નવી દિલ્હી: નોકિયા (Nokia) ખૂબ જલદી ભારતીય બજારમાં નવા ફોન લોન્ચ કરવાની તૈયાર કરવામાં આવી રહી છે. ટિપ્સના અનુસાર HMD Global ખૂબ જલદી Nokia 6.2 અને Nokia 7.2 ને લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેમાંથી એક ફોનને ભારતમાં પણ લોન્ચ કરવામાં આવી શકે છે. બંને સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. જોકે બંને ફોનની ડિઝાઇન અલગ-અલગ હશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio GigaFiber: 12 ઓગસ્ટે લોન્ચ થશે જિયો ગીગાફાઇબર, જાણો સંપૂર્ણ જાણકારી


Nokia 6.2 ના સ્પેસિફિકેશન્સ
તેની AMOLED ડિસ્પ્લે 6 ઇંચની ફૂલ એચડી હશે. હોલ પંચ 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા હશે. 20MP+8MP+5MP નો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હશે. આ સ્માર્ટફોનમાં 660 SoC પ્રોસેસર હોઇ શકે છે. રેમ 6જીબી અને ઇન્ટરનલ મેમરી 64જીબી હશે. તેની બેટરી 3300mAh ની હશે. બે વેરિએન્ટ હોઇ શકે છે જેની કિંમત 12 હજારથી 15 હજાર વચ્ચે હશે. 

બજાજ ઓટોએ લોન્ચ કરી સૌથી સસ્તી મોટરસાઇકલ CT110, કિંમત માત્ર 37,997થી શરૂ


Nokia 7.2 ના સ્પેસિફિકેશન્સ
આ સ્માર્ટફોનની ડિસ્પ્લે 6.18 ઇંચની હશે. સેલ્ફી કેમેરા માટે વોટર ડ્રોપ નોચ આપવામાં આવી છે. તેના બે વેરિએન્ટમાં 4જીબી અને 6જીબી રેમ હોઇ શકે છે. 4જીબી રેમમાં ઇન્ટરનલ મેમરી 64જીબી અને 6જીબી રેમમાં ઇન્ટરનલ મેમરી 128જીબી હશે. પ્રોસેસરની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં સ્નૈપડૃઐગન 660 અથવા 710 SoC પ્રોસેસર હોઇ શકે છે. તેમાં પણ ટ્રિપલ કેમેરા સેટઅપ હશે, જેમાં પ્રાઇમરી સેંસર 48 મેગાપિક્સલ હોઇ શકે છે. તેની બેટરી 3500 mAh હશે.