દિવાળી પહેલા ઘરમાંથી બહાર ફેંકી દેજો આ 5 વસ્તુ, દૂર થઈ જશે ગરીબી, આખી જિંદગીની શાંતિ
Diwali 2024 Vastu Shastra: આજે અમે તમને તે ચીજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે દિવાળી પહેલા ઘરની બહાર કાઢી નાંખવી જોઈએ, નહીંતર ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે અને નકારાત્મક ફેલાય છે. આવો જાણીએ...
Trending Photos
Diwali 2024 Vastu: દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક માનવામાં આવે છે. સૌથી વધુ લોકો દિવાળીની વર્ષથી રાહ જોતા હોય છે. હિન્દુ પંચાંગ અનુસાર કારતક મહીનાની અમાસના દિવસે દિવાળી મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશ, માતા લક્ષ્મીની પુજા કરવાનો રિવાજ છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે લક્ષ્મી ગણેશની પુજા કરવાથી સુખ-શાંતિનો વાસ થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. આ વર્ષે દિવાળીનો તહેવાર 1 નવેમ્બરે મનાવવામાં આવશે.
દિવાળી પહેલા કરો સાફ સફાઈ
દિવાળી આવ્યા પહેલા લોકો ઘરની સાફ સફાઈ કરવા લાગે છે. માન્યતા છે કે ધનની દેવી મા લક્ષીનો વાસ હોય છે જ્યાં સાફ સફાઈ અને સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે. આજે અમે તમને તે ચીજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે દિવાળી પહેલા ઘરની બહાર કાઢી નાંખવી હિતાવહ છે. નહીંતર ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે અને નકારાત્મક ફેલાય છે. આવો જાણીએ...
1. તૂટેલો કાચ
જો તમારા ઘરમાં કોઈ તૂટેલો કાચ રાખેલો છે તો દિવાળી પહેલા ઘરની બહાર કાઢી નાંખો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલો કાચ રાખવાથી નેગેટિવિટી ફેલાય છે અને ઘરના સભ્યો પર અશુભ પ્રભાવ પડે છે.
2. બંધ ઘડિયાળ
જો તમારા ઘરમાં કોઈ ઘડિયાળ બંધ પડેલી છે તો પછી તેણે રિપેર કરાવી લો અથવા તો ઘરની બહાર કાઢી નાંખો. માનવામાં આવે છે કે બંધ ઘડિયાળથી નકારાત્મકતા ફેલાય છે અને ગૃહ કલેશ વધી જાય છે.
3. ખરાબ ફર્નીચર
દિવાળીના પાવન તહેવાર પહેલા ઘરમાંથી ખરાબ ફર્નીચર બહાર કાઢી નાંખવું હિતાવહ છે. તૂટેલું કે ખરાબ ફર્નીચરથી ઘરની સુખ શાંતિ ચાલી જાય છે.
4. ખંડિત મૂર્તિઓ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર પર દેવી દેવતાની ખંડિત મૂર્તિ રાખવી જોઈએ નહીં. કહેવામાં આવે છે કે ખંડિત મૂર્તિઓ દુર્ભાગ્યનું મોટું કારણ બને છે.
5. લોખંડ
જો તમારા ઘરમાં પણ ખરાબ લોખંડ હોય તો દિવાળી પહેલા તમે ઘરમાંથી બહાર કાઢી નાંખો. માન્યતા છે કે આ ચીજોને શનિ અને રાહુનો નકારાત્મક પ્રભાવ ઉઠાવવો પડે છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે અને ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે