સ્ક્રીન ગાર્ડ લગાવતા પહેલાં જાણી લેજો ફોનને પણ થાય છે આ નુક્સાન, ના કરતા આ ભૂલ
Screen Guard: નવો ફોન ખરીદતાંની સાથે જ મોટાભાગના લોકો તેના પર ટેમ્પર્ડ ગ્લાસ લગાવે છે જેથી ફોનની સ્ક્રીન સુરક્ષિત રહી શકે. પરંતુ આવા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે જેઓ જાણે છે કે સ્ક્રીન ગાર્ડ મોબાઇલને નુકસાન પહોંચાડે છે. આનાથી માત્ર કોલિંગમાં તકલીફ થતી નથી, પરંતુ યુઝર્સને લાગવા લાગે છે કે તેમનો ફોન ડેમેજ થઈ ગયો છે.
Screen Guard: હાલમાં મોબાઈલ વિના કોઈને પણ ચાલતું નથી. ફોન નવો હોય એની પર એક પણ સ્ક્રેચ પડે તો તમારો જીવ ઉંચો નીચો થઈ જાય છે. નવો ફોન ખરીદતાંની સાથે જ મોટાભાગના લોકો તેના પર ટેમ્પર્ડ ગ્લાસ (Tempered Glass) લગાવે છે જેથી ફોનની સ્ક્રીન સુરક્ષિત રહી શકે. પરંતુ આવા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે જેઓ જાણે છે કે સ્ક્રીન ગાર્ડ મોબાઇલને નુકસાન પહોંચાડે છે. આનાથી માત્ર કોલિંગમાં તકલીફ થતી નથી, પરંતુ યુઝર્સને લાગવા લાગે છે કે તેમનો ફોન ડેમેજ થઈ ગયો છે. આજે અમે તમને જણાવીશું કે આવું કેમ થાય છે અને તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો.
બ્લૉક થઈ જાય છે સેન્સર
નવા સ્માર્ટફોનમાં આધુનિક ટચ ડિસ્પ્લે આપવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત એમ્બિયન્ટ લાઇટ Ambient Ligh સેન્સર અને પ્રોક્સિમિટી Proximity સેન્સર હોય છે. પરંતુ જ્યારે આપણે ફોન પર સ્ક્રીનગાર્ડ મુકીએ છીએ ત્યારે આ સેન્સર બ્લોક થઈ જાય છે અને કામ કરવાનું બંધ કરી દે છે. આને કારણે, ફોન કોલ દરમિયાન સ્ક્રીન લાઈટ હેરાન કરે છે. અને વાત કરતી વખતે, તમારા ફોનમાં બીજી એપ ખુલે છે. આ સિવાય જ્યારે સ્ક્રીન પર ફિંગરપ્રિન્ટ હોય ત્યારે સ્માર્ટફોનને અનલૉક કરવામાં તકલીફ પડે છે. અને ફોન મોડો ખુલે છે.
આ પણ વાંચો
અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી 'ઘાતક' આગાહી; ગુજરાતમાં જૂન સુધી કમોસમી વરસાદ પડશે
આ મહિને બની રહ્યો છે ગુરૂ ચાંડાલ યોગ, 7 મહિના સુધી આ રાશિઓને થશે મોટું નુકસાન
જૂનિયર ક્લર્કની પરીક્ષામા થશે આ નવતર પ્રયોગ, હસમુખ પટેલનુ ZEE 24 કલાક પર મોટું નિવદન
આ તકલીફથી કેવી રીતે મેળવશો છુટકારો?
હવે કેટલાક લોકોના મનમાં પ્રશ્ન ઉભો થવો જ જોઇએ કે આવી સ્થિતિમાં શું કરવું જેથી ફોનનું સેન્સર બ્લોક ના થાય અને ડિસ્પ્લે પણ સુરક્ષિત રહે? તો જાણી લો કે આ સમસ્યા મોટા ભાગે તે સ્માર્ટફોનમાં આવે છે જેમાં હલકી ક્વોલિટીના સ્ક્રીનગાર્ડ લગાવવામાં આવે છે. ભારતમાં તેની સંખ્યા ઘણી વધારે છે. એટલા માટે નિષ્ણાતો હંમેશા સારી કંપનીના સ્ક્રિનગાર્ડનો ઉપયોગ કરવાની ભલામણ કરતા હોય છે. હવે જ્યારે પણ તમે ફોન ખરીદો, તે જ કંપની પાસેથી સ્ક્રીન પ્રોટેક્ટર ખરીદો. આનું કારણ એ છે કે કંપનીઓ જાણે છે કે સેન્સર ક્યાં લગાવ્યું છે. આને ધ્યાનમાં રાખીને, કંપનીઓ સ્ક્રિનગાર્ડ તૈયાર કરે છે.
કેવી રીતે કામ કરે છે સેન્સર
જ્યારે તમે તડકામાં જાઓ છો, ત્યારે તમારા સ્માર્ટફોનની સ્ક્રિન લાઈટ આપોઆપ લાઈટ અનુસાર એડજસ્ટ થઈ જાય છે. આ એમ્બિયન્ટ લાઇટ સેન્સરના કારણે છે. તે જ સમયે, જો ફોન ઓછી પ્રકાશવાળી જગ્યા પર હોય, તો ફોનનો પ્રકાશ આપમેળે ઘટતો જાય છે. Proximity Mobile સેન્સરની વાત કરીએ તો, જ્યારે પણ તમે તમારા કાનની નજીક ફોન લો છો, ત્યારે તેની લાઈટ બંધ થઇ જાય છે. તમે એ જોયું જ હશે પરંતુ તમને ખબર નહીં પડે કે આવું કેમ થાય છે. તે આ સેન્સરને કારણે છે.
આ પણ વાંચો
IPL 2023 માં હૈદરાબાદનો ફરી ફ્લોપ શો, લખનઉના હાથે મળી સજ્જડ હાર
લાખોનું ઘર લો છો તો આ ના કરતા ભૂલ, કંઇ પણ થયું તો પસ્તાવાનો પાર નહીં રહે
30 વર્ષ બાદ પોતાની રાશિમાં શનિદેવ, આ 3 રાશિવાળા પર 2 વર્ષ સુધી પૈસાનો થશે વરસાદ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube