નવી દિલ્હી : નોકિયા બ્રાન્ડને મેનેજ કરનારી HMD Global દ્વારા આ વર્ષના ઓગસ્ટ મહિનામાં નોકિયા 6.1 પ્લસ લોન્ચ કરવામાં આવ્યો હતો. નોકિયા 6.1 Plus ચીનમાં લોન્ચ કરાયેલા નોકિયા X6નું જ ગ્લોબલ વરિઅન્ટ છે. આ સ્માર્ટફોન પોતાના સેગમેન્ટમાં બહુ લોકપ્રિય છે અને નોચ ડિસ્પ્લે સાથે આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોકિયા 6.1 પ્લસ ફ્લિપકાર્ટ એક્સક્લુઝિવ છે અને વેબસાઇટ પર 15,999 રૂ.ની કિંમતમાં મળે છે. ફ્લિપકાર્ટ પર ચાલી રહેલા ફેસ્ટિવ ધમાકા સેલ અંતર્ગત આ સ્માર્ટફોનને તમે 3,035 રૂ.થી પણ ઓછી કિંમતમાં ખરીદી શકો છો. આ સેલ દરમિયાન આપવામાં આવેલી બેંક ઓફર, એક્સચેન્જ ઓફર અને બાયબેક ઓફર મારફતે સંભવ છે. સ્માર્ટફોનમાં Axis બેંક કાર્ડ મારફતે 10%નું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ સિવાય 15,000 રૂ. સુધીની એક્સચેન્જ ઓફર પણ મળી શકે છે. આખરે યુઝર 149 રૂ.ની બાયબેક ઓફર પણ લઈ શકે છે. આ પછી 8 મહિના અંદર સ્માર્ટફોન એક્સચેન્જ કરાવવા બદલ ગ્રાહકને 7,500 રૂ.નું ગેરંટી ડિસ્કાઉન્ટ મળી શકે છે. 


ઓછી કિંમતમાં ખરીદવાના સ્ટેપ


  • સેલ દરમિયાન સ્માર્ટફોનની કિંમત 15,999 રૂ., બાયબેકમાં ખરીદો તો કુલ કિંમત 16,148 રૂ.

  • Axis બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી ખરીદી કરો તો 10% એટલે કે 1,614 રૂ.નું ડિસ્કાઉન્ટ

  • ડિસ્કાઉન્ટ પછી કુલ કિંમત 14,534 રૂ.

  • આના પછી યુઝર પોતાનો જુનો સ્માર્ટફોન એક્સચેન્જ કરી શકે છે જેની કિંમત જુના મોડલ પર આધારિત છે

  • જો આ સ્માર્ટફોન યુઝ કરીને 8 મહિનાની અંદર એક્સચેન્જ કરી દો તો 7,500 રૂ.ની ગેરંટી વેલ્યૂ

  • આમ, તમામ ગણતરી કરી તો સ્માર્ટફોનની અસલ યુસેજ વેલ્યુ અંદાજે 3,035 આસપાસ થઈ જાય છે 

  • આમ, ફોન 8 મહિનાના  યુઝ માટે એક સારી ડિલ સાબિત થઈ શકે છે. 


ટેકનોલોજીના લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...