SIM Card Rule : જો તમને વારંવાર સમી બદલવાની આદત હોય તો આ સમાચાર તમારા માટે અતિ અગત્યના છે.  મોબાઇલ સિમ કાર્ડ માટે નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે. ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)તરફથી 15 માર્ચ 2024ના નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે, જે 1 જુલાઈ 2024થી દેશભરમાં લાગૂ થશે. ટ્રાઈનું કહેવું છે કે નિયમોમાં ફેરફાર કરવાથી ફ્રોડની ઘટનાઓ પર લગામ લગાવી શકાય છે. પરંતુ તેનાથી સામાન્ય યુઝર્સે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. જે તમને ધક્કા ખવડાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિયમોમાં થયો આ ફેરફાર
નવા નિયમો હેઠળ મોબાઇલ યૂઝર્સે તાજેતરમાં પોતાનું સિમ કાર્ડ સ્વેપ કર્યું છે તે તો પોતાનો મોબાઈલ નંબર પોર્ટ કરી શકશે નહીં. નોંધનીય છે કે સિમની અદલા-બદલીને સિમ સ્વેપિંગ કહેવામાં આવે છે. સિમ સ્વેપિંગ સિમ કાર્ડ ખાવાય જવા કે પછી તેના તૂટવા પર થાય છે. આમ થવા પર તમે તમારા ટેલીકોમ ઓપરેટરથી તમારૂ જૂનું સિમ બદલીને નવું સિમ લેવા માટે કહો છો.


શું થશે ફાયદો?
ટ્રાઈનું કહેવું છે કે આ પગલું ફ્રોડની ઘટનાઓ રોકવાને ધ્યાનમાં રાખીને ભરવામાં આવ્યું છે. નવા નિયમનો ફ્રોડ કરનારને સિમ સ્વેપિંગ કે પછી રિપ્લેસમેન્ટના તત્કાલ બાદ મોબાઈલ કનેક્શનને પોર્ટ કરવાથી રોકવા માટે ઉઠાવવામાં આવ્યું છે. જેનાથી ફ્રોડ કેસો અટકશે. તમારે મોબાઈલની સીમની ખરીદીમાં ફક્ત થોડું ધ્યાન રાખવું પડશે. 


આ પણ વાંચોઃ પરિવારની સેફ્ટી માટે ખુબ ખરતનાક છે આ 5 કાર! ગ્લોબલ NCAP એ આપ્યું ખરાબ રેટિંગ


શું છે સિમ સ્વેપિંગ
આજના સમયમાં સિમ સ્વેપિંગ ફ્રોડ વધી ગયા છે, જેમાં ફ્રોડ કરનાર તમારા પાન કાર્ડ અને આધારનો ફોટો સરળતાથી હાસિલ કરી શકે છે. ત્યારબાદ મોબાઈલ ગુમ થવાનું બહાનું બનાવી નવુ સિમ કાર્ડ જારી કરાવી લે છે. ત્યારબાદ તમારા નંબર પર આવનાર ઓટીપી ફ્રોડ કરનારની પાસે પહોંચી જાય છે.


ટ્રાઈની ભલામણ
ટ્રાઈએ દૂરસંચાર વિભાગ  (DoT)ને એક નવી સર્વિસ શરૂ કરવા ભલામણ કરી છે, જેમાં મોબાઈલ યૂઝર્સના હેન્ડસેટ પર આવનાર દરેક કોલનું નામ ડિસ્પ્લે થાય, પછી તે નામ કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ હોય કે નહીં. તેનાથી ફ્રોડની ઘટના રોકી શકાય છે. પરંતુ તેનાથી પ્રાઇવેસીને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા છે.