Smartphone આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. ફીચર ફોન સિવાય મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. ઘણીવાર આપણને આશ્ચર્ય થાય છે કે સેલેબ્સ અને બિઝનેસ ટાયકૂન્સ કયા ફોનનો ઉપયોગ કરે છે. મોટાભાગના લોકો iPhone અને Samsung ફોનનો ઉપયોગ કરે છે. શું તમે જાણો છો કે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ કયો ફોન વાપરે છે? તેણે થોડા વર્ષો પહેલા જ આ વાતનો ખુલાસો કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેવરિટ બ્રાન્ડ 
થોડા વર્ષો પહેલા માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે તેને એન્ડ્રોઇડ ઓએસ ખૂબ પસંદ છે. તેમણે એ પણ કહ્યું કે તે લાંબા સમયથી સેમસંગ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. 


સૌથી શક્તિશાળી ફોન માનવામાં આવે છે
આ સિવાય Instagram ચીફ એડમ મોસેરીએ તાજેતરમાં કહ્યું હતું કે 'Android હવે iOS કરતાં વધુ સારું છે'. જો કે ઝકરબર્ગે એ નથી જણાવ્યું કે તે કયા મોડલનો ઉપયોગ કરે છે. પરંતુ તે કહે છે કે તેને એન્ડ્રોઇડ ખૂબ જ ગમે છે, કારણ કે મોટાભાગના લોકો એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત, તે ઇચ્છે છે કે ફેસબુકની ટીમોને માત્ર આઇફોનને બદલે અલગ-અલગ એન્ડ્રોઇડ ફોનનીન પણ ઍક્સેસ મળે.


પરંતુ હજુ પણ પ્રશ્ન એ છે કે માર્ક કયો ફોન વાપરે છે? માર્ક હાલમાં જ ટેલર સ્વિફ્ટના કોન્સર્ટમાં જોવા મળ્યો હતો. ત્યાંથી તેણે કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં દૂરથી તેનો ફોન દેખાતો હતો. તેના હાથમાં કાળા રંગનો ફોન હતો, જે Galaxy S21 અથવા 21 Plus જેવો દેખાતો હતો. પરંતુ તે Galaxy S22 અથવા S22 Plus પણ હોઈ શકે છે. કારણ કે બંનેની ડિઝાઈન સરખી છે.


આ પણ વાંચો:
વડતાલ મંદિરમાં શરૂ થયો ભવ્ય હિંડોળા મહોત્સવ, મંદિરના 200 વર્ષના ઈતિહાસને રજૂ કરાયો
આ 3 રાશિના લોકો નવેમ્બર સુધી રહે સાવધાન, વક્રી શનિ વધારી શકે છે જીવનમાં સમસ્યાઓ

કયા દેશમાં થાય છે શ્વાનની પૂજા? નામ જાણશો તો આશ્ચર્યચકિત થશો, કારણ પણ જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube