પરિવારની સેફ્ટી માટે ખુબ ખરતનાક છે આ 5 કાર! ગ્લોબલ NCAP એ આપ્યું ખરાબ રેટિંગ, વેચાણમાં નંબર-1 કાર પણ સામેલ

કારની સેફ્ટી ચેક કરવા માટે વર્તમાન સમયમાં ગ્લોબલ NCAP એક જાણીતી સંસ્થા છે. પરંતુ ભારતમાં કેટલીક એવી કારો છે જે વેચાણમાં તો આગળ છે પરંતુ સેફ્ટી રેટિંગમાં ખુબ પાછળ છે. 

પરિવારની સેફ્ટી માટે ખુબ ખરતનાક છે આ 5 કાર! ગ્લોબલ NCAP એ આપ્યું ખરાબ રેટિંગ, વેચાણમાં નંબર-1 કાર પણ સામેલ

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોમાં ધીમે-ધીમે ભારતીય ગ્રાહકો વચ્ચે પણ કાર ખરીદવા ,મયે સેફ્ટી એક મહત્વનું ફેક્ટર બની રહી છે. ઘણી કંપનીઓ કારમાં સેફ્ટી રેટિંગથી કોઈ સમજુતી કરતી નથી. કારની સેફ્ટી ચેક માટે વર્તમાન સમયમાં ગ્લોબલ NCAP એક પોપુલર ઓર્ગેનાઇઝેશન છે. પરંતુ ભારતમાં કેટલીક એવી કારો છે જે વેચાણમાં ખુબ આગળ રહે છે પરંતુ સેફ્ટીની દ્રષ્ટિએ તેને ખરાબ રેટિંગ મળેલું છે. આવો જાણીએ આવી પાંચ કારો વિશે..

Maruti WagonR
આ લિસ્ટમાં પ્રથમ સ્થાને મારૂતિ સુઝુકીની વેગનઆર છે, જેના નાણાકીય વર્ષ 2023-2024ના એપ્રિલ મહિનાથી લઈ ફેબ્રુઆરી સુધી કુલ 1,83,810 યુનિટ કારનું વેચાણ થયું છે. પરંતુ ગ્લોબલ NCAP એ મારૂતિ સુઝુકી વેગનઆરને એડલ્ટ સેફ્ટી માટે 1 સ્ટાર અને ચાઇલ્ડ સેફ્ટી માટે 0 સ્ટાર સેફ્ટી રેટિંગ આપ્યું છે.

Maruti Swift
મારૂતિ સુઝુકી સ્વિફ્ટે નાણાકીય વર્ષ 2023-24ના એપ્રિલ મહિનાથી લઈને ફેબ્રુઆરી દરમિયાન કુલ 1,79,593 કાર વેચી છે. ગ્લોબલ NCAP એ ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ અને ચાઇલ્ડ સેફ્ટી માટે 1 સ્ટાર રેટિંગ આપ્યું છે. નોંધનીય છે કે મારૂતિ સુઝુકી સ્વિફ્ટ કેલેન્ડર વર્ષ 2023માં ભારતની સૌથી વધુ વેચાતી કાર રહી હતી. 

Maruti Alto K10
મારૂતિ સુઝુકી ઓલ્ટો K10 ને ભારતીય ગ્રાહકો ખુબ પસંદ કરે છે. ઓલ્ટો K10 એ એપ્રિલ 2023થી લઈને ફેબ્રુઆરી 2024 દરમિયાન કુલ 1,02,622 યુનિટ કારનું વેચાણ કર્યું હતું. NCAP એ મારૂતિ અલ્ટો કે10ને એડલ્ટ સેફ્ટીમાં 2 સ્ટાર અને ચાઇલ્ડ સેફ્ટી માટે 0 સ્ટાર રેટિંગ આપ્યું છે. 

Maruti Ignis 
મારૂતિ સુઝુકિ ઈગ્નિસે નાણાકીય વર્ષ 2024ના પ્રથમ 11 મહિનામાં કુલ 29675 યુનિટ કાર વેચી હતી. મારૂતિ ઈગ્નિસને ગ્લોબલ NCAP એ એડલ્ટ સેફ્ટી માટે 1 સ્ટાર અને ચાઇલ્ડ સેફ્ટી માટે 0 સ્ટાર રેટિંગ આપ્યું હતું. 

Maruti S-Presso
મારૂતિ સુઝુકી એસ-પ્રેસોએ નાણાકીય વર્ષ 2023-2024ના પ્રથમ 11 મહિનામાં 27642 યુનિટ કાર વેચી હતી. ગ્લોબલ NCAP એ મારૂતિ સુઝુકી એસ-પ્રેસોને એડલ્ટ સેફ્ટી માટે 1 સ્ટાર અને ચાઇલ્ડ સેફ્ટી માટે 0-સ્ટાર રેટિંગ આપ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news