નવી દિલ્હી : દેશની અગ્રગણ્ય ટુ વ્હીલર કંપની ટીવીએસ મોટર્સ નવી બાઇક લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ બાઇક 110 સીસીની કમ્યુટર બાઇક હશે અને એને યુવાનોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. હાલમાં કંપનીએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી 6 સેકન્ડનો વીડિયો જાહેર કરીને આ બાઇક લોન્ચનું એલાન કર્યું છે. જોકે એમાં બાઇકની  ડિઝાઇન અને ફિચર્સ વિશે કોઈ જાણકારી આપવામાં નથી આવી. 


કંપની યુવાનોને ધ્યાનમાં રાખીને આ બાઇક લોન્ચ કરી રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ બાઇકની ડિઝાઇન વિક્ટર, ટીવીએસ સ્ટાર સિટી પ્લસ અને ટીવીએસ સ્પોર્ટથી અલગ હશે. 


ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...