MARUTI પેટ્રોલ વેરિએન્ટની સાથે ઉતારશે આ કારનું CNG-LPG વેરિએન્ટ, બનાવ્યો જોરદાર પ્લાન
મારૂતિ સુઝુકી WagonR ના નવા અવતારને 23 જાન્યુઆરીએ લોંચ કરી રહી છે. સાચા સમાચાર એ છે કે કંપની પહેલાં જ દિવસે ન્યૂ WagonR ના CNG અને LPG વેરિએન્ટને બજારમાં પેટ્રોલ વર્જન સાથે વેચવાનું શરૂ કરશે. આમ એટલા માટે કારણ કે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની ડિસેમ્બરમાં વેચાણ 1.3 ટકા ઘટીને 1,28,338 એકમો પર આવી ગઇ છે. ગત વર્ષે ડિસેમ્બરમાં તેણે 1,30,066 વાહન વેચ્યા હતા.
શું છે મારૂતિનું પ્લાનિંગ
કારોનું વેચાણ ઘટવાથી ચિંતિત કંપનીએ યોજના બનાવી છે કે તે હવે ન્યૂ વેગનઆર દરેક વેરિએન્ટને એકસાથે બજારમાં ઉતારશે. આ ખુલાસો રશલેનના સમાચારમાં થયો છે. જોકે કંપની દ્વારા કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી. હાલ WagonR હજુ LPG વેરિએન્ટમાં આવતી નથી.
LPG વેરીએન્ટના ફાયદા
LPG કાર ઓછા પ્રદૂષણવાળી હશે. જાણકારોનું માનીએ તો આ ચલાવવામાં ખૂબ વ્યાજબી હશે અને ઓછું પ્રદૂષણ ફેલાવશે. તેની માંગ પણ બજારમાં ખૂબ છે. આમ પણ કેંદ્વ સરકાર 2020થી દેશમાં BS6 એમિશન નોર્મ્સવાળા વાહનના જ વેચાણની પરવાનગી આપશે, જે ઓચા પ્રદૂષણવાળા વાહન હશે.
કેટલું વેચાણ રહ્યું
મારૂતિ સુઝુકીનું સ્થાનિક બજારમાં વેચાણ 1.8 ટકા વધીને 1,21,479 વાહનો પર પહોંચી ગઇ છે. ડિસેમ્બર 2017માં તેણે 1,19,286 વાહનોનું વેચાણ કર્યું હતું. Alto અને WagonR સહિત નાની કારોનું વેચાણ ડિસેમ્બર 2017માં 32,146 એકમોમાંથી ઘટીને ડિસેમ્બર 2018માં 27,661 એકમો પર આવી ગઇ. તેમાં 14 ટકાનો ઘટાડો નોંધાયો છે. સ્વિફ્ટ, સેલેરિયો, ઇગ્નિસ, બલેનો અને ડિઝાયર સહિત કોમ્પેક્ટ વાહનોનું વેચાણ 3.8 ટકા ઘટીને 51,334 વાહન રહ્યું. ગત વર્ષે આ મહિને આ આંકડો 53,336 એકમો પર હતો.
એસ-ક્રોસના વેચાણમાં ઉછાળો
મધ્યમ શ્રેણીની Sedan સ્રીરીઝની Ciazનું વેચાણ આ દરમિયાન 2,382 એકમોથી ઘટીને 4,734 એકમો પર પહોંચી ગઇ. વિટારા બ્રેજા, એસ ક્રોસ અને અર્ટિગા સહિત યૂટિલિટી વાહનોનું વેચાણ 4.9 ટકા વધીને 20,225 વાહનો પર પહોંચી ગઇ. ગત વર્ષે ડિસેમ્બરમાં તેણે આ શ્રેણીના 19,276 એકમો વેચ્યા હતા. ડિસેમ્બર મહિનામાં મારૂતિનું નિર્યાત 36.4 ટકા ઘટીને 6,859 એકમ થઇ ગયું. ડિસેમ્બર 2017માં તેણે 10,780 વાહનોનું નિર્યાત કર્યું હતું.