સતત 12મા દિવસે પેટ્રોલના ભાવમાં ઘટાડો, આ રહ્યો આજનો ભાવ

ઇન્ટરનેશનલ લેવલ પર ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉછાળા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત નરમાઇ છે. સોમવારે પેટ્રોલના ભાવમાં 13 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 11 પૈસા પ્રતિ લીટરનો મોટો ઘટાડો આવ્યો છે. સોમવારે સતત 12મા દિવસ છે, જ્યારે પેટ્રોલના ભાવમાં ઘટાડો આવ્યો છે. 13 પૈસાના ઘટાડા સાથે સોમવારે દિલ્હીમાં પેટ્રોલ 70.43 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 64.39 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયો. આ પહેલાં રવિવારે પેટ્રોલમાં 16 પૈસા અને ડીઝલના ભાવમાં 15 પૈસાનો ઘટાડો આવ્યો હતો. 
સતત 12મા દિવસે પેટ્રોલના ભાવમાં ઘટાડો, આ રહ્યો આજનો ભાવ

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ લેવલ પર ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉછાળા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત નરમાઇ છે. સોમવારે પેટ્રોલના ભાવમાં 13 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 11 પૈસા પ્રતિ લીટરનો મોટો ઘટાડો આવ્યો છે. સોમવારે સતત 12મા દિવસ છે, જ્યારે પેટ્રોલના ભાવમાં ઘટાડો આવ્યો છે. 13 પૈસાના ઘટાડા સાથે સોમવારે દિલ્હીમાં પેટ્રોલ 70.43 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 64.39 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયો. આ પહેલાં રવિવારે પેટ્રોલમાં 16 પૈસા અને ડીઝલના ભાવમાં 15 પૈસાનો ઘટાડો આવ્યો હતો. 

મેટ્રો સિટીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
સોમવારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલના ભાવમાં 70.43 રૂપિયા અને ડીઝલના ભાવમાં 64.39 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઇમાં પેટ્રોલ 76.12 રૂપિયા અને ડીઝલ 67.51 રૂપિયા, કલકત્તામાં પેટ્રોલ 72.68 રૂપિયા અને ડીઝલ 66.31 રૂપિયા, ચેન્નઇમાં પેટ્રોલ 73.18 રૂપિયા અને ડીઝલ 68.12 રૂપિયા, નોઇડામાં પેટ્રોલ 70.45 રૂપિયા અને ડીઝલ 63.91 રૂપિયા અને ગુરૂગ્રામમાં પેટ્રોલ 70.76 રૂપિયા અને ડીઝલ 63.79 રૂપિયા પ્રતિ લીટર છે. 

ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી
આંતરરાષ્ટ્રીય બજારમાં ગત અઠવાડિયે ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી તેજી આવી છે. એવામાં જાણકારોને આશા છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી તેજી આવી શકે છે. બેંચમાર્ક ક્રૂડ ઓઇલ બ્રેંટ ક્રૂડનો ભાવ ફરીથી 63 ડોલર પ્રતિ બેરલથી ઉપર જતો રહ્યો છે અને આગળ તેજી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એવામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ચાલી રહેલા ઘટાડા પર વિરામ લાગી શકે છે. ગત અઠવાડિયે બેંટ ક્રૂડનો ભાવ 60 ડોલર પ્રતિ બેરલ સુધી ઘટી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news