નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી (Maruti Suzuki) સોમવારે પોતાની સૌથી સસ્તી એસયૂવી કાર એસ-પ્રેસો (Maruti Suzuki S-Presso) ને લોન્ચ કરવા જઇ રહી છે. મારૂતિ દ્વારા મિની એસયૂવી તે સમયે લોન્ચ કરવામાં આવી રહી છે, જ્યારે દેશના ઓટો માર્કેટની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. માંગમાં ઘટાડો આવ્યા બાદ વાહન નિર્માતા કંપનીઓ પણ સસ્તી કારોને ઓફર કરવા તરફ ધ્યાન આપી રહી છે. થોડા દિવસો પહેલાં રિનોલ્ટે સસ્તી 7 સીટર એમપીવી લોન્ચ કરી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાનદાર ઓફર, Maruti Suzuki ની Vitara Brezza ખરીદતાં 1 લાખ સુધી છૂટ


3.50 લાખથી શરૂ થશે કિંમત
Maruti ની આગામી નવી મિની એસયૂવી માટે લોકોમાં ખૂબ ઉત્સાહ છે. મારૂતિની S-Presso SUV કંપનીની એંટ્રી લેવલ એસયૂવી હશે. કાર દેખોમાં પ્રકાશિત સમાચાર અનુસાર શરૂઆતી કિંમત વિશે વાત કરીએ તો આ 3.50 લાખ રૂપિયાના એક્સશો રૂમ પ્રાઇઝ પર મળી શકે છે. તો બીજી તરફ S-Presso ના ટોપ વેરિન્ટની વાત કરીએ તો તેની કિંમત 5.30 લાખ રૂપિયા હોવાની આશા છે. લોન્ચિંગ પહેલાં જ Maruti S-Presso ના કેટલાક ફીચર્સ મીડિયામાં લીક થઇ ચૂક્યા છે. 

સ્ટોક ખતમ કરવા માટે કંપનીઓ સસ્તામાં વેચી રહી છે બાઇક અને સ્કૂટર


BS6 માપદંડવાળુ એન્જીન
મારૂતિની નાની એસયૂવીમાં BS6 માપદંડવાળું એન્જીન હશે. કંપની તેના ચાર વેરિન્ટમાં ઇન્ડીયન માર્કેટમાં લોન્ચ કરશે. અત્યાર મારૂતિ દ્વારા કારમાં પેટ્રોલ અને સીએનજી એન્જીન આપવામાં આવશે. તેના ચાર વેરિએન્ટ Std, LXi,  VXi અને VXi+ હશે.


કારનું એન્જીન
SUV S-Presso માં 1.0 લીટરનું પેટ્રોલ એન્જીન હશે. આ એન્જીનની 5500 RPM પર 68 hp પાવર હશે અને આ  90 Nm નો ટોર્ક જનરેટ કરશે. 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ ઉપરાંત તેમાં ઓટો ગિયર શિફ્ટનો પણ ઓપ્શન મળશે. કારનું ઓટોમેટિક વેરિએન્ટ VXi, VXi અને VXi+ વેરિએન્ટમાં આવવાની આશા છે. 

તહેવારની સિઝનમાં ISUZU પોતાની ગાડીઓ પર આપી રહી છે 2 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ


કારનું ડાઇમેંશન
મારૂતિ એસ-પ્રેસોની લંબાઇ 3565 mm, પહોળાઇ 1520 mm, ઉંચાઇ 1564 mm અને વ્હીલ બેસ 2380 mm હશે. જ્યારે રિનોલ્ટ ક્વિડની લંબાઇ 3679 mm, પહોળાઇ1579 mm, ઉંચાઇ 1478 mm અને વ્હીલ બેસ 2422 mm છે. એટલે કે ઉંચાઇમાં મારૂતિની નવી કાર ક્વિડ કરતાં આગળ હશે. 


માઇલેઝ પણ દમદાર
તમને જણાવી દઇએ કે મારૂતિની એસ પ્રેસોમાં 27 લીટર ઓઇલની ક્ષમતાવાળી ફ્યૂલ ટેંક હશે. હાલમાં ક્વિડમાં 28 લીટરની ફ્યૂલ ટેંક છે. મારૂતિની અપકમિંગ કારની માઇલેજ પણ 24 કિમી પ્રતિ લીટર હોઇ શકે છે, જ્યારે ક્વિડ 22 ની માઇલેજ આપે છે. 

સસ્તી થઇ Maruti ની કારો, અલ્ટોથી માંડીને Swift ના ભાવમાં મોટો ઘટાડો



કારનો લુક
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલી એસ-પ્રેસોનો લુક સ્પોર્ટી લુક છે. જાણકારોના અનુસાર આશા છે કે મારૂતિ તેની સસ્તી કાર તરીકે લોન્ચ કરશે. એવામાં તેની શરૂઆતી કિંમત 4 લાખ રૂપિયા હોઇ શકે છે. કંપની તેનું વેચાણ અરીના ડીલરશિપ દ્વારા કરશે. મારૂતિએ એસ-પ્રેસોના કોન્સેપ્ટને ઓટો એક્સપો-2018માં રજૂ કરી હતી.