નવી દિલ્હી: સ્વર કોકિલ કંઠી લતા મંગેશકરનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળતા લતા મંગેશકરને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુર સામ્રાજ્ઞિના અવસાનથી ભારતીય સંગીત જગતમાં એક ખાલીપો સર્જાયો છે, જે ક્યારેય ભરાઈ શકે તેમ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંગીત ઉપરાંત કાર અને ક્રિકેટના શોખીન મંગેશકરે 36 ભાષાઓમાં 50 હજારથી વધુ ગીતો ગાયા છે. ચાલો જાણીએ કે મંગેશકરની પ્રથમ કમાણી કેટલી હતી અને તેમની કુલ નેટવર્થ (Lata Mangeshkar Net Worth) કેટલા કરોડ રૂપિયાનું હતું?


25 રૂપિયા હતી પહેલી કમાણી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લતા મંગેશકરે માત્ર 13 વર્ષની ઉંમરમાં ડેબ્યૂ કર્યું હતું. તેમની પ્રથમ કમાણી રૂ.25 હતી. તેમની જીવનશૈલી એકદમ સાદી હતી પરંતુ તેમની પાસે કારનું મોટું કલેક્શન હતું. (Lata Mangeshkar Car Collection). અહેવાલો અનુસાર લતા દીદી પાસે લગભગ 370 કરોડ રૂપિયા (Lata Mangeshkar Property) ની કુલ સંપત્તિ હતી. તેમની મોટાભાગની કમાણી (Lata Mangeshkar Income) તેમના ગીતોની રોયલ્ટીમાંથી આવતી હતી. આ સિવાય તેમણે ઘણું રોકાણ પણ કર્યું હતું. તે દક્ષિણ મુંબઈના પોશ વિસ્તારમાં રહેતી હતી. લતા મંગેશકર પેડર રોડ પર આવેલા પ્રભુ કુંજ ભવન (Lata Mangeshkar Home)માં રહેતા હતા.


કારના શોખીન હતા લતાજી
મંગેશકર પાસે કારનું મોટું કલેક્શન હતું કારણ કે તેમને પોતાના ગેરેજમાં શ્રેષ્ઠ અને સ્ટાઇલિશ કાર રાખવાનો શોખ હતો. મંગેશકરે ઘણા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમને કારનો ઘણો શોખ છે. લતા દીદીએ જણાવ્યું હતું કે તેમણે સૌથી પહેલા Chevrolet ખરીદી હતી. તેણે આ કાર ઈન્દોરથી ખરીદી હતી. તેમણે તે કાર તેની માતાના નામે ખરીદી હતી. ત્યારબાદ તેમના ગેરેજમાં Buick કાર આવી. તેમની પાસે Chrysler કાર પણ હતી.


યશ ચોપરાએ  ગિફ્ટ કરી હતી મર્સિડીઝ
લતા દીદીને યશ ચોપરાએ ગિફ્ટમાં મર્સિડીઝ કાર આપી હતી. તેમણે ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, "સ્વર્ગસ્થ યશ ચોપરા જી મને પોતાની બહેન માનતા હતા અને મને ખૂબ જ પ્રેમ આપતા હતા. 'વીરઝારા'નું મ્યુઝિક રિલીઝ થયું ત્યારે તેમણે મર્સિડીઝની ચાવી મારા હાથમાં મૂકી અને જણાવ્યું કે તેઓ કાર ગીફ્ટ કરી રહ્યા છે. મારી પાસે હજુ પણ તે કાર છે."


સોશિયલ મીડિયા છે સ્તબ્ધ 
સોશિયલ મીડિયા પર લતા મંગેશકરના નિધનના સમાચાર સાંભળીને ફેન્સ અને સેલેબ્સ ચોંકી ગયા છે. ગાયિકાના આત્માને શાંતિ મળે તે માટે દરેક જણ પ્રાર્થના કરી રહ્યા છે. ચાહકોની આંખો ભીની છે. આજે દરેક ભારતીયની આંખમાં આંસુ છે. લતા મંગેશકરનો મધુર અવાજ તેમના ચાહકોના કાનમાં ગુંજી રહ્યો છે. હવે આ અવાજ કાયમ માટે શાંત થઈ ગયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube