રોસ જેવા જ પાવરટ્રેન વિકલ્પો પણ મળશે. તેનું 2.0-લિટર, ચાર-સિલિન્ડર પેટ્રોલ એન્જિન 171 Bhp અને 205 Nm ટોર્ક જનરેટ કરશે, જે CVT સાથે જોડાયેલું છે.
ઓલ-ન્યુ એન્ગેજ માટે બુકિંગ ટૂંક સમયમાં શરૂ થશે અને ફેસ્ટિવ સિઝનની આસપાસ સત્તાવાર લોન્ચ થવાની અપેક્ષા છે. ટોયોટા ઇનોવા હાઇક્રોસની કિંમત હાલમાં રૂ. 18.55 લાખથી રૂ. 29.99 લાખ (એક્સ-શોરૂમ)ની રેન્જમાં છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખી શકાય છે કે મારુતિ સુઝુકી એંગેજ સમાન કિંમતની શ્રેણીની આસપાસ આવશે.
આ પણ વાંચો:
30000% ની તોફાની તેજી, 3 રૂપિયાના આ સ્ટોકે 1 લાખના બનાવ્યા 3 કરોડ રૂપિયા
આ એક ગુજરાતીના કારણે આ બે રાજ્યોમાં થાય છે બર્ડ સર્વે, ગાયક-વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીના
પનીર ખાતા પહેલા સાવધાન! શું તમે ખાતા નથીને નકલી પનીર? આ રીતે જાણો અસલી નકલીનો ભેદ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube