Maruti Fronx Finance Details: ભારતમાં કોમ્પેક્ટ એસયૂવી સેગમેંટની ડિમાન્ડ ખૂબ ઝડપથી વધી છે. આ સેગમેંટમાં બજારમાં તમામ ઓપ્શન ઉપલબ્ધ છે. ગત વર્ષે આ સેગમેંટમાં મારૂતિ સુઝુકીએ પોતાની ફ્રોંક્સ એસયૂવી લોન્ચ કરી કરે હતી. આ ઓછી કિંમતમાં સારી ડિઝાઇન, ફીચર્સ અને માઇલેજના કારણે પોપુલર રહી છે અને તેનું ખૂબ વેચાણ થઇ રહ્યું છે. એવામાં જો તમે પણ આ કારને ખરીદવાનું મન બનાવી રહ્યા છો તો આજે અમે તમને તેના માટે ડાઉન પેમેન્ટ અને ઇએમઆઇની ડિટેલ્સ વિશે જણાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોના-ચાંદી ખરીદવું બન્યું સપનું, દરરોજ જોવા મળે છે રેકોર્ડબ્રેક તેજી, જાણો આજનો ભાવ
જૂનમાં ગરમીનો પારો 50 ડિગ્રી પહોંચશે, જાણો શું કહી રહ્યા છે હવામાન વૈજ્ઞાનિકો


મારૂતિ સુઝુકી ફ્રોંક્સ કીંમત
મારૂતિ સુઝુકી ફ્રોંક્સ (Maruti Suzuki Fronx) ની એક્સ શો રૂમ કિંમત 7,51,000 રૂપિયાથી શરૂ થાય છે અને દિલ્હીમાં આ વેરિએન્ટની ઓન રોડ કિંમત 8,42,167 રૂપિયા છે. જો તમે તેને કેશ પેમેન્ટ કરીને ખરીદો તો તમને 8.42 લાખ રૂપિયાનું પેમેન્ટ કરવું પડશે. 


ક્યારે લોન્ચ 'માઇલેજની મહારાણી' નું CNG વર્જન? કિંમત અને ફીચર્સને લઇને થયો ખુલાસો
Upcoming SUV: લોન્ચ થવાની નજર લાગે એવી આ 6 કાર, જોઇને દિલ થઇ જશે ગાર્ડન ગાર્ડન


ફાઇનાન્સ અને ઇએમઆઇ પ્લાન
જો તમને તેને ફાઇનાન્સ પર ખરીદવા માંગો છો તો તમે ફક્ત 50 હજાર રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરી તેને ઘરે લઇ જઇ શકો છો. એક ઓનલાઇન ફાઇનાન્સ પ્લાન કેલક્યુલેટરના અનુસાર 50 હજાર રૂપિયાના ડાઉન પેમેન્ટ કર્યા બાદ તમારે બાકી 7,92,161 રૂપિયાની લોન લેવી પડશે. જેના પર તમને 9.8 ટકા વાર્ષિક વ્યાજ દર પર ચૂકવણી કરવી પડશે. આ લોન પ્લાન 5 વર્ષના સમયગાળા માટે નિર્ધારિત હશે, જેના માટે તમારે દર મહિને 16,707 રૂપિયાનો ઇએમઆઇ આપવો પડશે. 


Cars Launch in May: મે 2024 માં લોન્ચ થઇ આ કાર, તમે કઇ બુકિંગ કરાવવાના છો?
Maruti Ertiga નો ખેલ બગાડવા આવી રહી છે ગજબની 7-સીટર કાર, કંપનીએ આપી મોટી અપડેટ


એન્જિન અને માઇલેજ
હવે ફ્રોંક્સ (Fronx) માટે ડાઉન પેમેન્ટ અને EMI પ્લાનની વિગતો જાણ્યા પછી, તમારે તેના એન્જિન અને માઇલેજ વિશે પણ જાણવું જોઈએ. મારૂતિ સુઝુકી ફ્રોંક્સ (Maruti Suzuki Fronx) માં 1.2L 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તે 6000 rpm પર 88.50 bhp પાવર અને 113 Nm ટોર્ક આઉટપુટ ઉત્પન્ન કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ છે. તેને 21.79 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ મળવાનો દાવો કરવામાં આવ્યો છે.


વર્ષમાં ફક્ત 3 મહિના મળે છે સ્ટ્રોબેરી જેવું દેખાતું આ ફળ, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
ડાયાબિટીસના દર્દીઓને નિયમિત પીવા જોઇએ આ 3 પ્રકારના લિક્વિડ, બ્લડ સુગર રહેશે કાબૂમાં