Netflix to Stop Password Sharing Deadline Confirmed: દુનિયાના સૌથી લોકપ્રિય ઓટીટી પ્લેટફોર્મ્સમાં નેટફ્લિક્સની ગણતરી કરવામાં આવે છે. થોડા સમય પહેલા નેટફ્લિક્સ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ઓટીટી પ્લેટફોર્મ ટુંક સમયમાં કંઇક એવું કરવા જઈ રહ્યું છે જે બાદ યુઝર્સ તેના નેટફ્લિક્સ એકાઉન્ટનો પાસવર્ડ તેના મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરી શકશે નહીં. આ નિયમ ક્યારથી લાગુ કરવામાં આવશે અને તેનું ધ્યાન કેવી રીતે રાખવામાં આવશે. આવો જાણીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં સત્તાવાર રીતે નેટફ્લિક્સે આ નવા નિયમને લાગુ કરવાની તારીખ જાહેર કરી નથી પરંતુ આ સાથે જોડાયેલા એક સમાચાર સામે આવ્યા છે. ધ ન્યુ યોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર આ વર્ષના અંત, એટલે કે ઓક્ટોબર 2022 સુધી નેટફ્લિક્સ પાસવર્ડ શેરિંગને રોકવાનું શરૂ કરી દેશે. જો તમે એવું વિચારી રહ્યા છો કે નેટફ્લિક્સના આ નિયમને લાગુ કર્યા બાદ તેની તમારા પર શું અસર થશે તો અમે તમને આ વિશે જણાવી છીએ.


IPL 2022 KKR: ટૂર્નામેન્ટ વચ્ચે આ ખેલાડીએ છોડ્યો કેકેઆરનો સાથે, ટીમ બહાર થવાની આરે


આ નવા નિયમ લાગુ થયા બાદ જો તમે કોઇ અન્ય એકાઉન્ટ પર નેટફ્લિક્સ જોઈ રહ્યા છો, તો એકાઉન્ટ હોલ્ટરને એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે. એવામાં સારુ રહેશે કે તમે તમારા એકાઉન્ટનો પાસવર્ડ કોઈની સાથે પણ શેર ના કરો. તમને જણાવી દઈએ કે, 2022 ના પહેલા ત્રણ મહિનામાં નેટફ્લિક્સે લગભગ 2,00,000 સબ્સક્રાઈબર્સ ગુમાવ્યા છે અને આવું છેલ્લા દસ વર્ષમાં પહેલી વખત થયું છે. આશા કરવામાં આવી રહી છે કે, આવનારા મહિનાઓમાં કંપની વધુ બે મિલિયન સબસ્ક્રાઈબર્સ ગુમાવી શકે છે.


સાઉથ એક્ટ્રેસનો મોટો ખુલાસો, ફિલ્મના સેટ પર ડાયરેક્ટરે મારી જે કર્યું તે હું ક્યારે નહીં ભુલી શકું


નેટફ્લિક્સનું કહેવું છે કે આ પ્લેટફોર્મ પર લગભગ 100 મિલિયન યુઝર્સ પાસવર્ડ શેર કરી કન્ટેન્ટ જોઈ રહ્યા છે. આ કારણ છે કે નેટફ્લિક્સે પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કરી લીધો છે. તમને જણાવી દઈએ કે, નેટફ્લિક્સના એક મહિનાના મોબાઈલ પ્લાનનો ફાયદો માત્ર 149 રૂપિયામાં ઉઠાવી શકો છો. જ્યારે એક વર્ષનો પ્લાન તમને 1788 રૂપિયામાં પડશે. તેના બેઝિક પ્લાનની કિંમત 199 રૂપિયા એક મહિનાના છે અને 2388 રૂપિયા એક વર્ષના છે. 


ટ્રાન્જેક્શન કરતા પહેલા આ સમાચાર તમારા માટે જાણવા જરૂરી, નહીં તો કેશ ઉપાડી શકો નહીં


જો તમે નેટફ્લિક્સનો સ્ટાન્ડર્ડ પ્લાન લો છો તો તમારે દર મહિને 4999 રૂપિયા આપવા પડશે અને એક વર્ષ માટે 5988 રૂપિયા આપવા પડશે. આ સાથે પ્રીમિયમ પ્લાની વાત કરીએ તો આ પ્લાન માટે દર મહિને તમારે 649 રૂપિયા ખર્ચ કરવા પડશે. જ્યારે એક વર્ષના પ્રીમિયમ પ્લાન માટે તમારે 7788 રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube