નવી દિલ્હી : Panasonicએ પોતાના સ્માર્ટફોન પોર્ટફોલિયોનો વ્યાપ વધારીને P85 NXT સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ આ સ્માર્ટફોન 6,999 રૂ.માં લોન્ચ કર્યો છે. ફોનમાં કંપનીએ 4000 mAhની બેટરી આપી છે. આ સ્માર્ટફોન ચાર્જિંક બેંક સાથે આવે છે જેનો મતલબ છે આ સ્માર્ટફોનથી તમે બીજા ડિવાઇસને પણ ચાર્જ કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા વર્ષમાં મળી શકે છે 5Gની સુવિધા, આ કંપનીએ કરી ટ્રાયલની તૈયારી


ડ્યુઅલ સીમ ધરાવતા આ સ્માર્ટફોનમાં 5 ઇંચ HD Screen છે જે 2.5D કર્વ ડિસ્પ્લે સાથે આવે છે. આ ફોન Corning Gorilla ગ્લાસથી પ્રોટેક્ટેડ છે. આ ફોનમાં 1.3 GHz Quad-core Qualcomm snapdragon પ્રોસેસર અને જીબી રેમ છે. ફોનમાં 16જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે જેને માઇક્રો એસડી કાર્ડ મારફતે 128જીબી સુધી વધારી શકાય છે. 


ખિસ્સામાં હશે માત્ર 3 હજાર રૂ. તો ખરીદી શકશો સારી કંપનીનો જબરદસ્ત સ્માર્ટફોન


P85 NXTમાં 8 MP AFનો રિયર કેમેરા અને 5MPનો ફ્રન્ટ કેમેરા ફ્લેશ સાથે આપવામાં આવ્યો છે. કંપનીએ આ સ્માર્ટફોનને ત્રણ કલર વેરિઅન્ટ બ્લુ, બ્લેક અને ગોલ્ડમાં લોન્ચ કર્યો છે. ફોનમાં સિક્યુરિટી માટે ફેસ અનલોક ફિચર પણ આપવામાં આવ્યું છે. આ સિવાય ફોનને તમે ફિંગરપ્રિન્ટ સેન્સરથી પણ અનલોક કરી શકો છો. ફોન Android 7.1.2 Nougat પર ઓપરેટ થાય છે અને એમાં VoLTE અને ViLTE, LTE, Wi-Fi, Bluetooth, GPS જેવા ફિચર્સ છે. આ ઓપરેટિંગ સિસ્ટમ થોડી જુની છે. 


ટેકનોલોજીના સમાચાર જાણવા માટે કરો ક્લિક...