Reliance Jio: મુકેશ અંબાણીએ પટારામાંથી કાઢ્યો Jio નો સૌથી સસ્તો પ્લાન, ઓછા ખર્ચે મળશે બધું જ
Reliance Jio: રિલાયન્સ Jio ના મોંઘા પ્લાનનો વિરોધ કરી અને યુઝરે જીઓમાંથી પોર્ટ પણ કરાવી લીધું હતું. જો કે લોકોનો વિરોધ જોતા હવે રિલાયન્સ જીયો તરફથી અફોર્ડેબલ પ્લાન્સ રજૂ કરવામાં આવી રહ્યા છે. સાથે જ કેટલાક પ્લાન્સને રિવાઇઝ પણ કરવામાં આવી રહ્યા છે.
Reliance Jio: જુલાઈ મહિનાની શરૂઆતમાં રિલાયન્સ Jio ના સસ્તા પ્લાન મોંઘા કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે મુકેશ અંબાણીને ભારે નુકસાન સહન કરવું પડ્યું. રિલાયન્સ Jio ના મોંઘા પ્લાનનો વિરોધ કરી અને યુઝરે જીઓમાંથી પોર્ટ પણ કરાવી લીધું હતું. જો કે લોકોનો વિરોધ જોતા હવે રિલાયન્સ જીયો તરફથી અફોર્ડેબલ પ્લાન્સ રજૂ કરવામાં આવી રહ્યા છે. સાથે જ કેટલાક પ્લાન્સને રિવાઇઝ પણ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: Jio New plans: Jio ના 3 જોરદાર પ્લાન લોન્ચ, 51 રૂપિયામાં મળશે અનલિમિટેડ 5G ડેટા..
એટલે કે ફરી એક વખત લોકોને સસ્તા ભાવમાં વધારે બેનિફિટ આપવાની શરૂઆત જીયોએ કરી છે. જીયોના કેટલાક સસ્તા પ્લાન ખૂબ જ લોકપ્રિય છે ચાલો આજે તમને Jio ના આવા જ સસ્તા પ્લાન વિશે જણાવીએ.
Jio નો 299 નો રિચાર્જ પ્લાન
આ પણ વાંચો: BSNL એ લોન્ચ કર્યો સૌથી સસ્તો 28 દિવસનો પ્લાન, ફ્રી કોલિંગ, ડેટા સાથે મળશે ઘણું બધું
જે પ્લાનની વાત અહીં થઈ રહી છે તે 299 નો રિચાર્જ પ્લાન છે. આ રિચાર્જ પ્લાનની વેલીડીટી 28 દિવસની છે જેમાં અનલિમિટેડ કોલિંગ અને ભરપૂર ડેટાનો લાભ યુઝરને મળે છે. આ પ્લાનમાં કુલ 42 GB ડેટા મળે છે એટલે કે રોજનો 1.5 GB ડેટા યુઝરને મળે છે. આ ઉપરાંત રોજના 100 એસએમએસ પણ ફ્રી મળે છે.
આ પણ વાંચો: Jio એ લોન્ચ કર્યા 2 નવા પ્લાન, અનલિમિટેડ કોલિંગ સાથે મળશે ઓટીટી એપ્સના સબ્સક્રિપ્શન
આ પ્લાનમાં ડેટા અને SMSના બેનિફિટ સિવાય જીઓ ટીવી, જીઓ સિનેમા અને જીઓ ક્લાઉડનો લાભ પણ યુઝરને મળે છે. ડેઈલી ડેટા પૂરો થયા પછી 64 kbps ની સ્પીડ પર ઇન્ટરનેટ વાપરી શકાય છે. જોકે આ પ્લાનમાં જીયો સિનેમા નું પ્રીમિયમ સબસ્ક્રીપશન મળશે નહીં.
આ પણ વાંચો: Monsoon Tips: ઘરમાંથી ગરોળી ભગાડવા અપનાવો આ 3 ટ્રીક, ગરોળીની સાથે જંતુઓ પણ ભાગી જશે
349 નો પ્લાન
Jio પાસે અનલિમિટેડ 5G વાળો 349 નો પ્લાન પણ છે. આ પ્લાનની વેલીડીટી પણ 28 દિવસની છે અને તેમાં યુઝરને રોજ 2 GB ડેટા મળે છે. અન્ય ટેલિકોમ કંપનીઓના આ પ્રાઈઝના રિચાર્જ પ્લાનમાં બેનિફિટ જીઓ કરતા ઓછા મળે છે. જ્યારે Jio ના આ પ્લાનમાં સૌથી વધુ બેનિફિટ આપવામાં આવે છે.