Noise Buds Aeroની કિંમત ભારતમાં 799 રૂપિયા રાખવામાં આવી છે. આ ડિવાઇસ સ્નો વ્હાઇટ અને ચારકોલ બ્લેક કલર વિકલ્પોમાં વેચવામાં આવશે. ગ્રાહકો તેને 1 જુલાઈથી કંપનીની વેબસાઈટ અને Myntra પરથી ખરીદી શકશે. Noise Buds Aeroના સ્પેસિફિકેશન્સ વિશે વાત કરીએ તો, તેમાં વધુ બેસ્ટ સાઉન્ડ ક્વોલીટી માટે AAC સપોર્ટ સાથે 13mm ડ્રાઈવર્સ આપવામા આવ્યા છે. આ સાથે, તમને આ બડ્સમાં એન્વાયરમેન્ટલ સાઉન્ડ રિડક્શન (ESR) નો સપોર્ટ પણ મળશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


કનેક્ટિવિટી માટે આ ડિવાઈસમાં બ્લૂટૂથ 5.3 સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ડિવાઈસ iOS અને Android બંને સાથે કંપેટીબલ છે. ફાસ્ટ પેરિંગ માટે તેમાં હાઇપરસિંક ટેક્નોલોજી પણ આપવામાં આવી છે. ગેમર્સ માટે ડેડિકેટેડ ગેમિંગ મોડ પણ આપવામાં આવ્યો છે.  ખાસ વાત એ છે કે ચાર્જિંગ કેસ સાથે આ બડ્સ કુલ 45 કલાકની બેટરી આપશે. તેને માત્ર 10 મિનિટ ચાર્જ કરીને 120 મિનિટ માટે પણ વાપરી શકાય છે.


Noise Buds Aeroમાં ચાર્જિંગ કેસમાં ચાર્જ કરવા માટે USB Type-C પોર્ટ છે. ગ્રાહકોને આ પ્રોડક્ટ પર 1 વર્ષની વોરંટી પણ મળશે.

આ પણ વાંચો:
અમરનાથ યાત્રાનો પ્રારંભ, ભક્તોને થશે બર્ફાની બાબાના પ્રથમ દર્શન, તમે પણ કરો ઘરબેઠાં
શું તમે ભાડે રહો છો? તમારા કાનૂની હક ખાસ જાણો...મકાન માલિક નહીં કરી શકે હેરાન
ગુજરાતમાં 12 કલાકમાં 179 તાલુકામાં ધોધમાર, વિસાવદરમાં 15, તો જામનગર-અંજારમાં 11 ઈંચ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube