નવી દિલ્હી: ગાડી ચલાવનારને હંમેશા ટાયર પંચર થવાનો અને ટાયરની હવા કાઢવાનો ભય સૌથી વધુ રહે છે. જોકે બજારમાં ટ્યૂબલેસ ટાયર આવી ચૂક્યા છે જોકે પંચર થવા છતાં લાંબુ અંતર કાપી શકે છે. પરંતુ હવે દુનિયાની જાણીતિ કંપની Michelin અને જનરલ મોટર્સે કારો માટે નવી જનરેશનના 'એરલેસ વ્હીલ' ટેક્નોલોજી રજૂ કરી છે. આ ટેક્નિક Uptis (યૂનિક પંચરપ્રૂફ ટાયર સિસ્ટમ) કહેવામાં આવે છે. તેમાં હવા ભરવામાં આવતી નથી. એટલા માટે પંચર થવાનો ડર રહેતો નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5000mAh બેટરીવાળો Vivo Z5x ખૂબ જલદી થશે લોન્ચ, જાણો તેના શાનદાર ફીચર્સ


જોઇન્ટ રિસર્ચ એગ્રીમેન્ટ હેઠળ બંને કંપનીઓને 2024ની શરૂઆતમાં પેસેન્જર મોડેલ પર Uptisને રજૂ કરવાના ટાર્ગેટ સાથે પ્રોટોટાઇપ પર કરશે. Michelin અને જનરલ મોટર્સ પ્રોટોટાઇપ પર કામ કરી શકે છે અને તેમાં શરૂઆત શેવરલે બોલ્ડ ઇવીથી કરવા જઇ રહ્યા છે. આ વર્ષના અંત સુધી કંપનીઓ મિશિગનમાં બોલ્ટ ઇવી વાહનોના ટેસ્ટ પર અપટિસનું વાસ્તવિક ટેસ્ટીંગ શરૂ કરશે.

હવે તમારા AC ને ઘરેબેઠાં બનાવી શકો છો એર પ્યૂરીફાયર, IITના વિદ્યાર્થીએ ડેવલોપ કરી ટેકનિક


આ ટાયરમાં આ પ્રકારના મટેરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જોકે પ્રેસર પડતાં ફ્લેક્સિબલ થઇ શકે છે અને વધુમાં વધુ ભાર સહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ ટાયરને આજના સમયના અતિઆધુનિક વાહનોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ ટાયર માટે કોઇપણ પ્રકારની મેંટેનેંસની પણ કોઇ જરૂરિયાત નથી. એટલે કે આ ટાયર લાંબા સમય સુધી પ્રયોગ કરી શકાય છે. 

સતત 12મા દિવસે પેટ્રોલના ભાવમાં ઘટાડો, આ રહ્યો આજનો ભાવ


મિશ્લિન ગત પાંચ વર્ષોથી એરલેસ ટાયર્સ પર કામ કરી રહ્યા છે. આ ફ્લેટ ટાયર અને બ્લોઆઉટના જોખમને ખતમ કરી દેશે. દુનિયાભરમાં લગભગ 200 મિલિયન ટાયર દર વર્ષે સમય પહેલાં પંક્ચર, ખરાબ રસ્તા અથવા હવાના ઓછા પ્રેશરના લીધે ખરાબ થઇ જાય છે. અપટિસ પ્રોટાઇપ દ્વારા ઓછું થઇ જાય છે.